રવિવાર, 24મી ફેબ્રુઆરી, 2019 એક્સવાયઝેડ જે લોકોને જરૂર હોય તેવા લોકોને મુંબઈમાં વાસણો દાન કરવા વેસેલ-એ-થોનનું વાસણો જમા કરી દાન કરવાનું આયોજન કર્યુ છે. વાસણો એ જીવનની સૌથી આવશ્યક જરૂરિયાતો પૈકી એક છે – આપણે તેનો ઉપયોગ રસોઈ બનાવવા અને ગરમ, પોષક ભોજનનો આનંદ માણવા માટે કરીએ છીએ. પરંતુ આપણા દેશમાં દરેક વ્યક્તિ પાસે સ્વચ્છ અને પૂરતા વાસણો નથી, અને પરિવર્તન શરૂ કરવાનો અમારો આ પ્રયાસ છે. દરેક ઘરમાં ઓછામાં ઓછા થોડા વધારાના વાસણો અથવા કટલરી હોય છે જેનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે લોકો જરૂરતમંદ હોય અને તેનો ઉપયોગ કરી શકે તે લોકોને દાન કરી શકાય છે. સામાજિક અને સામુદાયિક કારણોને પ્રોત્સાહન આપવાની વાત આવે ત્યારે પારસી ટાઈમ્સને એકસાયઝેડના વેસેલ-એ-થોનમાં મીડીયા પાર્ટનર તરીકે જોડાતા ખુશી અનુભવે છે.
Latest posts by PT Reporter (see all)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025