‘બંદગી’નો અર્થ શું છે? કુદરતની સેવા કરવા માટેની ખાહેશ પૂરી પાડનારી મારફત તે  ‘બંદગી’

ઈન્સાને બંદગી કરવી જરૂરી છે. બંદગીનો મતલબ હાંસેલ કરવાની ઈચ્છા. ઈન્સાન મીનીટે કઈ અને કંઈ ખાહેશ રાખ્યાજ કરે છે. તેનું મન એમ ચલીત જ છે. આવી ચલીત ગતી જે મનની છે તેને ‘તેવી પી’ કહે છે, જે ભલી ગોસ્પંદી-‘ગવ’ના સ્વભાવની, પરમાર્થી, બીજાને માટે પોતાનું અર્પણ કરનારી  હોય અથવા સ્વાર્થી એટલે બીજાંને ભોગેબી પોતાનું જ જોનારી ખરફસ્ત્રી હોય. આમ ત્યારે દરેક ઈન્સાન મીનીટે મીનીટ-ના સેંકડે સેંકડ બંદગીમાંજ, ન્યાઝમંદ હાજતમંદ હાલતમાંજ રહે છે. આવી બંદગીવાલો મીજાઝ જો ગોસ્પંદી હોય તો  તે ઈન્સાનનેબી ગોસ્પંદ કહે છે. અને જો ખરફસ્ત્રી, સ્વાર્થી, બીજાને મારીને જીવનાર હોય તો તે ઈન્સાન ખરફસ્તર કહેવાય છે. દરેક ઈનસાનની અકકલ અને મતી હદવાળી ટૂંકી અને અજ્ઞાનતાવાળી હોય છેજ. જો તેની અકકલ-મતી તેવી હતે નહી તો પછી તે હાજતબંદ-આશા નીરાશાવાળો હતે નહી અને તેને બંદગીની જરૂર હતે નહીં. ત્યારે તેના બાબમાં ભલું-બુરૂં શું છે તેનું તોલ તેની તેવી અકકલ કરી શકે નહીં. તે જે કંઈ ઈચ્છે છે તે જો ખરફસ્ત્રી હોય, તો તેવી ઈચ્છાની બંદગીમાં તેની વૃધ્ધિ નથી. માટે પોતાને હાથે ઉભી કરેલી બંદગી કંઈ ખરી મીનોઈ વૃધ્ધિ કરી આપે નહીં. ઈન્સાનમાં રહેલા ભુલાવાને ‘દ્રવાઓ’ કહે છે. જેમાંથી વોહુન એટલે શરીરની તબે (એટલે જુદા જુદા ભાવ-રંગો દેખાડતી જન્મથી પેદા પડતી અંદરની જાહેર કુદરત; ટૂંકમાં સ્વનો પોતાનો (ભાવ-સ્વભાવ) ઉભો  થાય છે અને ઈન્સાનમાં રહેલો જીવ જે જીવડાવે છે તેને ‘ગવ’ કહે છે. ‘ગવ’=જીવ હમેશા પરોપકારી વૃત્તિ રાખે છે જે વોહુનનો ભાર ખમી ‘વોહુન’ની અજ્ઞાનતાને દૂર કરાવવા, વોહુનને અકકલ આપવાની મૂળ ખાહેશ રાખવા શરીરમાં ફરી રહે છે. ત્યારે વોહુનનાં ખરફસ્ત્રી મીઝાઝવાલા મનમાં ખુદ-પરસ્તી અને તરો મઈતી હોવે તે બેખબર રહે છે. એટલે કુદરતમાં જે કંઈ તેને માટે સાચ્ચુ બરહક છે તેને નહીં પુગી શકવાની ગતી એટલે ટૂંકી અને તેટલા માટે તુંદ ગતી રહે છે. આવા સામાન્ય મીઝાઝનો ઈન્સાન પોતે જે કંઈ બંદગી કરે તેમાં સ્વાર્થનું જ તત્વ રહે છે જેથી વૃધ્ધિ થઈ શકે નહીં.

બંદગીના ભણતર માટે યકીન, એતકાદની જરૂર ભણતરોના શબ્દાર્થ ઉપરાંત તેની ભેદ, તાવીલ, નીકીઝ જાણવાની જરૂર છે.

આ યશ્તો-નીઆએશ વિગેરે જે અવસ્તા આપણી પાસે છે તેઓ એક દુરસ્ત-બાંધેલી ચીજ છે. જેમ એક ડોકટર પોતે પ્રીસ્ક્રીપ્શન લખીને દરદીને આપે છે અને દરદી તે પીને ફાયદો મેળવે છે તેમ આ ભણતરો પ્રીસ્ક્રીપ્શન રૂપની બાંધેલી વસ્તુ છે જે ભણવાથી રૂવાનને તન-મનને ફાયદો મળે છે. ડોકટરની દવા પીતી વખતે પીનાર દરદી કાંઈ દવા શી છે, કઈ છે તેના ગુણો શું છે એમ વિચાર કરી દવા પીતા નથી પણ તે તો ડોકટરની ઉપર ભરોસો મૂકીને ફાયદો ખુદા કરે એમ ઈચ્છીને દવા પીએ છે. આવી જ રીતે અવસ્તામાં ભણતરોને દીન ઉપરના પુરા વિશ્ર્વાસથી ભણવાના છે. જેમ ડોકટરના નુસ્ખાની અંદરની દવાના ગુણો શા હશે તે જાણવાનું જ્ઞાન, ઝાડપાલા વિગેરેનું જ્ઞાન, જેને અંગ્રેજીમાં મેટીરીઓ મેડીકા કહે છે તે જ્ઞાન રહે છે, તેમ આ ભણતરોના ભેદ જાણવાનું જ્ઞાન જુદુંજ રહે છે. જેને નીકીઝ-તાવિલ ઉકેલામણ કહે છે. આમ આ આપણા ભણતરોને સાધરણ રીતનાં સાહિત્ય તરીકે લેવાના નથી પણ એક બાંધેલી કાર્યસાધક વસ્તુ ‘સુખ’ તરીકે લેવાનાં છે.

Leave a Reply

*