તન, મન અને ઉરવાનની બંદગીનું બળ ધરાવનાર શક્સ અણદીઠ રીતે આ દુનિયામાં પોતાની જન્મ લેવાની નેમ કેવી સરળ અને સરસ રીતે પાર પાડી પોતાને તેમજ કુદરતને કેટલો ફાયદો કરે છે તેનો ટૂંકમાં જ સાર આપ્યો છે. આપણી સૌથી ઉત્તમ અવસ્તા બંદગીની સાથે સાથે સચ્ચાઈ, ઉદારતા, નીતીરીતી, સંતોષ, નમ્રતા, સાદાઈ, પરમાર્થ, સાફ અંત:કરણ, નેક નીયત અને જરૂરજોગી દીની તરીકતો વગેરે પાળવામાં આવે તો જ તે બંદગી કરનાર કુદરતી બસારત પામી સારીજ રહેણીકરણીમાં મશગુલ રહી પોતાના ઉરવાનને ઘણુંજ જલદીથી આગળ વધારે છે. ઘણા લોકો કહે છે કે હમો બંદગી કર્યે છીએ પણ તેનું ફળ મળતું જ નથી. ખચ્ચીત આ કહેવું વાજબી છે કારણ કે એક ગમથી બંદગી કરો અને બીજી ગમથી જુઠું બોલો ચોરી કરો, દયાનત બગાડો અને બધા અવગુણો એમના એમ સાથે રાખી જેમ ગમે તેમ જીંદગી ગુજારો અને ચોકકસ હદની પરહેજગારીની દીની તરીકતો પાળો નહીં તો અલબત્તા અવસ્તા બંદગીનું ફળ કયાંથી મળે? કુદરતમાં એવા ઢોંગીઓ જો ઢોંગ કરી કુદરત સાથે ઠગબાજી ચલાવે તો કુદરત કદીબી તે સાખી શકે જ નહીં અને કદીબી સારો બદલો આપે નહીં, એ તદ્દન જગજાહેર કર ને જો ના કુદરતી અચળ નીયમ પ્રમાણે સમજમાં ઉતરે તેવું છે. માટેજ બંદગીની સાથે સાથે ઉપર જણાવેલા સારા ગુણો જો અખત્યાર કરવામાં આવે, તોજ તેનું સારૂં ફળ જાતી અનભુવથી મેળવી શકાય છે. કેટલાક લોકો કહે છે કે બંદગીની મતલબ યાને તેનો અર્થ સમજ્યા વગર ખાલી ભણીને લવારો બકારો કરવો નકામો છે. પણ આવું કહેનારા, બંદગી કરનારાઓનાં મનપર ખોટો છાપ બેસાડી તે લોકોને બંદગી કરતા અટકાવે છે અને તેમ કીધાથી તેઓનું પોતાના ધર્મ તરફનું દીલ ઉઠી જાય છે, યાને બધી રીતે અભાવ (ખોટી લાગણી) દેખાડી તદ્દન બધું ધર્મ પાળવાનું છોડી દે છે.
બંદગી તેનો અર્થ સમજ્યા વગર એકચિત્તે કયાંથી એક ફાયદો એ થાય છે કે માંથ્રવાણી ભણ્યાથી તેના ઉચ્ચારથી આપણે વાતાવરણમાં અણદીઠ રીતે સારા વૃધ્ધિને લગતા રંગો ઉત્પન્ન કર્યે છીએ. એનાથી વધુ ચીજો ફાયદો એ થાય છે કે બંદંગી તેનો અર્થ સમજી તેને લગતી બાબતનું ભાન કરી યાને મીથ્ર (વિચાર) કરી ભણ્યાથી તેનો જોશ યાને અસર વળી ઘણી મળે છે. હાલમાં કમનસીબ જમાના પ્રમાણે આપણી પાસે જે પણ અવસ્તા માંથ્રવાણીનો તરજુમો મોજુદ છે. તે બને તેમ વાંચી તેનો ખુલાસો મેળવી બંદગી કરતી વખતે તેને લગતા ટૂંકમાં મીથ્ર કરવા ઘણા સારા છે. આ પ્રમાણે ત્યારે ખાલી બંદગીબી તેને લગતા અર્થ સમજ્યા વગર કીધાથી ઉપર જણાવ્યા મુજબ ફોકટ જતી નથી પણ તેની અસર અશોઈના પ્રમાણમાં થોડીબી મલે છે તે ખુબ ધ્યાનમાં રાખી બને તે રીતે રોજની બંદગી કરવી જરૂર ચાલુ રાખવા ચૂકવું નહીં એવી આ કમતરીનની અરજ છે. જેબી કાર્ય થાય તેનું ફળ તેના પ્રમાણ પ્રમાણે કુદરતના અચુક કાયદે આવવુંજ જોઈએ તે માલેકના હોકમથી ભણવાની અવસ્તા માંથ્રવાણી તેની મતલબ સાથે કોઈ તાલેબે-ઈલ્મ બીરાદર તરફથી ભવિષ્યમાં છપાઈને બહાર પડશે. ત્યારે આપણને ઘણું જાણવાનું મળશે.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025