મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
મેષ: અ.લ.ઈ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે જાણતા કે અજાણતા કોઈ સારા કામ કરી લેશો. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. તમારા કરેલા કામમાં તમને સેટીસફેકશ મળશે. ઉતરતી ગુરૂની દિનદશાથી ધર્મના સ્થળે જવાનો ચાન્સ મળશે. ઘરવાળાની પાછળ ખર્ચ કરવામાં આનંદ મેળવશોે. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 2, 5, 6, 7 છે.
With Jupiter ruling over you, knowingly or unknowingly, you will do good deeds. A good week financially. You will be satisfied with work and may get a chance to visit your religious place. You will be happy to splurge on family members. Pray ‘Srosh Yasht’ every day without fail.
Lucky Dates: 2, 5, 6, 7
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. હવે તમારા બગડેલા કામને સુધારવાનો ચાન્સ મળી જશે. કોઈક જગ્યાએ ફસાયેલા નાણાને પાછા મેળવી શકશો. રોજબરોજના કામમાં વધુ ફાયદો થશે. નવા કામ મળવાના ચાન્સ છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ આવશે. દરરોજના ભણતરની સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.
Jupiter’s rule till 22nd January brings your life back on track. You will be able to retrieve your money. Routine work will bring profits. A new job opportunity is indicated. Time for celebrations at home. With your routine prayers, pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 3, 4, 5, 8
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી તો શનિની દિનદશા ચાલશે તેથી મેરેજ લાઈફ, લવ લાઈફ કે શોસિયલ લાઈફમાં મુસીબત આવતી રહેશે. શનિ તમને શારિરીક બાબતમાં પરેશાન કરી મુકશે. સાંધાના દુખાવાથી પરેશાન થઈ જશો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. માથા પર ચિંતા બોજો રહ્યા કરશે. ખોટું ઈનવેસ્ટમેન્ટ કરી નાખશો. શનિને શાંત કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 5, 6 છે.
Saturn rules you till 26th December. Pay attention to your marriage, love and social life. Take care of your health, especially if you are suffering from joint pains. Expenses could increase. Deal with stress and tension positively. Be careful while investing money. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 2, 3, 5, 6
.
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી આ અઠવાડિયામાં તમે ગામ-પરગામથી કોઈ મનને આનંદ મળે તેવા સમાચાર મળીને રહેશે. નાણાકીય પરિસ્થિતિને સુધારવા માટે સીધો રસ્તો મળી જશે. રોજબરોજના કામ કાજ જલદીથી પુરા કરી લેજો. મિત્રોની સાચી સલાહ મળવાથી ધનલાભ મળશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 5, 7, 8 છે.
Mercury rules you till 19th December, bringing in delightful news. You will find an easy way out of financial situations. Complete your tasks efficiently. Heeding a friend’s advice can bring financial profits. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 3, 5, 7, 9
LEO | સિંહ: મ.ટ.
તમને બુધની દિનદશા 24મી જાન્યુઆરી સુધી ચાલશે તેથી તમારા કામકાજને વધારવા માટે બહાર જવાનું થાય તો તે ચાન્સ જવા દેતા નહીં. ચાલુ કામમાં મોટો ધનનો ફાયદો મળીને રહેશે. નવા મિત્રો મળશે. જે પણ વિચાર કરશો કે પ્લાનીંગ કરશો તે લાંબા ગાળા ફાયદો થાય તે વિચારી કરજો. ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Mercury rules you till 24th January. If you have to travel due to work, make the most of that opportunity. Your current work will bring in huge profits. You will make new friends. Make long term beneficial plans. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 3, 4, 5, 6
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારો સ્વભાવ ખૂબ જ ચીડીયો થઈ જશે. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા ગુસ્સા પર કંટ્રોલ નહીં રાખો તો તબિયત ઉપર તરત અસર કરશે. તાવ-શરદીથી તથા હાઈપ્રેશરથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. મંગળને શાંત કરવા માટે રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 4, 7, 8 છે.
Mars rules you till 24th December. Try to control your irritation and anger. Take care of your health and consult a doctor immediately, especially if you’re suffering from cold, fever or high pressure. Pray ‘Tir Yahst’ every day.
Lucky Dates: 2, 4, 7, 8
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી ચંદ્ર તમને તમારા કામમાં જરાબી મુશ્કેલી નહીં આવા દે. તમારા મનને મજબૂત કરીને લીધેલા ડીસીઝનને ચેન્જ નહીં કરો. વધુ ધન મેળવવા માટે વધુ ભાગદોડ કરી શકશો. ચંદ્રની કૃપાથી ફેમલી ગેટ ટુ ગેધર જેવો કાર્યક્રમ કરવામાં સફળ થશો. નાણાકીય મુશ્કેલીને દૂર કરવા માટે કોઈની મદદ મળી જશે. ઘરનું વાતાવરણ વધુ સારૂ બનાવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.
The Moon’s rule till 26th December helps smoothen your life. You will stay firm on your decisions. You will work harder to earn more money. Family get-togethers will be fruitful. Someone will help you financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 3, 5, 6, 7
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા 4 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી બને તો આ અઠવાડિયામાં કોઈ પણ સહી સિકકાના કામ કરવાની ભૂલ કરતા નહીં. બાકી 6ઠ્ઠીથી ચંદ્રની દિનદશા તમને મનની શાંતિ આપવાની શરૂઆત કરી નાખશે. જે અટકેલા કામો હશે તે તમો 6ઠ્ઠીથી 24મી જાન્યુઆરી સુધી પાછા શરૂ કરી શકશો. આ અઠવાડિયામાં ‘યા રયોમંદ’ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 6, 7, 8 છે.
The Sun rules you for the next four days, so avoid any signing work. From the 6th, the Moon brings in peace. You will be able to commence pending tasks from the 6th to 24th January. Pray the 34th name, ‘ya Beshtarna’ 101 times.
Lucky Dates: 3, 6, 7, 8
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઓપોજીટ સેકસને મનાવી લેવામાં સફળ થઈને રહેશો. રોજના કામકાજમાં તમે તમારા કામો સારી રીતે કરી શકશો. નાણાકીય મુશ્કેલીને દૂર કરવામાં સીધો અને સાચો રસ્તો અપનાવીને તમારા કામ કરી લેશો. બીજાના મદદગાર બનીને રહેશો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Venus rules you till 16th December, helping you make-up for misunderstandings with people from the opposite gender. Routine work will move smoothly. You will find a straight and easy way out of your financial situation. Help others. Pray to ‘Behram Yazad’.
Lucky Dates: 2, 3, 4, 5
.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્ર તમને ભરપુર લીલા કરાવીને રહેશે. મોજશોખ વધી જવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર થઈને રહેશો. શુક્રની કૃપાથી ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. તમારા ઈશારાથી બીજાને સમજાવી શકશો. નવાકામ કરવાનો ચાન્સ મળે તો ગુમાવતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Venus’ rule brings in a lot of fun. A good week financially. You will help others. Love between spouses will increase. You will communicate effectively through gestures as well! Grab any opportunity to start a new venture. Pray ‘Behram Yazad’ every day.
Lucky Dates: 4, 5, 6, 7
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
6ઠ્ઠીથી શુક્રની દિનદશા શરૂ થશે તે તમારા બધાજ દુ:ખ હરી લેશે. તેમછતાં ઉતરતી રાહુની દિનદશા તમને અંધારામાં રાખી પરેશાન કરવાની કોશિશ કરશે. મનને શાંત રાખી જે પણ કામ કરવા માંગો તેમાં નેગેટીવ વિચાર ખૂબ જ આવશે. અજાણી વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખતા નહીં. આખુ અઠવાડિયું ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.
Venus rules you from the 6th, ending any misery. The descending rule of Rahu might trouble you but keep cool and stay positive. Do not trust anyone blindly. Pray to ‘Behram yazad’ every day.
Lucky Dates: 3, 4, 5, 7
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી ખોટા વિચાર ખૂબ આવશે. બનતા કામ બગડી જશે. તબિયતમાં બેદરકાર રહેતા નહીં. મોટી બીમારીમાં ફસાઈ જશો. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. આવક વધશે નહીં પણ જાવક વધી જશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. રાહુના જોરને ઓછું કરવા ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.
Rahu rules you till 5th January. Strive to stay positive. Work hard and do not worry about the results. Take care of your health. Avoid unnecessary expenses. Pray ‘Maha Bokhtar Nyaish’ every day.
Lucky Dates: 3, 4, 7, 8
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025