ભણતી વખતે માંથ્રવાણી સિવાય વચમાં કાંઈપણ બોલવું નહીં. એકજ શાંત જગાએ રહી ધ્યાન આપી દીલથી ભણવું. કાંઈબી કામકાજ કરતાં, ઘેરમાં ફરતાં, રસ્તે ચાલતા ગાડીમાં કે બસમાં જતાં કદીપણ ભણવું નહીં. બદંગી અવાજ કાઢીને તેના કુશાદે અને બીસ્તા ભણવાના કાયદા પ્રમાણે કરવી. બનતાં સુધી ભણતી વખતે તમામ સફેદ સુતરાઉ પોશાક પહેરવો કારણ સફેદ રંગ પહેલવહેલો રંગ છે. આપણી આસપાસની બધી દરૂજી શકતીની ખરાબ અસરોને તોડી નાંખવામાં સફેદ રંગ ઘણી કીંમતી મદદ કરે છે. તથા ખુરશેદ યા ને સુરજના બધા કિરણો બધા રંગોને એકસરખી અસ્પંદીમાં રાખે છે તેથી સફેદ રંગનો પોષાક આપણી જરથોસ્તી દએનમાં સૌથી સરસ ગણેલો છે. બીજું ભણતી વખતે માથાપરના બાલો બધી બાજુથી ઢંકાય તેમ રૂમાલ માથા પર (મરદોએ ટોપી તેમજ બાનુઓએ માથાબાના ઉપર) મુકવો, કારણ કે માથા પર બાલો છેક કપાળ વેરથી સફેદ રૂના કપડાંની ટોપી તેમજ માથાબાનથી ઢાંકી તેની પર બીજે કટકો મુકી તેને પેવંદ આપી ભણવાનું અસલ જરથોસ્તી ફરમાન છે. તેમ કીધાથી બાલમાંથી ચાલુ નીકળતા ખરાબ પ્રવાહો ધીમે ધીમે બહાર ખેંચાય છે અને આપણી અઈપીને યાને મેગ્નેટીઝમને અડચણ આવતી નથી. વાસ્તે માથુ હમેશા છેક કપાળવેરથી ચાલુ આખો વખત ઢાંકેલું રાખ્યાથી માથામાંથી નીકળતા ખરાબ પ્રવાહોને ગરમી લાગ્યાથી તે પ્રવાહો નીર્મૂળ અસરગ વગરના થાય છે. જેથી શુભ ખોરેહ કપાઈ જતું અટકે છે. આવી રીતે કુદરતના આવા ઉંચ કાયદાનો આપણે ભંગ કરતા નથી કારણ કે આપણી અઈપી-મેગ્નેટીઝમની જાળવણી વગર ઉરવાન કદી આગળ વધતું નથી તેમજ શરીર સુખી રહેતું નથી. આપણા પેગામ્બર સાહેબે અઈપી(મેગ્નેટીક વાતાવરણ)ની જાળવણી માટે ઘણી મોટી ફરજો આપણાં માથે મૂકી છે તે ખુબ ધ્યાનમાં રાખવું. બીજું ભણતી વખતે હાથમાં તેમજ પગમાં સફેદ મોજા પહેરવા કારણ કે હાથ-પગના નખોમાંથી નીકળતા ખરાબ પ્રવાહો બંદગી કરતી વખતે તેના ખોરેહમાં ખલલ કરતી નથી.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025