‘બોય’ આપવાનું મહત્વ શું છે અને કેબલામાં નવ વખત ઘંટડી કેમ વગાડવામાં આવે છે?
એરવદ હરવેસ્પ: બોય આપવાની ક્રિયા એ ઘણી મહત્વની છે જેનાથી ખરાબ શક્તિનો નાશ થાય છે. બોય આપતી વખતે આતશ નીન્યાએશ ભણાય છે અને દુશ્માતા, દુઝુકતા, દુઝવરશ્તા (ખરાબ વિચારો, ખરાબ શબ્દો અને ખરાબ કર્મો) ભણતા દુષ્ટતા અને નકારાત્મક શક્તિને દૂર કરવા એક શબ્દ પર ત્રણવાર ઘંટડી વગાડવામાં આવે છે અને જેના અવાજથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને આસપાસનું વાતાવરણ પવિત્ર બને છે. આ ક્રિયા કરતી વખતે (કાથી) સૂકા લાકડા અને સુગંધી લાકડું એટલે ચંદનના લાકડાને આતશ પાદશાહ સાહેબને અર્પણ કરવામાં આવે છે.
જરથોસ્તીઓ જ્યારે અગિયારીની અંદર અથવા બહાર હાજર હોય અને ઘંટડીનો અવાજ સંભળાય તો શું કરવું જોઈએ?
એરવદ ફરશોગર: જ્યારે બોયનું ભણતર થતું હોય ત્યારે ઉભા રહેવાની ખાસ કોઈ જરૂરત નથી અને બોયના સમયે જો જરથોસ્તીઓ ભણતા હોય તો ભણવાનું ચાલુ રાખવું જોઈએ. તમે કંઈ ભણતા ન હોવ તો યથા અહુ વરિયો જેટલું વધારે ભણી શકાય તેટલું ભણવું જોઈએ.
પ્રાર્થના વખતે માથાને ઢાંકવાનું મહત્વ શું છે?
એરવદ હરવેસ્પ: માથાને ઢાંકીને રાખવું એ જરથોસ્તી પોશાકનો એક મહત્વનો ભાગ છે. થોડીક પેઢીઓ પહેલા પારસીઓ દિવસ અને રાતના પોતાને માથાને ઢાંકી રાખતા હતા. સંસ્કૃતના સોળ શ્ર્લોકો જાદીરાણાને પઠન કરવામાં આવ્યા હતા ત્યારે એમાના એક શ્ર્લોકમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના અનુસાર માથું ઢાંકવું અને તે સમયથી જરથોસ્તીઓ દ્વારા અનુસરવામાં આવેલી એક પધ્ધતિ છે. સમય સાથે ફેરફાર થતા આ પ્રથા નાબુદ થઈ છે. મોટાભાગના પારસીઓ જ્યારે પ્રાર્થના કરતા હોય અથવા ધાર્મિક સમારોહ કે અગિયારીમાં જતી વખતે તેમનું માથું ઢાંકે છે.
શા માટે ફકત ટોપી અથવા સ્કાર્ફથી માથું ઢાંકવાની મંજૂરી છે.
એરવદ હરવેસ્પ: માથાને ઢાંકવાનો મતલબ છે કે આપણે ભગવાન સાથેના બંધનમાં છે. પ્રાર્થના દરમિયાન બધી ઉર્જાઓનો સંચાર આપણા આખા માથામાં થાય છે અને માથા પર ટોપી કે સ્કાર્ફ પહેરતા તે ઉર્જા બહાર નીકળી તેમનો વ્યય થતો નથી. તેથી માથું ટોપી કે સ્કાર્ફથી ઢાંકવું જરૂરી છે.
કયાં રંગની ટોપી કે સ્કાર્ફ પહેરવો? ટોપી કઈ રીતે સીવેલી છે તેનું ધાર્મિક રીતે કોઈ મહત્વ છે?
એરવદ ફરશોગર: માથાને સફેદ રંગથી ઢાંકવું મહત્વનું છે. પરંતુ કોઈપણ રંગ ચાલે. ટોપી કઈ રીતે પણ સીવાય હોય પણ તે આખા માથાને ઢાંકી શકે તેવી રીતે સીવાયેલી હોવી જરૂરી છે.
શું પ્રાર્થના કરતા આપણે આપણા પગ પણ ઢાંકવા જોઈએ કે ઉઘાડા પગે પણ પ્રાર્થના થઈ શકે છે?
એરવદ હરવેસ્પ: પ્રાર્થના કરતી વખતે જરથોસ્તીઓએ પોતાના પગ ઉઘાડા નહીં રાખવા જોઈએ. પગરખા પહેરવા જરૂરી છે. ઉઘાડા પગને જમીન પર કયારે નહીં મૂકવા. તમે ચાહો તો ફકત મોજા પણ પહેરી શકો છો. પ્રાર્થના દરમિયાન ઉર્જાઓ અને તરંગો શરૂ થાય છે અને બીન જરૂરી ઉર્જાઓ નીકળી પણ જાય છે જ્યારે આપણે આપણા પગ સીધા જમીન પર મૂકીએ. કસ્તી વખતે કરેલી પ્રાર્થના રદબાતલ બની જાય છે જો આપણે ઉઘાડા પગે જમીનને સ્પર્શ કરીએ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ‘કસ્તી તૂટી ગઈ’ જેનો મતલબ છે કે કસ્તી વખતની પ્રાર્થના રદબાતલ થઈ ગઈ.
ઘરમાં પ્રાર્થના કરવા માટે કંઈ જગ્યા સારી છે?
એરવદ ફરશોગર: ઘરમાં પ્રાર્થના કરવાની સૌથી સરસ જગા દીવાની સામે મોઢું રાખી બેસવું. પારસી ઘરોમાં 24 કલાક દીવો બળવો જરૂરી છે.
- 104th Sanjan Day Celebrations At The Sanjan Memorial Column - 16 November2024
- Panchgani’s Choksi Dar-e-Meher Celebrates 94th Salgreh - 27 April2024
- Ava Yazad Parab At Thana Patell Agiary - 30 March2024