એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું. તેના પિતાએ તેને હસતાં કહ્યું, બેટા, એક સફરજન મને આપ. બસ.. સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું. થોડુંક મમળાયું.
તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું. નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગયા, જાણે આઘાત ન લાગ્યો હોય. ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું. બસ ત્યારે તેના આ નાનકડા બાળકે ગણતરીની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા પિતાને કહ્યું આ લો આ વધારે મીઠું છે પપ્પા!
કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ. ફર્ક માત્ર વિચારસરણીનો હોય છે, નહિતર, એજ સીડીઓ ઉપર પણ જાય છે ને નીચે પણ આવે છે.
Latest posts by PT Reporter (see all)
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025