રતન ટાટાની દેખરેખ હેઠળ, દિવાળીની સાચી ભાવનાથી ટાટા ટ્રસ્ટે દરેક ભારતીય માટે કેન્સર સારવારની સુવિધાઓને સુલભ બનાવવાના પ્રયત્નોમાં, ભારતભરમાં હોસ્પિટલોમાં સસ્તી કેન્સર સારવાર અને મકાન માટે રૂ. 1,000 કરોડનું ભંડોળ દાનમાં આપ્યું.
આસામ, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ટૂંક સમયમાં નવી હોસ્પિટલો જોવા મળશે. રતન ટાટાની અંગત દેખરેખ હેઠળ આ પ્રોજેકટ કેન્દ્ર સરકારને અન્ય તમામ જરૂરી સ્રોતો સાથે સહાયતા આપવાનું વચન આપે છે. પાંચ ઉલ્લેખિત રાજ્યોમાં કેન્સર-કેર સુવિધાઓ વિકસાવવામાં મદદ કરશે,પરેલની ટાટા મેમોરિયલ હોસ્પિટલ, જે હાલમાં દેશના ટોચના કેન્સર-કેર સેન્ટર છે, જે 60% થી વધુ કેસમાં ફ્રી અથવા અત્યંત ઓછા ખર્ચે સારવાર પૂરી પાડે છે, આથી ત્યાં મોટા પાયે વર્કલોડ થાય છે, જેના લીધે લાંબી રાહ જોવી પડે છે.
પરેલ સ્થિત ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં 700 પલંગ છે, દર વર્ષે 67,000 જેટલા નવા કેન્સરના દર્દીઓને સારવાર આપે છે. વાર્ષિક ધોરણે 4.5 લાખ ફોલો-અપ કેસોપણ જોવાય છે. મધ્ય પૂર્વ અને આફ્રિકાના લોકો પણ તબીબી સારવાર માટે મુલાકાત લે છે.
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024