ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની ૨૦૧૬ની સમર કેમ્પ

ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની નવસારી સ્થાનિક સમિતિ દ્વારા એક ખૂબ જ આકર્ષક સમર કેમ્પનું આયોજન તા. ૩જી મે થી ૮મી મે સુધી આયોજન કરવામાં આવ્યું હતું. પચાસ ઝોરાસ્ટ્રિયન બાળકો જેમની ઉમર ૭ થી ૧૪ વર્ષ સુધીની હતી જેમા ૩૦ છોકરાઓ અને ૨૦ છોSummer Camp 08કરીઓ જે અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. સમર કેમ્પ બાઈ દોસીબાઈ કોટવાલ પારસી ઓર્ફનેજ, નવસારી ખાતે યોજવામાં આવી હતી. દરરોજની પ્રવૃત્તિમાં સવારે આતશ દાદાગાહ પર પ્રાર્થના કરવામાં આવતી ત્યાર પછી બાળકોને એરોબિકસ, ડ્રોઈંગ, સ્કેચ, આર્ટ અને ક્રાફટ વગેરે શીખવવામાં આવતું. બાળકો વિવિધ રમતો પણ રમતા.
ધાર્મિક પુસ્તકો સમજવા માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન કેટલું જ‚રી છે તે બાબતે પારસી ઈતિહાસકાર મર્ઝબાન ગ્યારાએ બાળકોને મૂલ્યવાન માહિતી આપી હતી તથા એકશન સાથે પારસી ગીતો પણ ગાયા હતા.
છેલ્લે ચીખલીની ગઝદર અગિયારીમાં બાળકો હમબંદગી કરવા ગયા હતા ત્યારબાદ શીતલ હોટલમાં ‘સેન્ડ ઓફ’ પાર્ટી પછી નવસારીના ઓર્ફનેજમાં બધા બાળકો પોતાના માતાપિતા સાથે ભારે હૃદય છૂટા પડયા હતા અને વિચાર્યુ હતું કે દર વરસે આવી કેમ્પ યોજાવી જોઈએ.

Leave a Reply

*