માન્યતા: બોયની ક્રિયા બેસીને કરવી કે ઉભા રહીને કરવી? કેટલાક કહે છે કે બોયની ક્રિયા દરમ્યાન દ્રુષ્ટતાને દૂર કરવામાં આવે છે અને જો તે ઘંટડી વગાડતા ઉભો રહે તો દ્રુષ્ટતાને માન આપવા સમાન છે.
હકીકત: બોયની ક્રિયા વિધિવત જરથોસ્તી મોબેદો દ્વારા ચોવીસ કલાકમાં આવતા પાંચ ગેહ દરમ્યાન કરવામાં આવે છે. પર્શિયામાં બુઈ દાદાન કરવામાં આવે છે જેનો અર્થ ‘સુગંધ’ અર્પણ કરવાનો થાય છે. આ ક્રિયામાં બેસવું કે ઉભા રહેવું તેવું કોઈ પારસી લખાણમાં જણાવાયું નથી. પરંતુ ધાર્મિક રીતે આતશને જરથોસ્તી ધર્મગુરૂઓએ ઉભા રહીને જ આતશ નીઆએશ અર્પણ કરેે છે. બોયની ક્રિયા કરતી વખતે પારસી ધર્મગુરૂઓ ઘંટડી વગાડવાની સાથે ‘દુશ્માતા, દુઝુખતા, દુઝવરસ્તાનું મંત્રોચારણ કરે છે. જેનો અર્થ ‘ખરાબ વિચારો, ખરાબ શબ્દો અને ખરાબ કાર્યો થાય છે. કેટલાક આનો અર્થ દ્રુષ્ટાતાને માન આપવું એમ પણ કરે છે. પ્રાર્થના કરવા માટે અગિયારી જે સૌથી પવિત્ર સ્થાન છે અને તે જગ્યાએ શું દ્રુષ્ટતાના પરિબળો હાજર રહી જ શકતા નથી?
ઘંટડીના અવાજ સાથે ધર્મગુરૂઓ દ્રુષ્ટતાના પરિબળોને હાકી કાઢે છે અને અગર કોઈ પ્રાર્થના કરતી વખતે ઉભું થાય તેનો અર્થ એ નથી કે દ્રુષ્ટતાને આદર આપીયે. આપણે પવિત્ર આતશ પાસે ઉભા રહી પ્રાર્થર્ના કરતા પવિત્ર આતશને માન આપીયે છીએ અને દ્રુષ્ટતાના પરિબળોને આ દુનિયામાંથી દૂર ભગાવી દઈએ છીએ.
માન્યતા: શું જરથોસ્તીઓ આતશને પૂજનારા છે?
હકીકત: જરથોસ્તીઓના દ્રષ્ટિકોણથી અગ્નિ જે જીવન અને પ્રકાશ આપનારા છે. અંધારૂ અને દ્રુષ્ટતાનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. અંધકાર એટલે ફકત પ્રકાશની અને ખરાબ તત્વની ગેરહાજરી. જેમ અગ્નિ અંધકારને દૂર કરે છે તેમ આપણા સારા વિચારો અને સારા કાર્યોથી દ્રુષ્ટતા દૂર થઈ જાય છે. દંતકથાઓ અનુસાર ઐતિહાસિક સમયમાં શાહ હોશાંગ દ્વારા આગની શોધ થઈ હતી. ફિરદોશી તુસીના શાહનામામાં (રાજાઓની પુસ્તક)માં જણાવાયું હતું કે તેઓને આતશ પૂજનારા તરીકે નહીં ઓળખો પણ તેઓ આતશના થકી દેવોને પૂજનારા છે. હકીકતમાં જરથોસ્તીઓ જ્યારે આતશની પૂજા કરે છે જેનો મતલબ તેઓ આતશ થકી અહુરામઝદાને પ્રાર્થના અર્પણ કરે છે.
માન્યતા: શું પાંખવાળા માનવ ખરેખર પારસી પ્રતિક છે અને તે અશોફરોહર, ફ્રવશી અથવા પવિત્ર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે? શું તે અહુરામઝદાનું નિરૂપણ છે?
હકીકત: સૌથી જૂના અશોફરોહર માઉન્ટ બેહિસ્ટન (ઈરાનમાં કેરમાનશાની નજીક)માં સમચોરસ આકારની પાંખ ધરાવનાર સૌથી જૂનું નિરૂપણ છે. વક્ર પાંખો ધરાવતું પર્સીપોલીસમાં મળી શકે છે. બેહિસ્તૂન અને પર્સીપોલીસના કોતરકામો બે હજાર પાંચસો વર્ષ જૂના છે. પર્સિયન અને ઈજ્પિશિયન લોકો ‘પાંખવાળા સુર્ય’ના પ્રતિકનો ઉપયોગ કરતા હતા પરંતુ આસારિયન તેઓ કરતા પહેલા લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વે જ આ પ્રતિકોનો ઉપયોગ કરતા હતા. તમામ શકયતાઓમાં અચમેનિયમ રાજાઓ દારાયસ અને ઝર્કસીસ એ કદાચ આ પ્રતિકો ઈજ્પિશિયન અથવા આસારિયન પાસેથી ઓછીના લીધા હશે કારણ કે બન્ને દેશોના 28 જેટલા રાષ્ટ્રોપર દારાયસ અને ઝર્કસીસે શાસન કર્યુ હતું.
ઉપરાંત, રસપ્રદ રીતે આ પ્રતીકનો ઉપયોગ અચીમેનિડ સમયગાળા દરમિયાન જ કરવામાં આવ્યો હતો. પાર્થીયનોે કે સાસાનીયન લોકો જે અચમેનિયમો કરતા વધુ સમયથી શાસન કરતા હતા, તેઓએ પણ આ પ્રતીકનો ઉપયોગ કર્યો નહોતો. સાસાનીયન સમયમાં ઝોરાસ્ટ્રિયનિઝમજ ઈરાનનું રાજ્ય ધર્મ હતું. પરંતુ આ પ્રતીકનો ઉપયોગ કોઈ પણ સિક્કો, ધ્વજ અથવા તે સમયના કોતરણી પર થતો ન હતો. આ પ્રતીક ભારતના પ્રારંભિક પારસી વસાહતીઓને માટે પણ અજાણ હતા. આ ઉપરાંત ફ્રવશીમાં પુરૂષના માથાઓ ચિત્રિત જોવા મળે છે જ્યારે અવેસ્તામાં સ્ત્રીઓના. આમ આ ચિન્હોનું પ્રતિનિધ્તિવ અનિશ્ર્ચિત છે અને આ પ્રતિક મૂળમાં પર્સિયન નથી.
અલબત્ત ખૂબ સર્જનાત્મક અને પ્રેરણાદાયક થીમ છે, તેથી તેને પહેરો કે લટકાવો અને લોકોનું ધ્યાન ખેંચી શકો છો. પરંતુ યાદ રાખો કે તે મૂળમાં ફારસી નથી. અહુરા મઝદા અને ફ્રવશી જેઓ અમૂર્ત છે તમે તેમને પોતાની રીતે કલ્પી શકો છો.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024