રોજ સવારે બેગ માંથી લેપટોપ, ચાર્જર, માઉસ, યુએસબી કેબલ, હેડફોન, મોબાઈલ ચાર્જર કાઢીયે ત્યારે… સાલુ મદારી જેવું ફીલ થાય હો…
***
પતિ 45ના થાય એટલે પત્નીના શક કરવાના ત્રાસમાંથી માંડ છુટકારો મળતો.પણ આ અનુપ જલોટા એ એવો દાટ વાળ્યો છે કે હવે 60એ પણ ત્રાસ રહેવાનો..
***
રાહુલ ગાંધીએ કહ્યું: પેટ્રોલની કીંમતનો વિરોધ સૌથી વધારે ગુજરાતમાં થઈ રહ્યો છે. બધા લાલ ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે.
નરેન્દ્ર મોદી: ટણપા એ તો બધા પગપાળા સંઘ અંબાજી જાય છે…
***
એક ગુજરાતણ બીજી ગુજરાતણને: મારા હસબન્ડનું હાર્ટનું ઓપરેશન કરવાનું છે. પેલી એપોલો હોસ્પિટલ કેવી રહેશે?
બીજી ગુજરાતણ: બેકાર છે. ત્યાંની કેન્ટિનમાં પંજાબી ડીશો ઠેકાણા વગરની છે અને ચાઇનિઝ તો મળતું જ નથી!
એના કરતા વોકહાર્ટ હોસ્પિટલની કેન્ટિનની બધીજ ડીશો સરસ હોય છે.
***
એક પશુપાલકનાં ઘેંટા ચોરાઈ ગયાં, એમાં એક શીંગડીયો ઘેંટો હતો…
પશુપાલકે માનતા માની કે મારાં ઘેટાં મળી જાય તો શીંગડીયો ઘેટો ચડાવીશ….
સામે ચોરી કરનારે માનતા કરી કે હું ન પકડાવ તો શીગડીયો ઘેટો તને ચડાવીશ.
સાર: ભાજપ આવે કે કોંગ્રેસ વેતરાવાનું આપણે જ છે માટે ધંધામા ધ્યાન રાખજો.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025