સફળ જીવન

એક દીકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, આ ‘સફળ જીવન’ શું હોય છે?

પિતા દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ જાય છે. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો.

થોડા સમય પછી દીકરો બોલ્યો: ‘પપ્પા, આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાખીએ! આ વધારે ઊંચે ચાલી જશે.’

પિતાએ દોરો કાપી નાખ્યો.

પતંગ થોડીક ઉપર ગયી અને એના પછી લહેરાઈને નીચે આવી અને દૂર અજાણી જગ્યા ઉપર જઈને પડી ગઈ.

ત્યારે પિતાએ દીકરાને જીવનનુ દર્શન સમજાવ્યું.

‘દીકરા, જીંદગીમાં આપણે જે ઊંચાઈએ છીએ, ત્યાંથી આપણને હંમેશા લાગે છે કે કંઈક વસ્તું, જેનાથી આપણે બંધાયા છીએ એ આપણે વધારે ઉપર જવાથી રોકી રહી છે.

જેમ કે, ઘર, દુકાન, પરિવાર, અનુશાસન, માતા-પિતા, ભાઈ-બહેન, શિક્ષક, અને સમાજ અને આપણે તેનાથી આઝાદ થવા માંગીએ છીએ.

વાસ્તવમાં આ લોકોેએ દોરા સમાન હોય છે જે આપણને એ ઊંચાઈ ઉપર સ્થિર રાખે છે.

‘આ દોરા વગર આપણે એકવાર તો ઉપર જઈશું પણ પછી આપણી પણ એજ હાલત થશે જે દોરા વગરની પતંગની થઈ.’

‘આથી, જીવનમાં જો તમે ઊંચાઈઓ ઉપર સ્થિર રહેવા માંગો છો તો, ક્યારેય પણ આ દોરાઓથી સંબંધ ના તોડતાં.’

દોરો અને પતંગ જેવા સંકલનથી સફળ સંતુલનથી મળેલી ઊંચાઈને જ ‘સફળ જીવન’ કહે છે.’

Leave a Reply

*