‘ધ નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિન્ગ આર્ટસ’ (એનસીપીએ) અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુઝેડઓ) ટ્રસ્ટ, નાટકના પ્રોડ્યુસરો અને દિગ્દર્શકો સાથે ‘લાફટર ઈન ધ હાઉસ-2’એ નકકી કર્યુ છે કે આપણા સમુદાયના સભ્યો જે થિયેટરના ઉત્સાહી છે પરંતુ નિયમિત દરે ટિકીટો ખરીદવા માટે અસમર્થ છે. તેમને 400થી વધુ ટિકીટો મફત આપવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રસિધ્ધ કલાકાર અદી મર્ઝબાનની યાદમાં આ નાટક તા. 8મી ઓકટોબર, 2017ના રોજે એનસીપીએમાં રજૂ કરવામાં આવશે.
ડબ્લ્યુઝેડઓ આવા જરથોસ્તીઓની યાદી તૈયાર કરશે. ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટના ચેરમેન દિનશા તંબોલી કહે છે કે ‘એનસીપીએ’ અને ‘લાફટર ઈન ધ હાઉસ-2’ના ક્રૂ મેમ્બરો ખૂબ ઉદાર છે. જે જરથોસ્તીઓ પૈસાના અભાવને લીધે નાટક જોઈ નથી શકતા તેઓને મફતમાં એન્ટ્રી અપાશે. અમારા તમામ લોકોની નિષ્ઠાપૂર્વક વિનંતી છે કે જેઓે નાટક જોવા માંગતા હોય તેવા લોકોએ જ પાસ લેવા. પાસને નકામા જવા દેવા નહીં. સભાગૃહમાં ખાલી બેઠકો હશે તો નાટક રજૂ કરનાર કલાકારો નિરાશ થશે.
સમુદાયના સભ્યો જેઓ નાટક જોવા માંગતા હોય અથવા તમે જેને જાણતા હો તેવા લોકોનું નામ તમે ‘ડબ્લ્યુઝેડઓ’ ટ્રસ્ટ ફંડમાં 1લી સપ્ટેમ્પર 2017 પહેલા લખાવી શકો છો અને તેઓના ચહેરા પર હાસ્ય લાવી શકો છો.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024