માયા મેહરબાની એ મેહર યજદનો એક સદગુણ છે. આપણા પુસ્તકોમાં કહે છે કે મેહર દાવર ચીનવદ પુલપર એક તરાજુ લઈ બેસે છે અને આ દુનિયામાંથી ગુજર પામતા માણસોનાં ભલાં અને ભુંડા કામોનો જોખ કરે છે. આ અલંકારીક કેહતી આપણને પેલા શબ્દોની યાદ આપે છે કે જે શબ્દો કહે છે કે ડાહ્યા આદમીએ તરાજુ ઉપર શીખામણ તરીકે લખેલા હતા
જે સારા માઠાંને તપાસીને સઘળું પ્રમાણ પ્રમાણે કામ કરે છે તે પોતાને સારી રીતે પીછાને છે અને જે પોતની જાતને સારી રીતે પીછાને છે તે પોતે સારી વર્તણુંકથી ચાલે છે. મેહર દાવરનાં તરાજુ ઉપરથી યાદ આવતા એક તરાજુ ઉપર કોતરાયેલા શબ્દો આપણને બોધ આપે છેકે આપણે આપણા કામનો તોલ કરતા રહેવું જોઈએ. તેમ તોલ કરતા રેહવાથી આપણે પોતાને બરાબર પિછાનતા રહીશું જે ધણી પોતાને બરાબર પિછાનતો રહે અને તેમ પિછાની પોતાને સુધારતો રહે, તે પોતાની વર્તણંક પણ સુધારતો રહે છે.
ધાર્મિક જીંદગી એટલે સંપૂર્ણ જીંદગી
આપણા ઘણીકવાર ધાર્મિક જીંદગી માટે બોલાતું સાંભળીએ છીએ કે આપણે ધાર્મિક જીંદગી ગુજારવી જોઈએ. ત્યારે ધાર્મિક જીંદગી એટલે શું? એ બાબે તરેહવાર વિચારો છે. કોઈ કહેશે કે ઈશ્ર્વરને હમેશા યાદ કર્યા કરવું એ ધાર્મિક જીંદગી. એ મુજબ સાધુ, વેરાગી, ફકીર જોગીની જીંદગી કોઈ ધાર્મિક જીંદગી ગણે છે. કોઈ કહેશે કે પ્રામણિકપણે આપણે આપણું કામ કરવું. આપણો ધંધોરોજગાર કર્યે, કોઈને દુ:ખ નહીં આપીયે એ ધાર્મિક જીંદગી, વળી કોઈ કહેશે કે ધર્મપુસ્તકોએ અને રેવાજે ફર્માવેલાં ક્રિયા કામ કરવા યા રેવાજ પાળવા એ ધાર્મિક જીંદગી. એવા તરેહવાર જવાબો મળશે. એવા સર્વ જવાબો કાંઈ ખોટા જવાબ નથી. પણ તેમ તેઓ સંપૂર્ણ સહી જવાબો પણ નથી. ખરેખર ધાર્મિક જીંદગી, ખરેખર ધાર્મિક જીંદગી, તે સંપૂર્ણ જીંદગી હોવી જોઈએ. સંપુર્ણ જીંદગી એ ધાર્મિક જીંદગીનું બીજું નામ હોવું જોઈએ.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024