હિંદના દાદા દાદાભાઈ નવરોજીની જન્મજયંતિની તા.૪ થી સપ્ટેમ્બરના રોજ દર વર્ષની જેમ નવસારીમાં આ વર્ષે પણ શાનદાર ઊજવણી કરવામાં આવી હતી.
દાદાભાઈ નવરોજી વ્યાખ્યાન માળાના સભ્યો પ્રો. જશુભાઈ નાયક, એડવોકેટ શ્રી કેરસી દેબુ તથા આચાર્ય શ્રી દારા જોખીની ટીમ સહિત નવસારીના અગ્રણી નાગરિકોએ દાદાભાઈના સ્ટેચ્યુને સંખ્યાબંધ હાર પહેરાવી દાદાભાઈની દેશભક્તિને અંજલી આપી હતી. નવસારીની સંખ્યાબંધ શાળાઓના
વિદ્યાર્થીઓએ દાદાભાઈ અમર રહો ના નારાથી વાતાવરણ ગજવ્યું હતું.
દાદાભાઈની જન્મજયંતિ નિમિત્તે યોજવામા આવેલ શૌર્યગીત સ્પર્ધામાં નવસારીની તમામ શાળાઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા.
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024