ગ્લોબલ ઇરાનશાહ પહેલ

‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર, 2019 ના રોજ આઈયુયુના ત્રીજા પ્રકરણમાં શરૂ કરવામાં આવી હતી.
ઉદવાડા આતશ બહેરામ એ ભારતનું સૌથી પ્રાચીન પવિત્ર અગ્નિ મંદિર છે અને આપણી માતૃભુમિ ઈરાન સાથે ઐતિહાસિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક બંધનનું પ્રતિનિધિત્વ કરે છે. આ દૈવીક જ્યોતિને એક મિલિનિયમથી દુનિયાભરમાં જરથોસ્તીઓ દ્વારા આદરવામાં આવી રહી છે.
મહેર અમલસાડવાલા જે વિશ્ર્વવ્યાપી જરથોસ્તી સમુદાય દ્વારા તેમના નિ:સ્વાર્થ ભાવની સેવા અને યુથ લીડરશીપ માટે પ્રિય છે. કેલિફોર્નિયા (યુએસએ)માં પત્ની, કેટાયુન અને પુત્રી, અનાહિતા સાથે રહેતાં, મહેર અમલસાડ જે એન્જિનિયર, એજ્યુકેટર, પ્રોફેશનલ સ્પીકર અને પ્રકાશિત લેખક (બ્રેડ ફોર હેડ) છે. તે ઉત્તર અમેરિકન અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન યુથ કોંગ્રેસના સ્થાપક અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલમાં યુકેમાં 2023માં 8મી વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન યુથ કોંગ્રેસના આયોજકો સાથે કામ કરી રહ્યા છે. તેમનું સમર્પણ અસંખ્ય પ્રયત્નોનું સ્વરૂપ લે છે જે આપણા સમુદાયના યુવાનોને ઉત્તેજન અને જાગૃતિ માટે પ્રતિબદ્ધ કરે છે.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં મહેર અમલસાડ કહે છે, સપ્ટેમ્બર, 2017માં કેલિફોર્નિયામાં શિહાન મોબેદ ઝરીર ભંડારા દ્વારા યોજાયેલી ઝેડએસી પ્રસ્તુતિમાં, હું દસ્તુરજી ખુરશેદની વાટાઘાટથી પ્રેરિત થયો હતો અને આપણો અમૂલ્ય વારસો – ઈરાનશાહને ટેકો આપવા ગ્લોબલ પહેલ શરૂ કરવાની ઇચ્છા થઈ હતી. તેમણે બી.પી.પી.ના ટ્રસ્ટી અને જરથોસ્તી ધર્મના વિદ્વાન – નોશીર દાદરાવાલા, ફેઝાનાના હોમી ગાંધી અને વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર સાથે મળી આપણા ઈરાનશાહને ટેકો આપવા માટે 5-સ્ટાર વિઝન બનાવ્યો. આ પછી દુનિયાભરના જરથોસ્તી નેતાઓને તેમનો ટેકો એકત્ર કરવા માટે બોલાવ્યા. દાન માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું. પાક ઇરાનશાહના ઇતિહાસમાં પ્રથમ વખત, અમે 21મી એપ્રિલ, 2020 ના રોજ ઇરાનશાહનું સન્માન અને દુનિયાભરમાં બર્થ એનિવર્સરી સેલિબ્રેશન પર પણ વિચાર કરી રહ્યા છીએ. મેહરે સમાપન કર્યું અને તમને આગળની પ્રવૃત્તિથી માહિતગાર કરતા રહેશું એમ જણાવ્યું.

Leave a Reply

*