ગુલકંદ

ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ રાખી શકાય. નિયમીત ગુલકંદ લેવાથી શરીરનો વર્ણ ઉઘડે છે, પાચનની તકલીફ રહેવા પામતી નથી. પુરૂષોમાં વીર્યવૃધ્ધિનં કાર્ય ગુલકંદ કરે છે. લોહીવિકારમાં ઉત્તમ ઔષધ છે, ગુલકંદ. નેત્રરોગ-ત્વચારોગ વગેરેમાં પણ ગુલકંદ ઘણું ઉપયોગી છે.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*