પ્રાર્થના: સવારે ઉઠીને કરવાનું પહેલું કાર્ય અને રાતે સૂતાં પહેલા કરવાનું છેલ્લું કાર્ય

Er. Darayesh Rustomjee Katrak

એરવદ કાત્રકે પ્રાર્થનાની જરૂરિયાત સમજાવી છે. પ્રાર્થના આપણા મગજને સવારે ખોલવાનું કાર્ય કરે છે. ‘સવારમાં જાગીને પથારીમાં બેસીને પગ જમીન પર રાખીને અષેમ વોહુની પ્રાર્થના કરો. પ્રાર્થનાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. જેનાથી તમે તમારા દૈનિક કાર્ય કરી શકો છો. તેવી જ રીતે રાત્રે સૂતા પહેલા પ્રાર્થના આપણા મગજને બંધ કરે છે. સરોશ યઝદને પ્રાર્થના કરો.

આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ?

એરવદ કાત્રક જવાબમાં કહે છે કે ‘મુખ્ય કારણ એ છે કે આપણે અહુરા મઝદાને તેના સાત સર્જન માટે આભાર માનવા પ્રાર્થના કરીએ છીએ જે સાતેયને આપણે એક યા બીજી રીતે જન્મથી ઉપયોગ કરીએ છીએ. તેઓ આ ભૌતિક અને આધ્યાત્મિક વિશ્ર્વના કર્તા અને મહાન છે તેમણે ભૌતિક વિશ્ર્વ બનાવ્યું તે અગાઉ માનવી, પશુ, અગ્નિ, ધાતુ, પૃથ્વી, પાણી અને છોડ બનાવ્યા. એરવદ કાત્રક પ્રાર્થનાની જરૂરત સમજાવતા કહે છે કે જેમ ચાના કપની રાહ જોઈએ છીએ તેમ પ્રાર્થના માટે કરવું જોઈએ. જેવી રીતે આપણે ચા બનાવવા સ્ટવ પાસે ઉભા રહીએ છીએ તેવી જ રીતે સાત અમેસાસ્પંદો. જેમ કે દૂધ, ચાની પત્તી તપેલીમાં જેમાં આપણે ચા બનાવીએ છીએ તે સઘળું છે. આપણે અન્ય ધર્મનો આદર કરવો જોઈએ પરંતુ આપણા ધર્મનું આચરણ કરવું જોઈએ. ઈશ્ર્વરને ધન્યવાદ વ્યકત કરવાની રીત એટલે જ પ્રાર્થના.

આપણી પ્રાર્થનાની શક્તિ

અવેસ્તા માંથ્રવાનીની પ્રાર્થનાનું મહત્વ કદી ઓછું ન આંકવું. આપણી પ્રાર્થના માત્ર અવેસ્તાન ભાષામાં હોવી જોઈએ અને બીજી આપણી પ્રાર્થનાના વિભાગ પાઝાંદ ભાષામાં થવા જોઈએ. અરદીબહેસ્ત યશ્ત દ્રષ્ટાંત તરીકે હીલીંગ પ્રેયર છે. હીલીંગ માટેની પાંચ પધ્ધતિ છે. જે અરદીબહેસ્ત યશ્તમાં અશો બહેસ્જો (હીલિંગ સચ્ચાઈ દ્વારા પ્રામાણિકપણું) દતો બહેસ્જો (જીવનમાં નિતીનિયમોનું પાલન કરવું) કરેતો બહેસ્જો (હીલિંગ સર્જિકલ પ્રોસીજર દ્વારા)

ઉર્વરો બહેસ્જો (હર્બલ મેડિસિન દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ) અને મંથ્રો બહેસ્જો (પ્રાર્થના દ્વારા સારવાર) પૂરી શ્રધ્ધા સાથે પ્રાર્થના કરો જે આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરીને આપણને સફળતા અપાવશે.

એરવદ કાત્રક આપણી ફરજિયાન (સ્વૈચ્છિક પ્રાર્થના) અને મરજિયાત (પ્રાર્થના પસંદગીની) ને સમૂહમાં પ્રોત્સાહન આપીને તેની સમજ પૂરી પાડીને અશો જરથુસ્ટ્ર કઈ રીતે બહેરામ યઝદને શારિરીક શક્તિ આપવા પ્રાર્થના કરી હતી અને તેમની ઈચ્છા પૂરી થઈ હતી તે જણાવે છે. તેઓ પાદયાબ (સ્વચ્છતા)ના મહત્વને વધુ ભાર સાથે જણાવે છે. તેમજ કસ્તીનું મહત્વ અને સ્વૈચ્છિક પ્રાર્થના પણ જણાવે છે.

સ્વૈચ્છિક પ્રાર્થનામાં હાવન ગેહ, કસ્તી કરવાની ક્રિયા, જસા મે અવંઘે મઝદા, સરોશ બાજ, ખોરશેદ અને મહેર નીઆએશ, દોઆ વિસ્પા હુમાતા, દોઆ નામ સેતાયશ્ને, ચાર દિશાનો નમસ્કાર, દાદાર અહુરામઝદાના 101 નામ, દુઆ તંદોરસ્તી. તમેણે પોતાની વાત સમૂહને ધન્યવાદ આપીને તેમજ યઝદાન પનાહ બાદ, દેરીઝો શાદ બાદથી સમાપન કર્યુ હતું.

– જમશેદ અરજાની

Leave a Reply

*