સમાજમાં ધનનું મહત્વ કેટલું છે

નાણાવગરનો નાથિયો ને

નાણે નાથાલાલ

ધન વગરનો ધનજી ને ધને ધનંજય

ગરથ વગરનો ગણેશિયો

ને ગરથે ગણેશભાઈ

પૈસા વગરનો પંસુ ને પૈસે પેસ્તનજી

ઉપયુકત ઉક્તિઓથી સમજાય જાય છે કે સમાજમાં ધનનું મહત્વ કેટલું છે. પૈસા વગરનો માનવી ગરીબ, બિચારો લાચાર ગણાય, જ્યારે પૈસાવાળા પુજાય અને ગરીબ મુંઝાય. પૈસા ફેકો ને જે જોઈએ તે પામો પરંતુુ પૈસો કંઈ એમને એમ પ્રાપ્ત થતો નથી, અનાયાસે મળી જતો નથી. સામાન્ય માનવ પરિશ્રમ કરી પરસેવો પાડી પૈસો પ્રાપ્ત કરે છે જો કે કેટલાક કમનસીબોને અનાયાસે મળી જાય છે.

કેટલાક અવળચંડા એમ કહે છે કે ‘પૈસો તો હાથનો મેલ છે’ એમ કહીને તેઓ લક્ષ્મીજીનું ઘોર અપમાન કરે છે. પૈસાનો આદર કરો પણ એને પરમેશ્ર્વર ન માનો. જે લોકો ધનને ધિકકારે છે તે લોકોને ધન પણ ધિકકારે છે. પૈસો નથી હોતો સારો કે નથી હો તો ખરાબ તમે તેનો કેમ ઉપયોગ કરો છો તે પર આધાર રહે છે. કંજૂસનું ધન જેમ કાંકરા બરાબર હોય છે તેમ ઉડાઉનું ધન ખાખરા બરાબર હોય છે. અતિ લોભ પાપનું મૂળ છે. મફતમાં મેળવી મફતલાલ ન બની શકો. ગેરરસ્તે મેળવેલું ધન અસલના લોકો જમીનમાં દાટતા જ્યારે આધુનિક યુગમાં ગેરમાર્ગે પ્રાપ્ત કરેલું ધન પરદેશની બેન્કોમાં જમા કરે છે જે ફકત શોભાના ગાંઠિયા જ બનીને રહે છે.

બિમારીમાં દવા લેવા આપણે દાકતર પાસે જવું પડે છે પણ ગરીબી એવી બીમારી છે કે તેની દવા લેવા બીજા પાસે જવાને બનલે આપણે પોતેજ તેના દાતર-વૈદ્ય-હકીમ બની તેનો ઉપચાર કરી જાતે જ હટાવી શકીએ છીએ. લક્ષ્મીજી પ્રાપ્ત કરવામાં અવરોધ આપણાં પોતાનાં અજ્ઞાન, આળસ અને કુવિચાર હોય છે.

તમે તમારા પરિશ્રમથી પ્રાપ્ત કરેલા પૈસા લાંચરૂશ્વત આપી અથવા લઈ કલંકિત કરશો નહી, લાંચિયા અને ચાંચિયા બન્ને સરખા.

લક્ષ્મીદેવીને મારા પ્રણામ

About  ધનજીશા રતનશા કાટપીટીઆ

Leave a Reply

*