લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

(ગયા અંકથી ચાલુ)

1874માં મુંબઈમાં થયેલું રમખાણ:

મરહુમ શાપુર દેસાઈએ ‘પારસી પંચાયતના ઈતિહાસમાં’ સ્પષ્ટપણે 1874ના રમખાણો અને મૂળ તેની પડતીનું વર્ણન કર્યુ હતું.

રૂસ્તમજી હોરમસજી જાલભોય યુવાન ફ્રીલાન્સર હતા અને અંગ્રેજી સાહિત્યના સારા જાણકાર હતા. તેમણે ગુજરાતી ભાષામાં ‘રીનાઉન્ડ પ્રોફેટ’ કરીને એક પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. જેમાં પ્રોફેટ મહોમ્મદ માટે કંઈક નકામો સંદર્ભ લખાયો હતો. આ પુસ્તક 1873ના મધ્યમાં પ્રકાશિત થયું હતું અને તેની પ્રતિક્રિયા 10 મહિના બાદ થઈ હતી. જો કે તે એક રહસ્યજ રહ્યું છે. 1874ના ફેબ્રુઆરી મહિનામાં એવી હવા પસરવા પામી હતી કે મોહમેદાન્સ (પ્રોફેટ મહોમ્મદના અનુયાયીઓ) શાંતિનો ભંગ કરી રમખાણો કરવા માંગે છે. પોલિસ કમિશ્નર એફ એચ સાઉટર આ બાબદના જાણકાર હતા અને ટોપના ડીટેકટીવોને મોહમદાન્સ લોકોની પાછળ મોકલ્યા હતા અને જેમાના એક ને ખાન બહાદુર બનાવવામાં આવ્યો હતો. 1874ની 8-9 તારીખે ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલિસ, એડિંગ્ટને જાલભોયને પોતાની ઓફિસમાં સ્કાઉટરની હાજરીમાં બોલાવી મંગાવ્યા અને જણાવ્યું કે મોહમેદાન્સોએ જણાવ્યું છે કે તેઓની જાતના લોકો પારસીઓના ઘરો બાળી મૂકશે અને એ લોકોને ઈજા પહોંચાડી શકે છે. જાલભોયએ જણાવ્યું હતું કે જ્ઞાનના સંપૂર્ણ પ્રસાર માટે તેમણે આ પુસ્તક લખ્યું હતું. જાલભોયે જેટલી કોપી વેચાઈ નહોતી તેને ત્યાં જમા કરી હતી અને પુસ્તક

ખરીદનારોના નામ અને સરનામા જાણી તે પુસ્તકો પાછા મંગાવ્યા હતા. આગળની રૂમમાં રાહ જોઈ રહેલા મોહમેદાન્સોના પ્રતિનિધિમંડળને એડિંગ્ટને શું કર્યુ તે જણાવ્યું તે બાબદ શાંત રીતે સમાપ્ત થવી જોઈતી હતી પરંતુ અફવાઓ ચાલુ રહી હતી. શુક્રવારે 13મી તારીખે જુમ્માની પાર્થના પૂરી થતા મોહમેદાન્સો ખાસ સીદ્દીઓ અને અરબો બહાર આવી ‘દીન દીન’ બૂમ પાડવા માંડયા અને અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં જઈ પારસીઓના ઘરમાં હુમલો કર્યો અલાહી બાગમાં જઈ ત્યાંના પવિત્ર આતશને અપિવત્ર કરી પારસીઓના ઘરો, દરવાજા, બારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું જે તેમના માર્ગમાં આવ્યું તે તેઓ નષ્ટ કરવા લાગ્યા અને આવોજ બનાવ 14મી અને 15મી એ પણ બનવા પામ્યો. પારસીઓને ઘણું સહન કરવું પડયું. 15મી ફેબ્રુઆરીએ મોહમેદાન્સો દ્વારા અંતિમવિધિના બે સરઘસો કાઢવામાં આવ્યા અને તેઓએ પોતાનો વિસ્તાર ભિન્ડી બજારથી લઈ ભુલેશ્ર્વર, પારસીઓના વિસ્તારથી આગળ વધતા સોનાપુર જ્યાં તેઓની દફનવિધિ થતી હતી. એક હિન્દુ સાક્ષીદાર જે મંદિરનો રખેવાળ હતો તેના જણાવ્યા પ્રમાણે તેઓ લાકડીઓથી સજ્જ હતા. અગર પારસીઓએ પોતાની રીતે ગોઠવણ ન કરી હોત તો તેઓના ધોભીતલાવના બે આતશબહેરામ સલામત નહી હતે. પારસી શેઠિયાઓ અને પારસી પંચાયતના ટ્રસ્ટીઓએ ગર્વમેન્ટને મીલીટરી બોલાવવા વિનંતી કરી હતી કારણ કે ગર્વમેન્ટ આ કામ માટે નિષ્ફળ ગઈ હતી અને સ્કાઉટરનું પોલિસદળ પારસીઓ સામે કદાચ નારાજ હતું તેણે એકવાર એમ પણ કહ્યું હતું કે બધા પારસીઓને મારી નાખવા જોઈએ. મોહમેદાન્સોએ કહ્યું કે પારસીઓએ હુમલો કર્યો અને પારસીઓએ કહ્યું કે મોહમેદાન્સોએ હુમલો કર્યો. આખરમાં મિલીટરીને બોલાવવામાં આવી અને 21મી ફેબ્રુઆરીએ આ રમખાણનો અંત આવ્યો હતો.

1921માં મુંબઈમાં થયેલું રમખાણ:

જ્યારે 1921માં રાજકીય રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે સર ધનજીભોય બોમાનજી અને મુંબઈના શેઠિયાઓએ આતશબહેરામ અને અગિયારીઓને અપવિત્ર થતા બચાવી મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે સમયે પારસી નેતાઓએ બ્રિટીશસરકાર સાથે શાંતિની વાટાઘાટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ધનજીભોયે હથિયાર સાથે સ્વંયસેવકોને વિવિધ પૂજાના સ્થળોએ ફરજ પર સજ્જ રાખ્યા હતા.

સર ધનજીભોયે નૌકાદળ અને  મુંબઈ પોલીસ દળમાં ભારે પ્રભાવ પાડ્યો હતો. તેઓ અને તેમના  પત્ની બંને પશ્ર્વિમી સંસ્કૃતિ ધરાવતા હતા પરંતુ ધર્મની બાબદમાં તેઓ ફકત પારસી હતા.  તે સમયના અગ્રણી પારસીલોકોના એક પુસ્તક, ‘ભારતીય ભૂમિ પર પારસી ચમક’ તેમની પવિત્ર યાદોને સમર્પિત છે.

 

Noshir H. Dadrawala
Latest posts by Noshir H. Dadrawala (see all)

Leave a Reply

*