1859માં શેઠ શાપુરજી હોરમસજી સોપારીવાલા દ્વારા પાકિસ્તાનમાં ધ બાઈ વીરબાઈજી સોપારીવાલા પારસી હાઈસ્કુલની 24મી મે, 2019ને દિને 160મી વર્ષગાંઠ પ્રાર્થના તથા ભવ્ય મિલાદ દ્વારા ઉજવવામાં આવી હતી.
1947માં ભારત-પાક પાર્ટીશન પછી પારસી બાળકો માટે શાળા ચાલુ રખાઈ હતી. કૈદ-આઈ-આઝમીએ કરેલી વિનંતીને લીધે પ્રિન્સીપાલ બહેરામ રૂસ્તમજીએ નોન પારસી બાળકો માટે પોતાના દરવાજા ખોલ્યા હતા. આજે મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા બહુમતીમાં છે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અલગ અલગ ધર્મોની પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હાલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો. બી.વી.એસ. પારસી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ કેરમીન પારખે વૃદ્ધ વીરબાઈજીની વાત કરી હતી તથા બધાને શાળામાં, શહેર અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થનામાં જોડાવા કહ્યું હતું, જેમાં જોડાયેલા રહેવાની વાત પર ખાસ ભાર મૂક્યો હતો. સ્કુલ બેન્ડ સાથે ‘હેપ્પી બર્થ ડે’ અને ‘આભાર’ના ગીત સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. (કર્ટસી ડોન)
- માહ બખ્તર – ચંદ્ર પર પ્રભુત્વ ધરાવતું દિવ્યત્વ - 1 March2025
- હાંસોટમાં 100 વર્ષ જૂનાપારસી પેલેસમાં લૂંટ - 1 March2025
- હૈદરાબાદની ચિનોય અગિયારીએ સાપ્તાહિક હમબંદગીના 19માં વર્ષની ઉજવણી કરી - 1 March2025