ઝોરાસ્ટ્રિયનોએ ફ્રીઓનાની નવજોત કરી

છેલ્લા અઠવાડિયે, પારસી ટાઇમ્સે ઝોરાસ્ટ્રિન વોટ્સ અપ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. સમુદાયના સેવાના ઉદ્દેશથી એક વોટસઅપ જૂથ રચવામાં આવ્યું હતું. પોતાની દીકરીની નવજોત કરવા એક પારિવારીક માતાપિતા નાણાકીય બાબતમાં અસમર્થ હતું. ઝિનોબીયા અને ઝુબિન પટેલની દીકરી ફ્રીઓના પટેલ જે બાઈ આવાંબાઈ પીટીટ હાઈસ્કુલની વિદ્યાર્થીની છે. બાઈ આવાંબાઈ પીટીટ ગર્લ્સ હાઈસ્કુલના બોડિંગ સેકશનના સુપ્રિટેન્ડન્ટ યાસ્મિન ચારનાની મદદથી તા. 27મી મે 2018ના દિને ફ્રીઓનાની નવજોત રૂસ્તમ ફરામના અગિયારી, દાદરમાં કરવામાં આવી હતી.
નવજોત સમિતિના પ્રયાસોના આધારે આ નવજોતનો સમારોહ યોજાયો હતો. રૂસ્તમ ફરામના અગિયારીના ટ્રસ્ટી નાશા જસાવાલા, અહુરા સપોર્ટના ટ્રસ્ટી હુતોક્ષી દુધવાલા, ઉદ્યોગસાહસિક યસ્ના દાદાચાનજી, કાનૂની નિષ્ણાંત દિલશાદ તવડિયા, સમુદાયના કાર્યકર્તા અને થિયેટર પર્સનાલીટી રૂમી ઝરીર, પ્રો. ફરેદૂન કાપડીયા જેઓ જુલાઈ 2017થી એપ્રિલ 2018 સુધીના સોર્સિંગ ફંડસમાં નિમિત્તરૂપ હતા. સભ્યોના સામૂહિક અને નિ:સ્વાર્થ પ્રયત્નો અને એરવદ કૈઝાદ કરકરિયાએ મફતમાં નવજોત કરી હતી.
સમુદાયના દુબઈના એક દયાળુ સભ્ય રૂમી સરકારી દ્વારા સોનાની ચેન, પેન્ડન્ટ, બંગડીઓ તથા છ ડિઝાઈનર ડ્રેસો ફ્રીઓનાને ભેટ રૂપે આપ્યા હતા તથા ફેલિનાઝ કલેકશનના યસ્ના દાદાચાનજીએ નવજોતનો ડ્રેસ ભેટ આપ્યો હતો. હુતોક્ષી, યસ્ના અને દિલશાદે નવજોતની શોપિંગ તથા તમામ વસ્તુઓની વ્યવસ્થા કરી હતી.
પારસી ટાઈમ્સ સાથે વાત કરતા પ્રોફેસર ફરેદૂને જણાવ્યું હતું કે ‘તેમને ગર્વ થાય છે કે જરથોસ્તી ધર્મમાં એક યુવાન જરથોસ્તી સામેલ થયું. અહુરા મઝદાના આશિર્વાદથી મારી ટીમ જેને હું ‘નવજોત ગ્રુપ’ બોલાવું છું. જેમણે આ કાર્યમાં ઉમદા ફાળો આપ્યો છે અને ભવિષ્યમાં આવાંજ ઘણા કાર્યો કરીએ તેવી પ્રાર્થના કરીએ છીએ.’ રૂસ્તમ ફરામના અગિયારીના મેનેજીંગ ટ્રસ્ટી નાશા જસાવાલા એ ઉમેરો કરતા જણાવ્યું કે ‘આ શુભ કારણ માટે જે ફાળો આપ્યો છે તે માટે તેઓ ઘણી ખુશી અનુભવી રહ્યા છે. મને ઝોરાસ્ટ્રિયન ગ્રુપનો એક ભાગ બનતા જાણે પરમ સુખ મળ્યું હોય તેમ લાગે છે. જેમાં 100થી વધુ સભ્યોનો સમાવેશ થાય છે અને પ્રોફેસર ફરેદૂન કાપડીયા દ્વારા થયેલી એક મહાન પહેલ છે.’
‘આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું અને આ તમામ સમિતિના સભ્યોનો હું ઋણી છું જેમણે મને મદદ કરી અને હું કેટલો રોમાંચ અનુભવી રહ્યો છું તે વ્યકત નથી કરી શકતો.’ ફ્રીઓનાના પિતાએ ભાવનાત્મક રીતે આભાર માનતા કહ્યું.
ફ્રીઓનાની નવજોતની ભવ્ય સફળતા ધ્યાનમાં રાખતા નવજોત કમીટી ગ્રુપ, નાણાકીય પરિસ્થિતિમાં નબળા પારસી/ઈરાની જરથોસ્તી બાળકોના માતાપિતાને નવજોત માટે ગોઠવણ કરી આપવા હમેશા તૈયાર રહેશે. આવી બીજી નવજોત જાન્યુઆરી 2019માં યોજવામાં આવશે એમ જણાવવામાં આવ્યું. આ સમિતિ એક ટ્રસ્ટની રચના કરવાની તૈયારીમાં છે. જેનાથી આગળ જતા આવા કાર્યક્રમો વધુ સારી રીતે કરી શકાય. ‘નવજોત કમીટી’ ગ્રુપને શાબાશી!

Leave a Reply

*