4થી જૂન 2019ને દિને ધર્મનિષ્ઠ, વહાલા, જ્ઞાની ભાગરસાથ અંજુમનના 17માં મહેરજીરાણાના દુ:ખદ નિધનથી સમગ્ર પારસી સમુદાય શોકમાં છે. 16મી જાન્યુઆરી 1927ને દિને જન્મેલા વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણા નવસારીની ડી.એન. મહેતા હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે નિધન પામ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ નવસારીના ડબલ્યુઝેડઓ સિનિયર સિટીઝન સેન્ટરમાં રહેતા હતા. નવસારીમાં વડી દરેમહેરમાં નાવર અને […]
Tag: 08 June 2019 Issue
એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીની 18માં મહેરજીરાણાના ગાદીવારસ તરીકે નિમણૂંક કરવામાં આવી
પરંપરા સાથે વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી 17મા મહેરજી રાણાના ઉઠમણા પછી ગાદીવારસની નિમણૂંક કરવામાં આવી હતી. 74 વર્ષના યોજદાથ્રેગર એરવદ કૈખુશરૂ કાવસજી રાવજી નવસારીના ભાગરસાથ અંજુમન દ્વારા 18માં વારસદાર તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. એરવદ મહેરનોશ સોરાબજી માદને એમની વધુ જાણકારી આપતા તેમનો પ્રભાવશાળી બાયોડેટા વાંચ્યો હતો. પ્રથમ શાલ તેમને નવસારીના વડા દેસાઈજી, […]
વાપીઝે મરહુમ દસ્તુરજી જાસ્પઆસાના સન્માનમાં શોક સભાનું આયોજન કર્યુ હતું
30મી મે, 2019ના દિને મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચહેર જામાસ્પઆસાના સન્માનમાં વાપીઝે સમુદાય માટે સ્ટે.ટા. 6.30 કલાકે બનાજી આતશ બહેરામના એનેકસ હોલમાં શોકસભાનું આયોજન કર્યુ હતું. શોકસભામાં મરહુમ દસ્તુરજી ડો. કૈખુશરૂ એમ. જામાસ્પઆસાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેઓ 87વર્ષનું લાંબુ તથા પરિપૂર્ણ જીવન જીવ્યા બાદ 19મી મે, 2019ને દિને લંડનમાં પોતાના કુટુંબ અને સમુદાયને […]
દસ્તુરજી જામાસ્પ જામાસ્પઆસાને હાઈપ્રિસ્ટ તરીકે ગાદીએ બેસાડવામાં આવ્યા
2જી જૂન, 2019ના દિને ડો. જામાસ્પ દસ્તુર કૈખુશરૂ જામાસ્પઆસાને અંજુમન આતશબહેરામના નવા દસ્તુરજી તરીકે ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. તેઓએ તેમના પ્રસિધ્ધ, જ્ઞાની પિતાજી મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચેર જામાસ્પઆસાની દસ્તુરી ગાદી સંભાળી. 27 જાન્યુઆરી, 1978ના રોજ જન્મેલા, ડો. જામસ્પે 1992માં કેમ્પિયન સ્કૂલમાંથી તાલિમ પૂર્ણ કરી. એમણે અંજુમન આતશ બહેરામમાંથી નાવર તથા નવસારીમાંથી મરતાબની […]
ભરથાર તથા પોપટની વાર્તા
હું તને બીજુ એ કહુ છું કે તેણે મને જે સદાકાળની આપદા અને દુ:ખમાંથી છોડાવ્યો છે તેના બદલામાં મારી સઘળી દોલત તથા મારૂં સર્વે રાજપાટ તેની સાથે વહેંચી લઉ તો પણ તેણે જે મોટો ઉપકાર મારી ઉપર કીધો છે તેનો બદલો પુરો પડનાર નથી! આવી તારી ચાલનો સબબ હવે મને સમજ પડતો જાય છે. તેની […]