દર વરસે જૂન મહિનામાં 14થી 18 તારીખ વચ્ચે ઈરાન, ભારત તથા દુનિયાના બીજા દેશોમાંથી હજારો ઝોરાસ્ટ્રિયનો પ્રાચીન આતશબહેરામ પીર-એ-શબ્ઝ અથવા ચકચક ગામ જે ઈરાનના મધ્યમાં આવેલું છે અને જે આતશબહેરામ સૌથી પવિત્ર ગણાય છે તેની મુલાકાત લે છે. યાત્રાળુઓ છેલ્લે પગપાળા કરીને મંદિરે પહોંચે છે.
Tag: Gujarati
કર્જતમાં લાયનોની ઉમંગ
18 જુન, 2017 ના રોજ, લાયન્સ પર્સી માસ્ટર, કેટી પટેલ, સાયરસ સુરતી અને લાયનના 45 સભ્યોએ ઉમંગની મુલાકાત લીધી હતી. ઉમંગએ બાલ આનંદનું વિસ્તર છે અને વિશ્ર્વ ચિલ્ડ્રન કલ્યાણ ટ્રસ્ટ જે ભારત હેઠળ ચાલે છે. માનસિક રીતે અક્ષમતા ધરાવતા સોળ બાળકોનું આ ઘર છે જ્યા તેમને વિવિધ તાલિમ આપવામાં આવે છે.
દાદાભાઈ નવરોજી એટલે હિન્દુસ્તાનનું આભૂષણ
દાદાભાઈ નવરોજી એ ભારતનું નવલુ નઝરાણું પ્રખર રાષ્ટ્રભક્ત, ખૂબ જ ગરીબી, હાડમારીમાં ઉછરેલા નેતા હતા. વાસ્તવમાં તેઓ એક આદર્શ છે જેમણે દેશની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ લડતમાં અનેકને જોડયા હતા. ગાંધીજી માટે પણ તેઓ એક પ્રેરકબળ હતા. કારણ કે તેમની અગાઉ એવું કોઈ નહોતું કે જે પ્રકાશપુંજ બનીને સ્વાતંત્ર્ય લડતમાં માર્ગ બતાવે. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ […]
આવાં નેચરલ મિનરલ વોટરને મળ્યો ‘સુપિરિયર ટેસ્ટ એવોર્ડ’
આપણી કોમના અગ્રણી ઉદ્યોગપતિ બહેરામ મહેતાની માલિકીની બ્રાન્ડ ‘આવાં નેચરલ મિનરલ વોટર’ને આઈટીકયુઆઈ સંસ્થા દ્વારા બે ગોલ્ડ સ્ટારે અને ‘સુપિરિયર ટેસ્ટ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આવાં ભારતની પીવાના પાણીની અગ્રણી કંપની છે.
શિરીન
‘કદી પણ ડરબી કાસલ યા તો તેની આસપાસની જમીન પર આવતો ના કારણ ફિરોઝ ફ્રેઝરે તુંને પોલીસમાં પકડાવી આપવાનાં સોગંદ લીધાછ.’ ‘પણ…પણ કાંય શિરીન, મેં શું એનું બગાડયું?’ પછી શિરીન વોર્ડને તે આખી કહાણી દુખી જીવે પોતાનાં ભાઈને કહી સંભળાવી. પહેલાથી તે આખર સુધીની સઘળી જ બીના તેણીએ જણાવી નાખી કે તે સાંભળતા કેરસી વોર્ડને […]
શાહનામાની સુંદરીઓ
જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો […]
પપ્પાનો પ્યાર
સંદેહીએ મધ્યરાત્રિએ જ પોતાનું એમ.કોમ. પરીક્ષાનું પરિણામ જાણી લીધું હતું. એને ખબર હતી કે પિતા અમીત છ વાગ્યે એને જગાડવા આવશે અને કહેશે કે ‘બેટી સંદેહી! આજે તો જલ્દી ઉઠી જા! જરા મને કહે તો ખરી, તારા કેટલા ટકા માકર્સ આવ્યા છે? આમ છતાં એ ઉંઘી જવાનો ડોળ કરી પથારીમાં પડી રહી… સાડા છ વાગ્યા […]
માસીના હોસ્પિટલમાં ઉજવાયેલો વિશ્ર્વ તંબાકુ સેવન વિરોધી દિવસ
વિશ્ર્વ તંબાકુ સેવન વિરોધી દિવસ દર વરસે 31મી મેના દિવસે ઉજવાય છે. આ દિવસ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા પસંદ કરવામાં આવ્યો છે અને દર વરસે એક થીમ સાથે તંબાકુથી થતી હાનિકારક અસરોના સંદેશ ફેલાવવામાં આવે છે. આ વરસે 31મી મેને દિને ડો. અરનવાઝ હવેવાલા અને ડો. વિસ્પી જોખીએ માસીના હોસ્પિટલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ […]
ગામડિયા કોલોનીએ ઉજવેલું દએ મહિનાનું જશન
ગામડિયા કોલોની રિક્રિએશન સેન્ટરે જૂન 10, 2017ને જમિયાદ રોજને દિને દએ મહિનાના જશનની ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ વિરાફ ભેસાનિયા અને એરવદ પાશાન અંકલેસરિયાદ્વારા કરવામાં આવી હતી. જશનની ક્રિયા પછી દસ્તુરજી અને ત્યા હાજર રહેલા લોકોએ હમબંદગી કરી ત્યારબાદ ચાશ્ની પીરસવામાં આવી હતી. કમિટી મેમ્બરોએ જશનમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો. ગામડિયા કોલોની […]
બાનુઓની ખરી ખૂબસૂરતી શામાં છે
‘સુરતસે કીરત બડી, બીનપંખ ઉડી જાય. સુરત તે જાતી રહે, કીરત કબુ ન જાય.’ કવીએ સાચુ જ કહ્યું છે કે ચહેરાની ખુબસુરતી કરતાં પોતે કરેલાં કિર્તી ભર્યા કાર્યો તમારી ખુબસુરતમાં વધારો કરે છે. જવાનીમાં ચહેરાની ખુબસુરતી બુઢામાં કરમાઈ જશે. અને વખતના વહેણ સાથે ઝાખી થશે. પણ સદ કાર્યો કરીને મેળવેલી કિર્તી કદી ઝાકી થતી નથી. […]
જવ કેટલા ઉપયોગી છે?
જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી […]