સ) નવજોતની ક્રિયા કરતી વખતે ધર્મગુરૂઓ પવિત્ર કસ્તી બાંધતી વખતે બાળકોનો હાથ શા માટે પકડે છે?
જ) ધર્મગુરૂઓમાં ચુંબકત્વની શક્તિ હોય છે અને તે ચુંબકત્વ બાળકમાં સ્થાનાંતરિત કરે છે. જે પવિત્ર સદરો અને કસ્તી સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલું હોય છે.
સ) નવજોત પછી બાળકની શી જવાબદારીઓ હોય છે?
જ) નવજોત પછી બાળક જીવનના નવા તબક્કામાં પ્રવેશે છે. જેનાથી નૈતિક અને આધ્યાત્મિક ઉધ્ધાર થાય છે.
સ) નવજોત સમારંભમાં બાળકે શું કબૂલાત કરવાની હોય છે?
જ) બાળક માઝદયસ્ની ધર્મ પર પોતાની શ્રદ્ધા જાહેર કરે છે.
સ) સુદરેહ કોને કહેવામાં આવે છે?
જ) સુદરેહ શબ્દનો અર્થ સાચો અને લાભદાયક છે અને જે સારા કે સૌથી પ્રતિકૂળ સંજોગોમાં પણ સતત માઝદયસ્ની ધર્મની યાદ અપાવે છે.
સ) સુદરેહ શેના વડે બનાવેલ છે?
જ) સુદરેહ સફેદ સુતરાઉ મુલાયમ દોરાથી બનાવેલ છે સફેદ જે શુધ્ધતા દર્શાવે છે. જે માઝદયસ્ની ધર્મનું પ્રતિક છે.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024