Your Moonsign Janam Rashi This Week –
24th June, 2017 – 30th June, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજ ને કાલનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. 24મી જુલાઈ સુધી મંગળ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમે નાની બાબતમાં ઉશ્કેરાઈ જશો. આજુબાજુવાળા તમને શાંતિથી બેસવા નહીં દે. ઘરમાં કોઈ બીજી ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. ભાઈ-બહેનોની સાથે મતભેદ પડતા રહેશે. નાણાકીય મુશ્કેલી આવશે. આજથી રોજના ભણતરની સાથે ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરી દેજો.

શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.

You just have today and tomorrow to spend peacefully. Because till 24th July, Mars will rule over you and it will give you peace. You will get angry over small little things. People around you will not let you be calm. Don’t buy anything for the home during this period.  Misunderstandings and fights with siblings can’t be ruled out. Money matter seems to be tight. Pray ‘Tir Yasht’ daily with your other prayers.

Lucky Dates: 24, 27, 28, 29.

.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્ર જેવા શીતળ અને શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાના લાભ મળવાથી સેટીસફેકશન વધુ રહેશે. લગ્ન કરવા માગતા હશો તો  મનને પસંદ આવે તેવી વ્યક્તિ મળી રહેશે. રોજબરોજના કામ સારી રીતે કરી શકશો. ગામ-પરગામથી સારા સમાચાર મળીને રહેશે. ઘરવાળા ફેમિલી મેમ્બર સાથે ગેટ ટુ ગેધરનો પ્રોગ્રામ બનાવજો. હાલમાં 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.

With Moon ruling over you, chances of travelling are very bright. You will get small gains and it will give you a great satisfaction. If you are planning to get married, you will get a right person. Daily work will get done very easily. Try to plan family get-together with the family members. Pray 34th name ‘Ya Bestarna’ 101 times.

Lucky Dates: 25, 26, 29, 30.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

સૂર્યની દિનદશા ચાલુ હોવાથી તમને સરકારી કામમાં ધ્યાન આપવું પડશે તેમાં સફળતા નહીં મળે. વડીલ વર્ગ માટે તબિયતની ચિંતા વધી જશે. તેમના માટે બેદરકાર રહેતા નહીં. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. શેર સટ્ટાના કામ કરવાની ભુલ કરતા નહીં. નાણાકીય લેતી દેતી કરતા પહેલા દસ વાર વિચાર કરજો. સૂર્યને શાંત કરવા માટે 96મું નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

With Sun ruling over you, you might have to pay attention to government related work, but you will not be successful in that. You might get worried about the health of elderly person at home. Pay extra attention to this, don’t be complacent. Financial front looks tight. Don’t indulge in any speculative activities such as shares or betting. Be careful in money matters. Chant 96th name ‘Ya Rayomand’ to calm the Sun.

Lucky Dates: 24, 25, 28, 29.

.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી સારા વિચારો આવતા રહેશે. તમે જે મનમાં ધારશો તે કામ કરવામાં સફળ થશો. ધન માટે મુશ્કેલી નહીં આવે. મોજશોખની પાછળ ખર્ચ કરવામાં કસર નહીં રાખો. શુક્રની કૃપાથી તમારા કામકાજમાં બીજાને સહકાર આપી તમારા કામ પણ પૂરા કરશો. મનગમતી વ્યક્તિનો સાથ સહકાર લેવો પડે તો લઈ લેજો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

With Venus ruling over you till 16th July, good thoughts will come to you naturally. You will be in a position to do the work which you have in your mind for a long time. Money flow looks great. With the blessings of Venus, you will get support from the others and get your work done. If you need to take help from the person you love, do it. Pray ‘Behram Yazad regularly and without fail.

Lucky Dates: 26.27.28, 30.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને મોજીલા ગ્રહ શુક્રની દિનદશામાંથી પસાર થઈ રહેલા છો. તમારા કામકાજ સામે વળતર મેળવી લેશો. જયાં કામ કરતા હશો ત્યા આળસ નહીં આવે. કામકાજ વધારવા માટે ગામ-પરગામ જવા તૈયાર રહેજો. ફસાઈ ગયેલા નાણાને પાછા મેળવવા માટે અપોઝિટ સેકસનો સાથ લેશો તો સફળ થશો. તમારા મનગમતી ચીજવસ્તુ લેવામાં જરાબી કરકસર નહીં કરો. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 24, 25, 27, 30 છે.

With Venus ruling over you, chances of getting better returns of your efforts are very good. You will work without getting tired. Be prepared for the travelling, as you might have to travel for business development. To recover the money which is stuck, take help of opposite gender. You will not think twice before buying the thing you like. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 24, 25, 27, 30.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે જે વિચાર કરશો એના કરતા ઉલટા કામ થશે. ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. અંગત વ્યક્તિ તમારા દુશ્મન બની જશે. ખોટા ખર્ચ થવાથી તમારા ખર્ચ પૂરા કરવા માટે કોઈની મદદ લેવી પડશે. રાહુ  માનસિક બાબતમાં પરેશાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Rahu will rule you till 5th July, so you will not be able to get the things done the way you want to do it. You will be troubled by negative thoughts. Your close ones will go against you. Unnecessary expenses will make you worried. You might have to borrow money from somebody. Pray ‘Mahabokhtar Niyaish’ regularly.

Lucky Dates: 17, 18, 19, 20.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

રાહુએ તમને સોનાની જાળમાં ફસાવી દીધા છે તેથી સીધા કામ પૂરા કરવામાં  પણ મુશ્કેલી આવશે. નાણાકીય બાબતમાં ખેંચતાણ આવશે. આવક કરતા જાવક વધી જવાથી ટેન્શનમાં રહેશો. અચાનક તબિયત બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં. 6ઠ્ઠી ઓગસ્ટ સુધી તમારે દરેક બાબતમાં સાવધાની રાખવી પડશે. મનને શાંત રાખવા માગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 30 છે.

Rahu has trapped you in golden net. Due to this, you will not be able to do the simple chores. Money matters doesn’t seem great. You will be in a stress due to expenditure exceeding the income. You might suddenly have a bout with illness. Be very careful till 6th August in almost everything. If you want to keep your mind calm pray ‘Mahabokhtar Niyaish’ daily.

Lucky Dates: 24, 25, 28, 30.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા માન પાનમાં વધારો થઈને રહેશે. નાણાકીય બાબતમાં ધનની જેટલી આશા રાખશો તેના કરતા થોડુ વધુ મેળવી શકશો. જે પણ કામ કરશો તેમાં તમારી જીત કેમ થાય તેવા વિચારો સાથે કામ કરશો. થોડીઘણીમહેનત કરશો તો રોકાયેલા નાણા પાછા મેલવી શકશો. ધર્મ કે ચેરીટીજના કામ કરવામાં આગળ પડતો ભાગ લેશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 26, 29, 30 છે.

Scorpion: With Saturn ruling you till 23rd July, your status will improve. Money matters looks great as you will get more than your expectations. You will work with constantly thinking about how to get success. With small efforts, you will be able to recover the money. You will take active part in charitable and religious work. To get blessings from Saturn pray ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 24, 26, 29, 30.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમારે આજનો દિવસ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળા કે આડોશીપડોશી સાથે માથાકૂટમાં પડતા નહીં. બને તો ઘરવાળા સાથે શાંતિમાં દિવસ પસાર કરજો. બાકી કામથી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમને તમારી બધી મુશ્કેલીમાંથી બહાર કાઢી આપશે. ગુરૂ તમારા બગડેલા કામને સુધારવામાં પૂરેપૂરી મદદ કરીને રહેશે. ધનલાભ મળતા રહેશે. આજથી ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

You have just one day left to spend under the Saturn’s rule, so don’t get into arguments with the family members or the neighbours. If possible try to spend the day peacefully with the family. From tomorrow onwards for next 58 days, Jupiter will rule over you and bring you out of the troubles. Your work will get done easily. Regular money flow are on the cards. Pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 25, 26, 27, 28.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી શનિ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી ફાયદાની જગ્યાએ નુકસાની થવાના ચાન્સ વધુ છે. તમારૂં એક ખોટું ડિસીઝન ઘરવાળાને પરેશાન કરી નાખશે. મહેનત કરીને થોડીગણી બચત કરશો ત્યાં બીજી બાજુ ડબલ ખર્ચ કરવો પડશે. સાંધાના તથા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. રોજના કામમાં મન નહીં લાગે. શનિનું નિવારણ કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 26, 29, 30 છે.

With Saturn ruling over you till 18th July, chances of losses are more. Your one wrong decision might put your family members in deep trouble. You will save the money, but sudden expense will wipe out your hard earned money. Joint pain or headache might trouble you. You will not be able to concentrate on day to day work. To keep Saturn at bay pray ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 24, 26, 29, 30.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી તમારી રાશિના માલિક શનિનો મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે. તેથી કામ કરવામાં આળસ નહીં કરો. તમારા કામ વિજળીવેગે પૂરા કરશો. થોડીઘણી રકમ બચાવીને ઈનવેસ્ટ કરવાથી લાંબા સમયે ફાયદામાં રહેશો. મળેલા પૈસાનો ઉપયોગ સારી જગ્યાએ કરશો. મિત્રોનો સાથ સહકાર મળશે.બુધની કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

With Mercury ruling, you will be in a position to finish off the work without getting bored. You will complete your work at a lightning speed. Saving something and investing it in a proper place will benefit you in long run. You will gain monetary benefits and will make good use of it too. Support and cooperation from friends looks very good. Pray ‘Meher Niyaish’ daily to get Mercury’s blessings.

Lucky Dates: 25, 26, 27, 28.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજથી તમને બુધ જેવા શુભગ્રહની દિનદશા શરૂ થયેલી છે તેથી 20મી ઓગસ્ટ સુધી તમને નાનુ પ્રમોશન-ધનલાભ મળીને રહેશે. તમારા માથા ઉપરનો બોજો ઓછો કરી શકશો. નવા કામ શોધતા હશો તો સફળ થશો. તમારો ફાયદો જ્યાં દેખાશે ત્યાં વધુ ધ્યાન આપશો. બીજાના સાચાસલાહકાર બનીને તેનું દિલ જીતી લેશો. તાકાત વાપરવાની જગ્યાએ બુધ્ધિથી કામ કરશો. ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 27, 29, 30 છે.

 

From today Mercury will start ruling you. Till 20th August, chances of small promotion and money gain are very bright. Burden on your head will be reduced. If you are trying to find new job, success will come your way. You will concentrate on the field where you see benefit. You will prove to be a good adviser for others. Instead of using power use brain to get things done. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates: 24, 27, 29, 30.

.

Leave a Reply

*