આજે ઘણા વખતે મારો મિત્ર સમીર મને મંદિરમાં મળી ગયો મારાથી હસતા હસતા પુછાય ગયુ, ‘અરે સમીર આટલો ધીર ગંભીર કેમ થઈ ગયો છે તારો સદા હસ્તો રહેતો ચેહરો આમ મુરઝાઈ કેમ ગયો છે, તું અને ધાર્મિક?
આંખમાં આંસુ સાથે સમીરે પોતાની અંગત વાત મને કહી અને સાથે કહ્યું દોસ્ત આ વાત તું યુવાનો સુધી પોહચાડજે જેથી મારા જેવી ભૂલ બીજા કોઈ યુવાન ના કરે.
સાંભળ દોસ્ત..
એક દિવસ હું મારા બેડરૂમમાંથી પપ્પા મમ્મીની વાત સાંભળતો હતો સાથે પપ્પાની ઉમ્મરને કારણે નોકરી પ્રત્યે ઉદાસીનતા પણ જોઈ રહ્યો હતો, પપ્પા થાકેલા હતા. મમ્મીએ પપ્પાને હાથમાં ટિફિન આપ્યું. પપ્પા ગોઠણ ઉપર હાથ મૂકી પરાણે ઉભા થયા એક ચીસ સાથે પાછા સોફા ઉપર બેસી ગયા. મમ્મીએ પાણી આપ્યું અને બોલી આજે ઓફિસે જવાનું રેહવા દયો.
પપ્પા, મમ્મીને બોલ્યા અરે પગલી હવે તો ઓફિસે જવાનો પણ કંટાળો આવે છે પણ ઓફિસે તો જવુ જ પડે ને! ફક્ત સમીર નોકરીએ લાગે તેની રાહ જોવ છું. જે દિવસે સમીર નોકરીએ લાગ્યો એના બીજે દિવસે હું રાજીનામુ આપી ઘરમાં બેસી જઈશ. આ ઉમ્મરે બસ, રીક્ષા પાછળ દોડવું હવે થાક લાગે છે ઓફિસનો વર્કલોડ પણ હવે સહન નથી થતો અને હા તારી સાથે રહેવાની પણ ઈચ્છા ઘણી છે. ફરીથી પપ્પા હિંમત કરી સોફામાંથી ઉભા થયા. હાથમાં ટિફિન પકડી ધીરે ધીરે ઘરની બહાર નીકળ્યા.
મમ્મીની આંખ ભીની હતી. ઘરની જરૂરિયાત જ એટલી હતી કે પપ્પાને નોકરી છોડી ઘરમાં બેસવાનું મમ્મી કહી શકે તેવી હિંમત પણ ન હતી.
મારા શરીરમાંથી એક કંપારી પસાર થઈ. શિયાળો હતો છતાં મારા ચેહરા ઉપર પરસેવો થઈ ગયો. હું મારા પલંગ ઉપર ફસડાઈ પડ્યો મારી જાત ઉપર મને પહેલી વખત નફરત થઈ મારો બાપ 60 વર્ષની ઉંમરે ઘર ચલાવવા લંગડાતા પગે નોકરી કરવા જાય અને હું 75000 હજારના બાઇક ઉપર પપ્પા પાસેથી પેટ્રોલના રૂપિયા રોજ ઉઘરાવી રાજકીય પક્ષોની દલાલી કરવા રોજ સવારે તેઓના કાર્યાલયે પહોંચી જાવ છું અહીં મારો બાપ મારી નોકરીની રાહ જોઈ ને બેઠો છે અને હું 28 વર્ષનો થયો પણ નોકરી કે વ્યવસાય માટે ગંભીરતાથી કદી વિચારતો નથી અને રાજકીય પક્ષના ઝંડા લઈ રોજ સવારે હું નીકળી પડું છું.ડૂબી મરવુ જોઇયે મારે. એક યુવાન સંતાન ઘરમાં હોવા છતાં લાચાર બાપે નોકરી કરવા જવું પડે.
મમ્મી એ બુમ મારી સમીર બેટા દૂધ તૈયાર છે.
મને વિચાર આવ્યો મારી દરેક જરૂરિયાત મારા મા-બાપ પુરી કરે છે તેનો મતલબ એવો તો નથી કે હું રાજકીય નેતાઓની મફતમાં સેવા કરૂ અને મારી યુવાની અને મારા મા-બાપનું ઘડપણ બગાડું.
ટેબલ ઉપર આજે દૂધના પ્યાલાનો એક એક ઘૂંટડો મને ઝેર જેવો લાગતો હતો મેં નિર્ણય કરી લીધો હતો હવે પહેલા નોકરી પછી બીજી વાત પપ્પા ને જેમ બને તેમ નિવૃત કરી તેમનું સ્વપન હું પૂરું કરૂં.
અચાનક મોબાઈલની રિંગ વાગે છે સામેથી કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો તેણે કહ્યું તમે જલ્દી હોસ્પિટલે આવો તમારા પપ્પા રોડ ક્રોસ કરતા ગંભીર અકસ્માતનો ભોગ
બન્યા છે.
મારે માટે હોસ્પિટલનો રસ્તો કાપવો અઘરો હતો એક્ બીનજવાબદાર ઓલાદને કારણે મારા પપ્પા આ સ્થતિમાં મૂકાયા હતા. હું મારી જાત ને ધિકકારતો ધિકકારતો હોસ્પિટલના પગથિયાં ઝડપથી ચઢી રહ્યો હતો હું મારી જાતને અને મારી માને કોઈને સંભાળવાં લાયક આજે ન હતો.
ડોક્ટરો પપ્પાને બચાવવા પુરા પ્રયત્ન કરી રહ્યા હતા પણ સંઘર્ષ અને મૃત્યુંની લડાઈમાં મૃત્યું જીતી ગયું દોસ્ત.
આજે કરોડોનો વહીવટ કરૂં છું રૂપિયાની તો કોઈ કમી નથી. પણ પપ્પાના ફોટા સામે જયારે હું ઉભો રહુ છું ત્યારે દુનિયાનો કમનસીબ અને બિનજવાબદાર સંતાન તરીકે મારી આંખ અને મસ્તક ઝૂકી જાય છે. સમીરની આખમાંથી અવિરત પસ્તાવાના આંસુ વહેતા હતા.
મેં આશ્ર્વાસન આપ્યું દોસ્ત ભૂલી જા જે થયું તે. સમીર બોલ્યો દોસ્ત આ વાત દરેક યુવાન સુધી પોહચાડજે એ મારી વ્યક્તીગત વિનંતી છે.
જેથી મારા જેવી કોઈ યુવાન ભૂલો ના કરે અને આખી જિંદગી પસ્તાવાનો વારો ના આવે મારા હાથમા તેનુ વિઝીટીગ કાર્ડ મૂકી તે બોલ્યો કોઈ વખત ઘરે કે ઓફિસે શાંતિથી આવ.
હું તેના કાર્ડ સામે અને મંદિરના પગથિયાં ઉતરતા સમીર સામે જોઈ રહ્યો હતો. એક ડીરેકટર કક્ષાની વ્યક્તી પણ આજે ભૂલનું પ્રાયશ્ર્ચિચત કરતો હતો.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025