જરથોસ્તીઓના રીતે જીવન જીવવાની રીત

વૈજ્ઞાનિકો આજે આપણને સલાહ આપે છે કે વરસાદના જંગલોનું રક્ષણ કરવું, પાણીને દૂષિત ન કરવું વગેરે પરંતુ જરથુસ્ત્રે હજારો વર્ષો પહેલા આપણને આ બધું શીખવ્યું હતું.

હુમ્તા, હુખ્તા, હુવરશ્તા (સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો) આ ત્રણ શબ્દો હોવાછતાં જરથુસ્ત્ર ફકત એકજ શબ્દમાં આખો સારાંશ કહી જાય છે. ‘આશા’ જેના માટે વપરાય છે તે સત્ય, પ્રામાણિકતા, દિવ્ય આદેશ (કુદરતના નિયમો સાથે સુમેળ સાધતા) શુધ્ધતા (વિચારો, શબ્દો અને કર્મો) માટે વપરાય છે. યસ્ના માટે જણાવવામાં આવે છે કે ત્યાં ફકત આશા માટે રસ્તો છે. બીજા બધા માર્ગો ખોટા છે. હોશબામમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કે ‘શ્રેષ્ઠ સદગુણો દ્વારા, ઓ અહુરામઝદા અમે તને જોઈ શકીએ અમે તારી નજીક આવી તારી અનંત મિત્રતા પ્રાપ્ત કરી શકીએ.’ આ પ્રાર્થનાના આધારે આપણે ખાતરી આપીએ છીએ કે આપણે અહુરામઝદાને સમજવાની અને જાણવાની ઈચ્છા ધરાવીએ છીએ. આપણે સત્યના રસ્તા પર ચાલી આ ધ્યેય પ્રાપ્ત કરી અહુરામઝદાની મિત્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ.

આ આપણા ધર્મનું બીજુ સૌથી આકર્ષક લક્ષણ છે જેમા અહુરામઝદા  ગભરાવવા માટે ભગવાન નથી પરંતુ એક દિવ્યતા છે જેને આપણે મિત્ર બનાવી શકીએ છીએ. ધાર્મિક દ્રષ્ટિએ પારસીઓ ગરીબીને દુષ્ટતાના દુ:ખની સાથે સરખાવે છે. ગરીબી, ઈચ્છા, રોગ અને માનવીય દુ:ખને દૂર કરવા એ ફકત ધાર્મિક ફરજ કે પારસી સંસ્કૃતિનો ભાગ નથી પરંતુ આધ્યાત્મિક યોગ્યતા દ્વારા એ દુ:ખને દૂર કરવાનું છે.

ધાર્મિક પરંપરા અનુસાર પ્રત્યક્ષ કે પરોક્ષ કરી સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ છે તે બાબત નોંધપાત્ર હોય છે. પરંતુ પારસીઓ મૂળભૂત રીતે સંપત્તિને હકારાત્મક માનતા હોય છે. તેને પ્રામાણિક રીતે હસ્તગત કરવી જોઈએ તથા તેનો ઉપયોગ પણ પ્રામાણિક રીતે કરવો જરૂરી છે. જરથોસ્તીઓએ મુક્તિ માટે બ્રહ્મચર્યનું પાલન કરવાની પણ જરૂર નથી હોતી. હકીકતમાં યોગ્ય સમયે લગ્ન કરી કુટુંબ વધારવું તે આધ્યાત્મિક ગુણવત્તાના કાર્ય છે. જરથોસ્તીઓ માટે વિશ્ર્વનો ત્યાગ કરી સન્યાસી જીવન જીવવું એ એક પાપ તરીકે ગણવામાં આવે છે.  જીવન એ અહુરામઝદાની ભેટ છે અને તેનો આનંદ લેવો જોઈએ.

2018 માટેના નવ હકારાત્મક સમર્થન/રિઝોલ્યુશન

ચાલો આપણે એક સમુદાય તરીકે ખાતરીપૂર્વક નિશ્ર્ચિય કરીએ જેનાથી જરથોસ્તીઓને તાત્કાલિક અસર થાય

1) આપણી શક્તિઓ પર જ નિર્ભર રહી કામ કરવાનો પ્રયત્ન કરો અને આપણી નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરો, કારણ કે ફક્ત આપણી શક્તિ છે જે આપણી નબળાઈઓ સુધારવા માટે આપણ ને તાકાત આપી શકે છે.

2) આપણા સમુદાયની સંસ્થાઓ પર ઓછો આધાર રાખી પોતાના બળ પર જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. ધર્માદા અથવા વારસાના માર્ગે આપણને જે મળે છે તે કદાચ સરળ રીતે આવવાની સાતે સરળ રીતે જતું પણ રહે છે. આપણે પોતે કરેલી કમાઈ દ્વારા જ તેનું સાચુ મુલ્ય સમજી શકીએ છીએ.

3) સામાજિક અને આર્થિક ફેરફારો માટે તૈયાર રહો, પરંતુ આપણા મૂલ્યો, સિદ્ધાંતો અને સંસ્કૃતિ અથવા ઓળખની કિંમત પર નહીં. જેમ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, ‘તમારે તમારા મનની બારીઓ અવશ્ય ખોલવી જોઈએ પરંતુ પવનથી તમારા પગ ડગમગાવવા નહીં જોઈએ.’

4) સહનશીલ બનવાની કોશિશ કરો. ચાલો એ હકીકત સ્વીકારીએ કે આપણી પાસે ધર્મના સૌથી શ્રેષ્ઠ મુદ્દાઓ પર પરંપરાગત અથવા ઉદાર દૃષ્ટિકોણો છે. જો કોઈ સાથી જરથોસ્તી પારસી પારંપરિક અથવા ઉદારવાદી છે અથવા તેના ઉછેરના પગલાથી, તો તેના વ્યક્તિગત અભિપ્રાયનો આદર કરીએ. કોઈ જરથોસ્તી ઉદાર છે અને તે/તેણીના ઉછેર માટે જવાબદાર છે, તો તેના વ્યક્તિગત અભિપ્રાયનો આદર કરવો જોઈએ.

5) બધા પ્રશ્ર્નોના જવાબ આપવાનું શીખો. યોગ્ય મૂલ્યાંકન અને શાંત મન સાથે સામાજિક, આર્થિક અથવા ધાર્મિક તથ્યોના આધારે પ્રતિક્રિયા આપો.

6) અંગત ઉન્નતીકરણ માટે સંસ્થાઓ અને સંગઠનો બનાવવાને બદલે સમુદાય માટે નિર્માણ કરો.

7) આપણા યુવકોને ઉત્તેજન આપવાનો પ્રયાસ કરો, તેમને ધમકાવવાને બદલે તેમની હોશિયારી અને સર્વોત્તમ અનુભવનો ઉપયોગ કરવા માટે તેમને મદદ કરો.

8) એકબીજાની વિરુદ્ધમાં લડાઈ કરવા માટે ઊર્જાનો ઉપયોગ નહીં કરો તેના બદલે પોતાની ઉર્જાનો ઉપયોગ કોઈ પ્રયોજનમાં કરો.

9) સકારાત્મક અને અડગ રહેજો, ભલે ગમે તે સંજોગો અને પરિસ્થિતિઓમાં આપણે ઘેરાયેલા હોઈએ. યાદ રાખો કે, તમે કોઈવાર ખોટા પણ હો તો પણ તમને તમારી જાત પર પૂરતો વિશ્ર્વાસ હોય છે.

અહીં દરેકને નવા વર્ષની શુભેચ્છા! 2018ના વર્ષમાં સમુદાયના પારસીઓ તમામ બાબતોને ઉકેલવા તથા દરેક પડકારોને ઝીલવા સાથે આવે!

Noshir H. Dadrawala
Latest posts by Noshir H. Dadrawala (see all)

Leave a Reply

*