રોશન એક પૈસાવાળા કુટુંબની દીકરી હતી તેના લગ્ન પણ પૈસાવાલા સાથે જ થયા હતા તેને તેના પૈસાનો ઘમંડ તો હતો સાથે તેણે કોઈ દિવસ ગરીબી નહોતી જોઈ એટલે તેને પૈસાની કિંમત નહોતી. પરંતુ તેનો દીકરો રોહિન્ટન એક મધ્યમવર્ગી પારસી સુંદર. દેખાવડી પરવીનના પ્રેમમાં પડયો અને પોતાની મમ્મીના ખીલાફ જઈ તેણે પરવીન સાથે લગ્ન કર્યા રોશન છેવટે માની તો ગઈ પરંતુ,
રોશને મોઢુ ચડાવીને તેની વહુ ને કહ્યુ પરવીન, ગઈ કાલે રાત્રે કેમ મારા રૂમનું એસી બંધ કરી દીધુ હતુ? કેટલી બેચેની થતી હતી, અમારા ઘરમાં આખી રાત એસી ચાલે તો પણ અમે બિલની ચિંતા નથી કરતા, તારા પિયર ની જેમ નહીં કે 10 લોકો વચ્ચે એક જ કૂલર હોય અને બધા એક જ જગ્યા પર સુવે, ખબર નહીં બધા ને કઈ રીતે હવા મળતી હશે. હમણાં રજાઓ પડશે અને મારો લાડલો મામાના ઘરે જશે, ખબર નહીં કે મારા રિયાનને ત્યાં નિંદર આવશે કે કેમ?
ચા બનાવી દઉં મમ્મી, પરવીને વાત ને ધ્યાનમાં ન લેતા કહ્યુ
હા, બનાવી દે અને સાંભળ રિયાનને ફ્રિઝમાંથી કેક આપજે, એને ખુબ જ પસંદ છે.
મમ્મી, કાલે જ તો એને ચોકલેટ ખાધી હતી, પછી રોજ રોજ ટેવ પાડશે તો કુટેવ પડી જશે, હવે તેને આવતા અઠવાડીયે કેક બનાવીને ખવડાવીશ પરવીને કહ્યુ.
રોશને છણકો કરતા કહ્યુ, જો ટેવ પડી જશે તો પણ આપણે ક્યાં કોઈ વાતની ખોટ છે, તારે તારા નાના ઘરની નાની વાતો અહિં ન કરવી, 8 વર્ષ થઈ ગયા લગ્નને, પણ હજુ પણ અહિંની રીતભાત શીખી નથી.
એટલામાં રોહિન્ટને અવાજ આપી પરવીનને બોલાવી. પરવીન મારો રૂમાલ નથી મળી રહ્યો, શોધી આપને. આવું છું આમ કહિને પરવીન રૂમ તરફ ગઈ.
આ રહ્યો ઓશિકાની બાજુમાં પરવીને કહ્યું
સારૂં મારો નાસ્તો તૈયાર છે? હા, આવી જાઓ અને રિયાનને પણ કહી દો કે નાસ્તો કરી લે પરવીને જવાબ આપ્યો.
પરવીને નાસ્તો પિરસતા કહ્યુ, આ લે રિયાન સેન્ડવીચ અને કેળુ. જલ્દીથી ખાઈ લે પછી ડ્રોઈંગના ક્લાસમાં જવાનું છે. રિયાને નાસ્તાની પ્લેટ ને સહેજ ધક્કો મારી કહ્યુ, મારે નથી ખાવું
પરવીને ગુસ્સે થઈને કહ્યુ, રિયાન આ કોઈ રીત છે?
અરે શું થયુ રિયાન, શું કામ વઢી રહી છે મારા લાડલા ને. શું કર્યુ છે એને? રોશને પુછ્યું
ગ્રેન્ડમા, મમ્મી કાલે પણ મને વઢી હતી અને મારા બેગમાંથી પૈસા પણ કાઢી લીધા હતા. રિયાને રડતા હોય તેવા અવાજે કહ્યું. આથી રોશન ગુસ્સે થઈ ને પરવીનને કહ્યુ, શરમ નથી આવતી તને બાળક ના પૈસા લેતા? શું બગાડી નાખ્યુ છે તેણે તારૂં, આટલો ગુસ્સો કેમ કરે છે. આ બધી હરકતો તારા પિયરમાં ચાલતી હશે, પણ અહિં નહીં ચાલે. રિયાનના પૈસા એને પાછા આપી દે.
આટલુ સાંભળી હવે પરવીનનો ગુસ્સો આસમાને પહોંચી ગયો, કહ્યુ નહીં આપુ, ભલે હું નાના ઘરમાંથી આવી છું પણ મારા સંસ્કાર નાના નથી, તમારા લાડલા રિયાને મારા પર્સમાંથી પૈસા કાઢ્યા હતા. પુછો એને, હવે તો ચોરી કરતા પણ શીખી ગયો છે, આની જેટલી જીદ પુરી કરીએ તેમ વધુ ને વધુ જીદ્દી થતો જાય છે.
સારૂં કર્યુ વહુ તે, હું હોત તો આને એનાથી પણ વધુ સજા આપત. પરવીનના સસરા એ રૂમમાંથી બહાર નીકળતા કહ્યુ. અને હા, પરવીને એસી મેં કીધુ એટલે બંધ કર્યુ હતુ, ઠંડી ના કારણે તને તકલીફ ન પડે એટલે પરવીનના સસરા એ રોશન સામે જોઈને કહ્યુ.
વહુને નાના ઘરની, નાના વિચારો વાળી કહે છે, પણ તારા પોતાના વિચાર તો જો કેવા નાના થઈ ગયા છે, તે આટલા વર્ષોથી આ ઘરમાં રહે છે, બધાનું ધ્યાન રાખે છે, સાચવે છે. આગળ જતા આપણા લાડ પ્યારના લીધે આપણો રિયાન બગડી ગયો તો શું કરશું? બધી જ વસ્તુઓ પૈસાથી ના તોલી શકાય રોશન! રોશનને ચીમકી લાગી તેને પહેલીવાર લાગ્યું કે તે કયાંક ખોટી પડે છે!! રિયાન એને બહુ વ્હાલો હતો. તેણે તેને પોતાની બાહોમાં જકડી લીધો અને તેને સમજાવ્યું અને પરવીનની પણ માફી માગી અને પરવીન પણ રોશનને ભેટી પડી.
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025