તહેવારોથી ભરેલા આપણા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકર સંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સુગંધથી આપણા મોઢામાં પાણી આવી જાય છે. આપણને સૌથી વધુ જે આકર્ષિત કરે છે તે છે આસમાનમાં છવાયેલી રંગબિરંગી પતંગો. જો જીવનની ફિલસૂફી અને સંબંધોને જોડીને જોઈએ તો લાગે છે કે પતંગ આપણને ઘણી વાતો શીખવાડે છે.
* પતંગોની જેમ જ જીવનમાં વિવિધ રંગો હોય છે, ખુશી, દુ:ખ, મેળવવું, ખોવું, આશ્ર્ચર્ય, બીક વગેરે.
* જીવનમાં આપણે પણ પતંગની જેમ આકાશને આંબવાની અને ખૂબ ઉપર જવાની ઈચ્છા રાખીએ છીએ.
* જેવી રીતે વાટેલા કાચ અને ગુંદરથી સૂતાયેલા માંજાની પતંગ સરળતાથી નથી કપાતી તેવી જ રીતે પ્રેમ અને વિશ્ર્વાસથી સૂતાયેલા સંબંધો પણ મજબૂત હોય છે.
* દોર વગરની પતંગ બેકાર છે, મતલબ જીંદગીના સંબંધો પણ એકબીજાની મદદ વગર અધૂરા છે.
* પતંગ ઉડાવવી એ એકના હાથની વાત નથી, ફીરકી પકડવાવાળો અને ખેંચ આપવાવાળો સાથે જોઈએ.
* પતંગ હવાના જોર સાથે વહે છે. આપણે પણ બધાને અનુકૂળ આવે તેવુ જીવન જીવીએ તો જીંદગી સરળ બની જાય છે.
* પતંગ જેવા સંબંધોમાં પેચ ન લડાવો કપાવવાની બીક રહે છે.
* કમાન તૂટી તો સમજો પતંગ કપાઈ ગઈ. જીવનમાં સંબંધોની કમાનને તૂટવા ન દો. એટલી જ વાળો જેટલી એમાં લચક હોય.
* પતંગની પૂંછડીથી તેનુ બેલેંસ હોય છે, જીવનમાં ધેર્ય એ પૂછડીનું કામ કરે છે. જેટલુ આપણે ધેર્ય રાખીશુ તેટલુ જ સંબંધોમાં બેલેંસ રહેશે.
* ક્યારેક ક્યારેક પતંગોમાં ઢીલ પણ આપવી પડે છે. જીવનમાં હંમેશા તણાવમાં ન રહો, થોડી ઢીલ આપતા રહો, જેથી જીંદગી સ્મૂથ ચાલતી રહે.
* પતંગ ઉડાડવામાં ઘણીવાર કેટલીયવાર હાથોમાં કટ વાગે છે, જીંદગીમાં પણ કેટલીય વાર ખુશીની ઉડાણની સાથે ગમના કટ પણ વાગે છે.
* ફીરકી પકડનાર અને પતંગ ઉડાવનારા વચ્ચે યોગ્ય તાલમેલ જરૂરી છે. આ જ તાલમેલ સંબંધોમાં પણ બનેલો હોવો જોઈએ.
* પતંગ કેટલીય ઉપર ઉડી જાય ફીરકી નીચે જ રહે છે, આપણે પણ કેટલીય ઉંચાઈ પર પહોંચી જઈએ પગ તો જમીન પર જ ટકી રહે છે.
* ક્યારેક પતંગ કપાઈ પણ જાય છે, એટલેકે જીવનમાં પણ અસફળતા આવી જાય છે પણ એ એક અસફળતાને આપણી હાર ન માનીને પાછી નવી પતંગને છૂટ આપીને નવુ આકાશ આપીએ તો તે અવશ્ય આકાશની ઉંચાઈઓને આંબી જશે.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024