મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
૧૩મી એપ્રિલ સુધી તો શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે તમારા ખર્ચ ઓછા કરવાની કોશિશ કરવામાં સફળ નહીં થાવ. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહી આવે.બીજાના મદદગાર થઈ તે લોકોની ભલી દૂવાના ભાગીદાર બની શકશો. મનગમતી વ્યક્તિનો સાથ મળતો રહેશે. શારીરિક બાબતની મુશ્કેલી દૂર કરવાનો સીધો ઉપાય અપનાવજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૨૭ ને ૩૧ છે.
With Venus ruling over you till 13th April, you will spend more than expected but won’t end up in financial trouble. You will receive blessings from people by helping them and your favourite person will support you. You will find the right solution to get rid of your physical problems. Pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 25, 26, 27, 31
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
૧૪મી મે સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા મોજશોખ ઘટાડવાની કોશિશ કરશો ત્યાં ખર્ચ વધી જશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝિટ સેકસનું અટ્રેકશન વધી જશે. હાલમાં થોડી મહેનત કરવાથી વધુ ધન કમાઈ લેશો. સગાસંબંધીઓ તમારી સલાહ લેવા આવશે. તેનાથી તમારૂં માન વધી જશે. હાલમાં શુક્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૮, ૨૯ છે.
With Venus ruling, you will spend more than expected but won’t end up financially troubled. People of opposite gender will be attracted to you and will be able to earn well through hard work. You will earn respect by giving good advice to relatives. To get the blessings of Venus, pray ‘Behram Yazad’ daily.
Lucky Dates: 26, 27, 28, 29.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
૩જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં કોઈ જાતનું રિસ્ક લેવાની ભૂલ કરતા નહીં. ખાવાપીવાને કારણે થતી બીમારી તમને પરેશાન કરશે તેથી ખાવાપીવામાં ધ્યાન આપજો. જયાં કામ કરતા હશો ત્યાં તમારા સાથીનો સાથ નહીં મળે. નાણાકીય ભીડ વધતી જશે. તમારા મિત્રો તમને મદદ કરશેે તેવી આશા રાખતા નહીં. ઘરનું વાતાવરણ બગડતા વાર નહીં લાગે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૫, ૨૯, ૩૦ ને ૩૧ છે.
Rahu rules over you till 3rd of April, hence avoid taking risks. Indigestion could be problem, so take care of your intake. Financial crisis indicated. Your colleagues won’t support you. Don’t expect help from friends. Home environment will be little uneasy. Pray ‘Mahabokhtar Niyaish’ daily.
Lucky Dates: 25, 29, 30, 31.
CANCER | કર્ક: ડ.હ.
૨૩મી માર્ચથી તમને રાહુની દિનદશા ચાલુ થયેલી છે તેથી ૪થી મે સુધીમાં દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. ખોટા વિચારથી પરેશાન થશો. રાહુને કારણે કોઈ વાતમાં પોઝિટિવ વિચાર નહીં આવે. રોજના કામમાં નાની ભૂલ થતી રહેશે. તેનો ફાયદો તમારા વિરોધી ઉપાડવામાં કોઈ કસર નહીં રાખે પૈસા આવવા પહેલા ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૮ ને ૩૦ છે.
Rahu ruling over you will cause havoc till 4th May and you will be troubled by negative thoughts. You will face trouble in routine work which your enemies will use to their advantage. There will be increase in expenses. Pray ‘Mahabokhtar Niyaish’ daily.
Lucky Dates: 26, 27, 28, 30.
LEO | સિંહ: મ.ટ.
૨૧મી એપ્રિલ સુધી ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા કામ પોતાની સમજદારી પ્રમાણે પૂરા કરીને રહેશો. નાણાકીય પરિસ્થિતિને સુધારવા માટે એકસ્ટ્રા કામ કરશો. નવાકામ કરવાની ઈચ્છા પૂરી થઈને રહેશે. ગામ પરગામ જશો તો ત્યાં કોઈને મદદ કરવી પડશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. કોઈ નવી ઓળખાણ ભવિષ્યમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૩૦ ને ૩૧ છે.
With Jupiter ruling over you till 21st April, you will be able to complete your work with intelligence. Make extra effort to earn well and will be successful in doing in new work. Help people in need while travelling. You will be able to fulfil family’s demands and making new connections will prove beneficial in future. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 25, 26, 30, 31.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને ૨૩મી માર્ચ સુધી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી તમે નવાં કામ શોધવામાં સફળ થશો. જ્યાં કામ કરતા હશો તેને વધારવા માટે થોડી ભાગદોડ કરવી પડે તો કરી લેજો. બીજાના દિલ જીતી લેશો. ફેમિલીમાં સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. ઘરમાં મહેમાનની અવરજવર વધી જશે. આજથી ભૂલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. ૨૭, ૨૮, ૨૯, ૩૦ છે.
With Jupiter ruling over you, you will be successful in finding a new job. If you’re currently working somewhere, a little hard work will prove fruitful. You will win over people’s hearts. There will be occasions to celebrate which will increase the number of visitors at your place. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 27, 28, 29, 30.
LIBRA | તુલા: ર.ત.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાનાં કામ પણ સીધી રીતે પૂરા નહીં કરી શકો. શનિને કારણે ખોટા ખર્ચાઓ વધી જશે. ડોકટરના બીલમાં વધારો થશે. ઘરમાં કોઈ વ્યક્તિ સારી રીતે નહીં રહે. માંદગી આવતી રહેશે. તમારી મહેનતના પૈસા તમને સમય પર નહીં મળે. તેનાથી વધુ પરેશાન થઈ જશો. ખોટા વિચારોથી બચવા માટે હાલમાં ભુલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૨૯ ને ૩૧ છે.
Saturn’s presence over you may cause difficulties in completing your work and your expenses will increase. You might fall ill and won’t get your dues on time which will make you anxious. To avoid negative thoughts, pray ‘Moti Haptan Yasht’ daily.
Lucky Dates: 25, 26, 29, 31.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા વિચારોને ખૂબ જ મજબૂત બનાવીને તમારા કામ કરવામાં સફળતા મેળવશો. રોજબરોજના કામમાં પ્લાન બનાવી કરશો તો સફળ થશો. લેતીદેતીના કામમાં સફળ થશો. રિસાયેલા મિત્રને મનાવી લેવામાં સફળતા મેળવશો. થોડીઘણી રકમને સારી જગ્યાએ રોકાણ કરીને ભવિષ્યમાં તમને કામમાં આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો
શુકનવંતી તા. ૨૭, ૨૮, ૨૯ ને ૩૦ છે.
As Mercury rules over you, you will complete your work with concentration. If you work according to plans, things will move smoothly and will be successful in your financial transactions. You will win the hearts of people who are upset and make wise investments. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 27, 28, 29, 30.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
લાંબો સમય ચાલે તેવા બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં ૧૮મી મે સુધી બુધ તમને વાણિયા જેવા બનાવી દેશે એટલે કે તમે તમારા ફાયદાની વાત જાણવા મળી જશે. પઇાયેલા નાણાને પાછા મેળવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાથી ફાયદામાં રહેશો. નવા કામ કરવામાં સફળતા મળી રહેશે. હાલમાં શારિરીક બાબતમાં ખૂબ જ સારાસારી રહે તે માટે ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી ૨૫, ૨૬, ૨૮ ને ૩૧ છે.
Mercury ruling over you will make you stingy till 18th of May. Using your intelligence in getting your money back will be beneficial and you will be successful in doing new work. Health will be fine. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 25, 26, 28, 31.
CAPRICORN | મકર: ખ.જ.
૨૧મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારામાં ઘણા ચેન્જીસ આવી જશે. નાની બાબતમાં ગુસ્સે થશો. ખાવાપીવામાં બેદરકાર બની જશો. નેગેટિવ વિચારો આવતા રહેશે. ઘરમાં ભાઈ બહેનની સાથે મતભેદ પડવાથી વધુ પરેશાન થશો. મુસાફરીનો પ્લાન બનાવતા નહીં, નવી ચીજવસ્તુ લેતા નહીં મંગળને શાંત કરવા માટે ‘તીર યશ્ત’ ભણવાનુંં ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૯ ને ૩૦ છે.
With Mars ruling over you till 21st April, you will find a change within yourself. You will get annoyed over small things and will be careless with diet. You will get negative thoughts or involved in arguments with siblings. Avoid plans of travel or any new purchase. To pacify Mars, pray ‘Tir Yasht’.
Lucky Dates: 26, 27, 29, 30.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
૨૩મી એપ્રિલ સુધી શીતળ ચંદ્ર તમારા મનને મજબૂત બનાવીને રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરી નાખશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરના વ્યક્તિઓ સાથે સારાસારી થતી જશે. ચંદ્રની કૃપાથી તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. હાલમાં ૧૦૧ નામ ભણી લીધા પછી ૩૪મુ નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૨૮ ને ૩૧ છે.
Moon ruling over you till 23rd of April will make you determined and you may get a chance to travel. You will be able to fulfil family’s demands and will have good relations with them. Finances seem fine. You will express your feelings to people well. After praying 101 names pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 25, 26, 27, 31.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૬ઠ્ઠી એપ્રિલ સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી હાલમાં કોઈ જાતના સરકારી કામમાં સફળતા નહીં મળે. હાઈપ્રેશરથી પરેશાન થશો તબિયતનું ધ્યાન રાખજો. ઘરમાં વડીલ વર્ગની તબિયતની ચિંતા સતાવશે. મનગમતી વ્યક્તિ નાની વાત પર નારાજ થઈ જશે. ધણી ધણીયાણીમાં મતભેદ વધતા જશે. ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૭, ૨૮, ૨૯, ૩૦ છે.
Sun ruling over you till 6th of April will cause you trouble in completing legal work. You will be troubled by high pressure, take care of elderly people’s health. Your favourite person will be upset with you over small things, arguments amongst spouses indicated. Pray 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 27, 28, 29, 30.
.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025