વારંવાર અને વધુ પ્રમાણમાં પેશાબ થતો રહે તેને બહુમૂત્ર કહે છે. આ ફરિયાદ હોય છે ત્યારે, વ્યક્તિ અનેક પ્રકારે હેરાન પરેશાન થઈ રહે છે. આ ફરિયાદ હોય ત્યારે વ્યક્તિ પેશાબ રોકી પણ શકતી નથી અને મૂત્રેચ્છા થાય કે તરત તેણે મૂત્રત્યાગની ક્રિયા કરવી જ પડતી હોય છે. બે ભાગ તલ અને એક ભાગ અજમો લઈ વીટી-કૂટી એક સ્વચ્છ શીશીમાં ભરી રાખવુું. આ ચૂર્ણમાંથી આવશ્યકતાનુસાર એકાદ ચમચો ચૂર્ણ ગોળ સાથે ચાટી જવું, દિવસમાં ત્રણ-ચાર વખત આ નિર્દોષ પ્રયોગ કર્યા કરવો. બહુમૂત્રની ફરિયાદ ઝડપભેર દૂર થઈ છેવટે સમૂળ નષ્ટ થાય છે.
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024