શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી યઝદી હમેશાં સંતરાં ખરીદતો.
સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો
અરે ડોશીમા, જુઓ તો, આ સંતરું ખાટું છે !
ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને કહેતી, જા રે બાવા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ!
થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યઝદી બાકીનાં સંતરાં લઈને આગળ ચાલ્યો જતો!
એની પત્ની રશ્નાએ આખરે એક દિવસ એને પૂછયું: ડોશીમાનાં સંતરાં તો હંમેશાં મીઠાં જ હોય છે, તો ય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો ?
યઝદીએ મુખ પર સ્મિત સાથે કહ્યું:
એ સાચું છે કે ડોશીમા હમેશા મીઠાં સંતરાં જ વેચે છે,પણ એ પોતે સંતરાં ખાવા પામતી હોય એમ મને લાગતું નથી. એટલે આવુ નાટક કરીને રોજ એને એક સંતરું ખવડાવવું મને બહુ ગમે છે!
સંતરાંવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈએ ડોસીમાંને પૂછયું:
સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ ચાખ કરે છે, ને તોય તું સંતરાં તોલે ત્યારે હમેશાં એને એક બે સંતરાં વધારે આપી દે છે, આવું કેમ?
ડોશીમાએ કહ્યું : એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું. રોજ એ સંતરું ચાખવાના બહાને એકાદ સંતરું અહીં મારા માટે મુકીને જાય છે.
એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક મા ની જેમ, આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે !
પ્રેમ ચેપી હોય છે.
જે આપશે એને મળશે જ!
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025