પારસી સમયુદાયનું અસ્તીત્વનું જોડાણ સીધું મોબેદો સાથે જોડાયેલુ છે
હકીકત એ છે કે કોઈ પણ સમુદાય મજબૂત ધાર્મિક પાયા વગર જીવી શકે નહીં. તેમજ કોઈ પણ ધર્મમાં ધર્મગુરૂઓ વગર જીવી શકાય નહીં. આપણા પારસી સમુદાયોની સફળતા અને અસ્તિત્વ નિ:શંકપણે આપણા ધર્મ અને આપણા મોબેદો સાથે સીધી રીતે જોડાયેલા છે. આપણા આતશ બહેરામ અને અગિયારીની રચના આપણા પુર્વજો દ્વારા કરવામાં આવી હતી, જ્યાં તેમની પેઢી અહુરા મઝદાની પૂજા કરે તથા પુર્વજોએ આપેલા વારસાને સંભાળીને ભવિષ્યની પીઢી તેનો લાભ લઈ શકે.
આપણું પવિત્ર આતશ માત્ર અહુરા મઝદા સાથે જોડાયેલું નથી પરંતુ એ માર્ગદર્શક દળ છે જેની સફળતા સદીઓથી આપણા સમુદાયે હાંસલ કરી છે. આપણી પાસે ખુબ સમૃધ્ધ વારસો છે જેનો આપણને ગર્વ છે. બધા મનુષ્યોમાં શ્રધ્ધા હોવી ખૂબ જરૂરી છે. આપણા આતશની સંભાળ લઈ આધ્યાત્મિક માર્ગદર્શિકા અને આગેવાન તરીકે કાર્ય કરે છે. ધર્મશાસ્ત્રનું અધ્યયન કરનારનું એક જૂથ બન્યું જેને આપણે ‘આથ્રવન અથવા અથોરનાન’ આપણા માબેદો તરીકે ઓળખીયે છીએ. આપણા પૂજ્ય દસ્તુરજી કોટવાલે તાજેતરમાં લખ્યું છે કે, ‘જરથુસ્ત્ર પોતે જે સ્પષ્ટ રીતે ધર્મગુરૂની જરૂરિયાતની રૂપરેખા દર્શાવે છે જે પોતાની ફરજનો ખ્યાલ રાખે અને સત્ય સાથે જેનો સુમેળ હોય છે.’
પારસી સમુદાય માટે ખૂબ અગત્યનું છે કે યુવાન અથોરનાન છોકરાઓ ‘નાવર અને મરતાબ’થી શરૂઆત કરી આગળ વધી ધાર્મિક ક્રિયાઓ કરવી અને આખા સમયના મોબેદ નહીં બની શકે તો કંઈ નહીં પણ જયારે પણ સમય મળે તે રીતે ભાગ લેવો. પારસી સમુદાય, ‘મોબેદો’ની તીવ્ર અછત અનુભવી રહ્યા છે, ચોક્કસપણે આ મુદ્દાને અગ્રતા ધોરણે સંબોધિત કરવાની જરૂર છે.
આવા કટોકટીના પળે દસ્તુરજી કોટવાલએ લખ્યું છે કે, ‘સમજદાર, સુશિક્ષિત પારસી વચ્ચે એક મોટી ચિંતા છે કે જે ધર્મગુરૂ વર્ગને બચાવવા માટે સખત પગલા લેવાવા જોઈએ જે લુપ્ત થવાના જોખમમાં છે, અને જ્યાં સુધી આપણામાંના કોઈ પ્રતિનિધિત્વ નહીં કરે તો આપણે આપણા સમુદાયને જોખમમાં મૂકીશું.
ખૂબ જ ચિંતાની વાત છે કે આપણા આતશ બહેરામ અને અગિયારીઓ મોબેદોની અછતને કારણે પ્રભાવિત થઈ શકે છે અને સમાજ દ્વારા ટોચની અગ્રતા તરીકે સંબોધિત કરવાની જરૂર છે. ટીમ જિયો પારસીને એક વિનંતી છે કે તેમણે આ દુવિધાને માન આપી અને જીયો મોબેદને તેમના જીયો પારસીની શાખા સાથે જોડી રજૂ કરવી જે એક ખૂબ અગત્યનું પગલું ગણાશે.
- Hep Grannies, Swingin’ Grandpas!’ - 10 August2024
- Adarji Angrez! - 16 March2024
- V-Day – The D-Day! - 10 February2024