પવિત્ર આત્માઓને સમર્પિત સુખ અને સંપત્તિનો એક મહિનો
જરથોસ્તી કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ફરવર્દીન મહિનો. આ મહિનો ફ્રવષિ અથવા ફરોહરને સમર્પિત થાય છે. જે સર્જનહારનું આદિરૂપ છે.
પારસી પરંપરાની રીતે ફરવર્દીનની શરૂઆત એટલે ફરોખનું સ્મણ જેનો મતલબ સુખ અને સંપત્તિ થાય છે. આપણે આપણી પ્રાર્થનામાં ‘માહ ફરોખ ફરવર્દીન’ની પ્રાર્થના કરીએ છીએ મતલબ સુખ અને સંપત્તિ.
સુખ અને સંપત્તિનો મહિનો જે ફ્રવષિને આપણા રક્ષક તરીકે સમર્પણ કરવામાં આવે છે. હિંદુઓ અથવા રોમન અને ગ્રીકો જેમ પિતૃઓને માને છે. તેવીજ રીતે ફવષિને આપણે દયાળુ આત્મા તરીકે માનીયે છીએ. જરથોસ્તીઓ ફ્રવષિ અથવા ફરોહરોને દેવદૂત તરીકે જૂએ છે. જે પવિત્ર અને સારા હોય છે. તેમને આપણે રૂવાન અને આત્મા તરીકે નથી જોવાના.
અવેસ્તાન શબ્દ ફ્રવષિનો શબ્દ ‘ફ્ર’નો અર્થ આગળ લઈ જવા માટે અને ‘વષિ’ એટલે આગળ વિકસવા માટે થાય છે. બીજા શબ્દોમાં જોઈએ તો ફ્રવષિ એટલે એક એવી શક્તિ જે અહુરા મઝદાની રચનાને આગળ વધારી વિકસાવે. જેનું અસ્તિત્વ રચના થયા પહેલાનું હતું. અહુરામઝદા અને તેમની ઉર્જા, અમશાસ્પેનતા અને યઝદોની પણ પોતાની ફ્રવષિ હોવાનું કહેવાય છે. ઝાડ-પાન, જાનવરો, પર્વતો અને નદીઓની પણ પોતાની ફ્રવષિ હોય છે. તેઓ મૃતકોની આત્માના રક્ષક તથા જીવંત આત્માઓને રક્ષણ સાથે માર્ગદર્શન પણ આપે છે.
ફરવર્દીનનું પરબ: ફરવર્દીન મહિનાના ફરવર્દીન રોજે જરથોસ્તીઓ દોખ્મા અને આરામગાહમાં પોતાના વ્હલાઓના ફ્રવષિઓ આગળ ભણવા જાય છે. સમુદાયના લોકો સાથે મળી જશન કરે છે. ત્યારબાદ હમબંદગી કરવામાં આવે છે પવિત્ર ફ્રવષિઓ માટે. સ્તુમનો કરદો ભણવામાં આવે છે અને ત્યારબાદ ફળ તથા ખાવાની વસ્તુઓ આપણા વહાલાઓના ફ્રવષિઓને અર્પણ કરવામાં આવે છે.
ફરવર્દીન મહિનાના પહેલા અઠવાડિયાના દિવસો:
માહ ફરવર્દીન, રોજ હોરમજદ
(નવું વર્ષ)
માહ ફરવર્દીન, રોજ અર્દીબહેસ્ત
(પવિત્ર રપિથવિનનો દિવસ)
માહ ફરવર્દીન, રોજ ખોરદાદ
(ખોરદાદ સાલ અને અશો જરથુસ્ટ્રનો જન્મદિવસ)
માહ ફરવર્દીન, રોજ અમરદાદ
(અમરદાદ સાલ અને ફ્રવષિને ઉજવવાનો દિવસ)
પવિત્ર રપિથવિન: જરથોસ્તી ધર્મમાં દિવસના 24 કલાકને પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે. જેને ગાહ કહેવામાં આવે છે. સુરજ ઉગે ત્યારથી બપોર સુધીનો ગાહ જેને હાવનગેહ કહેવામાં આવે છે. બપોરથી લઈને વહેલીને સાંજને રપિથવિન કહે છે. રપિથવિન દિવસનો બીજો પ્રહર એટલે બીજો ગાહ કહેવામાં આવે છે. નવા વર્ષના પ્રથમ દિવસથી જોવામાં આવે છે. (ફરવર્દીન મહિનાના હોરમજદ રોજથી સાતમાં મહિનાના છેલ્લા દિવસ સુધી એટલે માહ મહેર અને અનેરાન રોજના દિવસ સુધી) આવાં આઠમો મહિનો અને હોરમજદ રોજ જે છેલ્લો ગાથા છે. જેને રપિથવિનની જગ્યાએ બીજો હાવાન તરીકે જોવાય છે.
આ બધી આપણી જૂની પરંપરાઓ છે. જ્યારે દિવસો ટૂંકા હતા. નવા વર્ષના રપિથવિન ગાહમાં ઈજાવાની ક્રિયા જે નવા વર્ષના ત્રીજા દિવસે કરવામાં આવે છે. (રોજ અર્દીબહેસ્ત, માહ ફરવર્દીન)
ફરવર્દીન યસ્ત: ફરવર્દીન યસ્તમાં ફ્રવષિને અહુરા મઝદાના શુધ્ધિકરણ મદદગાર તરીકે ઓળખવામાં આવે છે. જે સારી રચનાઓનું રક્ષણ કરે છે. જેમકે જેમની મિત્રતા સારી છે, જે ઘરોમાં રહે છે અને એમને કોઈ નુકસાન ના કરે. જે લોકો સારા અને ઉચી ખ્યાતિ ધરાવે છે અને જેનું કોઈ નુકસાન નહીં કરે જેનાથી દુનિયાના અંધકારને પકડી રાખી પવિત્ર આતશનું રક્ષણ કરવામાં આવે છે.
- Celebrating The Winter Solstice - 21 December2024
- Homage To Amardad - 14 December2024
- Significance Of The Cross In Diverse Cultures – II - 7 December2024