મકર સંક્રાતિ એટલે દાન-દર્શન અને આરોગ્યમય પર્વ

તહેવારોથી ભરેલા આપણા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકર સંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સુગંધથી આપણા મોઢામાં પાણી આવી જાય છે. આપણને સૌથી વધુ જે આકર્ષિત કરે છે તે છે આસમાનમાં છવાયેલી રંગબિરંગી પતંગો. […]