જૂના જમાનાની વાત છે તે દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ નવસારીમાં રહેતા સોરાબને નિશાળે જવાનું મન નહોતું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું ત્યાના મોદી કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સોરાબનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં આવે. ખૂબ સમજી-વિચારીને તે નિશાળે જવાના સમયે પથારી પર જઈને સૂઈ ગયો. કેકીબાએ પાસે આવીને પૂછ્યું :
કેમ રે, પથારીમાં કેમ પડ્યો છે? આજે નિશાળે નથી જવું?
સોરાબ બોલ્યો: પેટમાં બહુ જોરથી દુ:ખી રહ્યું છે. આજે નિશાળે નહીં જઈ શકું. કેકીબા તેનાં બધાં બહાનાં સમજી ગયો ને મનોમન બોલ્યો થોભ, આજે તને પાઠ ભણાવું છું. પણ તેના સામે આમ કહ્યું: પેટમાં દુ:ખે છે? ત્યારે તો આજે ક્યાંય જવાની જરૂર નથી. મોદીના ઘેર આતશબાજી જોવાના માટે ખુશરૂને એકલો જ મોકલી આપીશ. તારા માટે લેમનજ્યૂસ ખરીદીને રાખ્યો હતો તે પણ આજે વધ્યો. તું ચૂપચાપ પડ્યો રહે, હું થોડોક હાજમો બનાવી લાવું છું. કેકીબાએ સોરાબને ઘરમાં બંધ કરીને સાંકળ લગાવી દીધી અને ખૂબ કડવો પાચકરસ બનાવી લાવવા ચાલ્યો ગયો. સોરાબ લફરામાં પડી ગયો. તેને લેમનજ્યૂસ જેટલો પસંદ હતો, પાચકરસથી તેના દેવતા એટલા જ ભાગતા હતા. ત્યાં મોદીના ઘેર જવાના માટે તેનું મન ગઈ રાતથી જ તરફડી રહ્યું હતું. લાગ્યું કે તે મોકો પણ હાથથી ગયો.
કેકીબા મોટા કટોરામાં પાચકરસ લઈને ઘરમાં ઘૂસ્યા કે સોરાબ બબડતો પથારીથી ઊતરી પડ્યો અને બોલ્યો:
પેટનો દુ:ખાવો બિલકુલ મટી ગયો છે, હવે હું નિશાળે જઈ રહ્યો છું.
તે બોલ્યો, ના, ના, નિશાળે જવાની કોઈ જરૂર નથી. તું આ પી લે અને ચૂપચાપ પડ્યો રહે. એણે જબરજસ્તી પાચક પિવડાવી દીધું અને બહાર જઈને ઘરને તાળું લગાવી દીધું. સોરાબ પથારીમાં પડ્યો-પડ્યો આખો દિવસ રડતો રહ્યો અને વિચારતો રહ્યો. ત્યાં કેકીબા બહાર એકલો બેઠો-બેઠો વિચારતો રહ્યો, મા-બાપ મને બહુ લાડ-પ્યાર કરતાં હતાં તેથી મારૂ ભણતર સારી રીતે થઈ શક્યું નહીં. જો બાળપણના તે દિવસો પાછા આવી જાય તો જરા પણ સમય બગાડું નહીં અને એકએક પળ અભ્યાસમાં જ વીતાવું. જ્યારે સોરાબનું સપનું હતું કે તે જલ્દીથી તેના પિતા જેવો મોટો થઈ જાય તો મનનું ધાર્યું કરી શકે જેથી તેને કોઈ આમ બંધ ન કરી શકે. બરાબર આ સમયે ઈચ્છારાણી તે ઘરના બહારના રસ્તા પરથી પસાર થઈ રહી હતી. પિતા-પુત્રનાં મનની ઈચ્છા જાણીને તે વિચારવા લાગી, સારૂં તો ઠીક છે. થોડાક દિવસો એમની ઈચ્છા પૂરી કરીને જ જોઈ લેવામાં આવે. આ વિચારીને તે બાપની પાસે ગઈ અને બોલી, તારી ઈચ્છા પૂરી થશે. કાલથી તું તારા બેટાની ઉંમરનો હોઈશ. અને બેટાની પાસે જઈ બોલી, કાલથી તું તારા બાપની ઉંમરનો હોઈશ. સાંભળીને બંને બાપ-બેટો મનમાં ફૂલ્યા ન સમાયા. વૃદ્ધ કેકીબા રાતના બરાબર સૂઈ શકતો નહોતો. તેને વહેલી સવારે નિદ્રા આવતી હતી. પણ તે દિવસે ન જાણે શું થયું કે અચાનક સવારે-સવારે ઊઠીને ઉછળતો પથારીથી કૂદી પડ્યો. તે સાવ નાનો થઈ ગયો. પડેલા દાંત ફરી ઊગી નીકળ્યા. દાઢી-મૂછના વાળ કોણ જાણે ક્યાંય ગાયબ થઈ ગયા. કોઈ નિશાની બાકી ન બચી. રાતના જે ધોતી-ઝભ્ભો પહેરીને સૂતો હતો સવારે તે એટલાં ઢીલાં થઈ ગયાં કે નીચે જમીન પર લટકી રહ્યાં હતાં. તેનું ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. સોરાબનો હંમેશાનો આ નિયમ હતો કે તે સવારે વહેલો ઊઠીને ચારે બાજુ ઉધમ મચાવતો ફરતો હતો. પરંતુ આજે તો તેની નિદ્રા ખૂલવાનું નામ જ લેતી નહોતી. તેના બાપની ધમાચકડીના માર્યા તેની ઊંઘ હરામ થઈ ગઈ. ઊઠ્યો અને ઊઠતાં જ જોયું કે કપડાં-લતાં એટલા ચૂસ્ત થઈ ગયાં છે કે તેના ચીરેચીરા થઈ જવાની નોબત આવી ગઈ છે. આખું શરીર વધી ગયું છે. પાકેલી-અર્ધપાકેલી દાઢી-મૂછથી અડધું મોઢું તો દેખાતું જ નથી. માથા પર ભરપૂર વાળ હતા, પણ હાથ ફેરવીને જોયું તો તેની ખોપરી સફાચટ, સાવ ચીકણીશી ટાલ છે. પથારીમાંથી ઉઠવાનું મન જ થતું નહોતું. કેટલીય વાર ચપટી વગાડી-વગાડીને ઊંચા સ્વરમાં બગાસાં લઈ કેટલીય વાર પાસાં બદલ્યાં અને છેવટે ઉઠ્યો પણ તો બાપ કેકીબાની ધમાચકડીથી ખિજાઈને જ ઊઠ્યો. બંનેનાં મનની ઈચ્છા તો પૂરી થઈ ગઈ, પણ બંને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. સોરાબની ઈચ્છા આ હતી કે બાપુ જેવો મોટો થઈને સ્વતંત્ર થઈ જાઉં તો જેમ મનમાં આવશે તેમ કરીશ, ઝાડ પર ચઢતો ફરીશ, પાણીમાં કૂદ્યા કરીશ, કાચી કેરીઓ ખાધા કરીશ, ચકલીનાં બચ્ચાં માળામાંથી ઉતાર્યા કરીશ, જ્યારે મનમાં આવશે ત્યારે ઘેર આવીને જે મન કહેશે તે ખાઈશ, ના કહેનાર કોઈ નહીં હોય. પરંતુ નવાઈની વાત છે કે તે દિવસે વહેલી સવારે ઊઠીને ઝાડ પર ચઢવાની તેને ઈચ્છા જ ન થઈ. તે ચૂપચાપ ઓસરીમાં ચટાઈ બિછાવીને બેસી ગયો અને જાતજાતની વાતો વિચારવા લાગ્યો. એક વાર મનમાં થયું કે રમત-ગમત છોડી દેવી ઠીક નહીં કહેવાય, થોડું રમી લેવામાં વાંધો શું છે. તેથી તે પાસેના આંબાના એક ઝાડ પર ચડવાની કોશિશ કરવા લાગ્યો. કાલ સુધી જે ઝાડ પર તે ખિસકોલીની જેમ સ્ફૂર્તિથી ચડી જતો હતો, આજે તેના ઘરડા શરીરે તેના પર ચડવાની સાફ ના પાડી દીધી. નીચેની એક કોમળ ડાળીને પકડીને ચડવા ચાહ્યું તો તેના શરીરના વજનથી તે તૂટી ગઈ અને ઘરડો સોરાબ ધમ્મ કરતો નીચે જમીન પર પટકાઈ પડ્યો. બાજુના રસ્તા પરથી પસાર થતાં લોકો ડોસાને બાળકના જેમ ઝાડ પર ચડતો અને પડતો જોઈને હસી હસીને લોથપોથ થઈ ગયા. સોરાબ શરમનો માર્યો મોઢું નીચું કરી ફરી તે ચટાઈ પર આવી બેઠો. કાલ સુધી જે છોકરા સોરાબની સાથે કબડ્ડી રમ્યા કરતા હતા તે તેની શોધમાં આવ્યા તો વૃદ્ધ સોરાબને જોઈને દૂર ભાગી ગયા.
સોરાબે વિચાર્યું હતું બાપની જેમ આઝાદ થઈ જવાથી મારા દોસ્તોની સાથે આખો દિવસ હૂતૂતૂતૂ કરતો કબડ્ડી ખેલ્યા કરીશ. પરંતુ આજે ગોપાલ, રૂસી, હરિશ, અસ્પી અને નંદને પોતાની તરફ આવતા જોઈને તેને મનોમન ભારે કઠવા લાગ્યું. તે વિચારવા લાગ્યો, કેવો મજાથી ચૂપચાપ બેઠો હતો. હવે આ છોકરા કોણ જાણે ક્યાંથી ટપકી પડ્યા ધમાચકડી મચાવવા માટે.
કેકીબા રોજ સવારે ઓસરીમાં ચટાઈ નાખીને બેઠો બેઠો આ જ વિચાર કરતો- બાળપણમાં બધો સમય રમતગમતમાં જ પસાર કર્યો હતો. પણ હવે તો ફરીથી બાળપણ પાછું આવે તો આખો દિવસ શાંત થઈને, બારણું બંધ કરીને ઘરની અંદર બેસીને બસ પુસ્તકો લઈ રાખીશ અને પાઠ યાદ કરતો રહીશ. આટલું જ નહીં, સાંજ પડે બપયજી પાસે વાર્તા સાંભળવાનું પણ બંધ કરી દઈશ. રાતના દીવો સળગાવીને દસ-અગિયાર વાગ્યા સુધી વાંચન-લેખન જ કર્યા કરીશ. પરંતુ બાળપણ ફરીથી હાથમાં આવી જવા છતાં કેકીબા નિશાળે જવા જ નહોતો ચાહતો. સોરાબ કડવાશથી તડૂકતો, બાવાજી, નિશાળે નહીં જાઓ? કેકીબા માથું ખંજવાળીને મોઢું ઉતારી દેતો અને ધીમેથી કહેતો, મારા પેટમાં દુ:ખે છે, આજે નિશાળે નહીં જઈ શકું. સોરાબ શાણો થઈને કહેતો, કેમ નહીં જઈ શકો? નિશાળે જતાં સમય મને પણ આવા દુ:ખાવા ઘણા થતા હતા, હું આ બધું ખૂબ જાણું છું. કેકીબા પોતાના પુરાણા ઘડપણના ધ્યાનમાં ભૂલીને શિક્ષકને કહી બેસતો, જરા તંબાકુ તો ખવડાવો. આથી શિક્ષક તેને બેંચના ઉપર એક પગ પર ઊભો કરી દેતો. હજામને કહેતો, અરે ભાઈ, કેટલા દિવસ થઈ ગયા, તું મારી દાઢી બનાવવા કેમ નથી આવતો? નાઈ વિચારતો કે છોકરાએ ખૂબ મશ્કરી કરવાનું શીખી લીધું છે. કહેતો, બસ હમણાં આવ્યો અને કદીકદી આદતવશ તેના બેટા સોરાબને મારી પણ બેસતો. સોરાબ ખૂબ જ નારાજ થઈને કહેતો, ભણી-ગણીને આ જ બુદ્ધિ થઈ રહી છે તારી? વ્હેંતભરનો છોકરો થઈને પણ તું ઘરડા બાપ પર હાથ ઉઠાવે છે? તંગ આવીને કેકીબાએ પ્રાર્થના શરૂ કરી કે, ત્યાં સોરાબ પણ હાથ જોડીને કહેતો: હે દેવતા! બાવાજીની જેમ મને નાનો બાળક બનાવી દે કે જેથી મનમાન્યા ખેલ રમતો રહું. બાવાજી એટલા નટખટ થઈ ગયા છે કે એને સંભાળવા મારા હાથની વાત નથી રહી. ચિંતાના કારણે મને ઘડીવાર પણ ચેન નથી. ત્યારે ઈચ્છારાણી આવી અને બોલી: કેમ તમારી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ? બંને બાપ-બેટો દંડવત પ્રણામ કરીને બોલ્યા, જય હો ઈચ્છારાણીની. હવે તો અમને તે જ બનાવી દો જે અમે પહેલાં હતાં. ઈચ્છારાણી બોલી: સારૂ કાલે સવારે ઊઠ્યા પછી તમે લોકો ફરી તે જ થઈ જશો. બીજે દિવસે સવારે કેકીબા પહેલાં જેવો વૃદ્ધ થઈને ઊઠ્યો અને સોરાબ પહેલાં જેવો બાળક થઈને ઊઠ્યો. બંનેને એવું લાગ્યું, જાણે કોઈ સપનામાંથી જાગ્યા હોય. કેકીબાએ ગળું ભારે કરીને કહ્યું: સોરાબ પાઠ યાદ નહીં કરે? સોરાબે માથું ખંજવાળતાં કહ્યું: બાવાજી, મારી ચોપડી ખોવાઈ ગઈ છે.
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024