કઍ લોહરાસ્પ એક પ્રબુદ્ધ રાજા હતા અને તેમની પાસે અપાર્થિવ પ્રક્ષેપણની અનોખી ભેટ હતી, જેનો અર્થ છે કે તે એક જ સમયે બે સ્થળોએ જોઇ શકાય છે. આ આપણને સ્ટાર ટ્રેકથી થોડા હજાર વર્ષ આગળ બતાવે છે! તે એક ખૂબ જ વિકસિત આત્મા હતા જેણે મન પર નિયંત્રણ મેળવવા માટે પોતાની માથ્રવાની શક્તિનો ઉપયોગ કર્યો. તેમણે સર્વ વિચારોના ભગવાન તરીકેનો હોદ્દો આપવામાં આવે છે, અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, આપણા વિચારો પર સકારાત્મક અસર પડે છે.
તેમના ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું (તે ચિત્રમાં લોકપ્રિય રીતે જોવા મળે છે જ્યાં જરથોસ્ત સાહેબ અને પવિત્ર અગ્નિ ત્રણ અલગ અલગ સ્તંભોમાં જોવા મળે છે.), મનમાં શાંતિ અને સ્પષ્ટતા લાવે છે. નકારાત્મકતા અને હતાશાની અસમાન તરંગો તેમના મંત્રના પાઠ દ્વારા શાંત થઈ જાય છે. (નીચે પ્રમાણે સાત વખત જાપ કરવો)
‘સલીમ મીથ્રા ના રડી, શહેનશાહ સાહેબ કઍ લોહરાસ્પ શાહ બીન અરાવન્દ’
“Salim Mithra na Radi, Shehenshah Saheb Kae Lohrasp Shah Bin Aravand”
આ એક લાઈનની ટૂંકી પ્રાર્થના તે લોકોને મદદ કરે છે જે મનના કોઈ પણ દુ:ખથી પીડાય છે. તે એવા બાળકો પર કામ કરે છે જેઓ પોતાના કામ પર ધ્યાન આપી શકતા નથી અથવા તોફાની છે. અથવા પુખ્ત વયના લોકો જે સ્વાભીમાનથી પીડાય છે, તેમજ જેઓ કોઈપણ પ્રકારની માનસિક અશાંતિનો સામનો કરે છે.
આ પ્રાર્થના ફક્ત તે લોકો માટે જ નથી કે જેઓ તબીબી રીતે હતાશ છે, તે બધા પર કાર્ય કરે છે જેઓ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે અથવા જેઓ નકારાત્મકતામાં ડૂબેલા જોવા મળે છે. તેથી ઘણીવાર, આપણને સલાહ આપવામાં આવે છે કે આપણા બાળકો અથવા કોઈ પ્રિયને ઉપચાર માટે કોઈ સલાહકાર (કાઉન્સેલર) પાસે લઈ જાઓ. હું તમને ઉપચાર સાથે આ પ્રાર્થના પણ કરી જોવાની વિનંતી કરૂં છું. આ સ્પંદનોથી ખરેખર સુધારો થાય છે! વ્યક્તિ સાજું થવા લાગે છે.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025