સમુદાયના સભ્યોને એ જાણીને આનંદ થશે કે, તાત્કાલિક નવીનીકરણ માટે આપણી સૌથી પવિત્ર ડુંગરવાડીની જરૂરિયાતનું બીપીપીએ ગંભીરતા અને ખંતપૂર્વક ધ્યાન આપ્યું છે. આપણા સમુદાયના સભ્યોના ઉદાર પ્રતિસાદ બદલ આભાર, જેમણે આ ભવ્યના સંપૂર્ણ નવીકરણ માટે ફાળો આપ્યો, ત્રણસો વર્ષ જુની સ્થાપના જે આપણા વહાલા મૃતકોને અંતિમ વિશ્રામ અને સ્થાન આપવા ઉપરાંત સમુદાયના સભ્યોને સાંત્વના અને શાંતિ પ્રદાન કરે છે.
55 એકરમાં પથરાયેલા, મલબાર હિલ્સ ક્ષેત્રની ટોચ પર, ડૂંગરવાડી, જે બીપીપી દ્વારા સંચાલિત છે, સદીઓથી હમદીનો માટે અજોડ અને કુદરતી શાંતિનું કામ કરે છે. સમયનું ધ્યાન રાખીએ તો તેના મોટાભાગના બંધારણોને સંપૂર્ણ રિપેરીંગની ગંભીર જરૂર હતી. કેટલાક વિસ્તારોને તાત્કાલિક ધોરણે, મુખ્યત્વે તેની પવિત્ર રચના – દોખમાઓ, બંગલીઓ, જંગલનો વિસ્તાર અને રોડવે સહિતના અન્ય ક્ષેત્રોનો જેમાં સમાવેશ થાય છે.
દોખમાથી શરૂઆત કરતા જરૂરી સમારકામ માટે બીપીપીએ સમુદાયના હમદીનો પાસે ડોનેશનની માંગ કરી. સમુદાયના સભ્યોએ ઉમદા ઉદારતા દર્શાવી છે અને તેની પુન: સ્થાપના માટે જરૂરી ભંડોળ એકઠું કરવામાં મદદ કરી. અત્યાર સુધીમાં મળેલ દાનમાં દોખમાના સમારકામ માટેના અંદાજિત બજેટને વટાવી દીધું હોવાથી ટ્રસ્ટીઓએ વધારાની રકમનો ઉપયોગ અન્ય બાંધકામો જેને સમારકામની તાતી જરૂરત છે તેમાં કર્યો છે. છેલ્લા વર્ષ દરમિયાન, બીપીપીએ આપણા વિશાળ દાતાઓ દ્વારા સમુદાય પ્રોજેકટ તરીકે, વન વિભાગની સુધારણા સાથે ડુંગરવાડીને નવીનીકૃત કરવામાં મોટી પ્રગતિ કરી છે, અને તાજેતરમાં જ, નાહાન વિસ્તાર અને વોશરૂમના સંપૂર્ણ સમારકામથી આખા નવા દેખાવમાં ફેરવી દે છે જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળી સુવિધાઓ આપવામાં આવી છે.
પુન: સ્થાપન તરફના સતત પ્રયત્નોને ધ્યાનમાં રાખીને, હાલમાં, જાયજી ખુરશેદજી ભાભા બંગલી (1 અને 2) બન્નેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આપણા કુશળ દાતા દંપતી – નોશીર કાવસજી ગોટલા અને તેમની પત્ની કેટી નોશીર ગોટલાનો આભાર. જેમણે નાણાકીય દાન ઉપરાંત બન્ને બંગલીઓનું તમામ બાહ્ય સમારકામ અને આંતરિક રચનાઓનું વ્યક્તિગત રીતે દેખરેખ કરવામાં મદદ કરી છે. તેમનું આ કાર્ય ડુંગરવાડીના મુલાકાતીઓ માટે પ્રેરણારૂપ રહ્યું છે. અને ઘણીવાર બાંધકામની દેખરેખ રાખતા ભવ્ય દંપતીની ઝલક જોવા મળે છે.
જો કે, અન્ય રચનાઓ માટે તાત્કાલિક ધોરણે હજી જરૂર છે જેને સમારકામની જરૂર છે, અને તે જ માટે, બીપીપી સમુદાયના સભ્યો દ્વારા અન્ય મુખ્ય ઉપક્રમોમાં ફાળો આપવા માટે સતત દાનની માંગ કરે છે, જેમાં હોડીવાલા બંગલી અને બેનેટની બન્ને બંગલીનું સંપૂર્ણ સમારકામ શામેલ છે બંગલી નં. 5 અને 6 ખાંધિયાઓના રહેઠાણના વિસ્તારો પેવેલિયન (ઉપરની બંગલીનું મોટી પેવેલિયન અને ઉપરની બંગલીનું નાનું પેવીલીયન જેનું છાપરૂ, ફલોરિંગ, કલરકામ અને અગિયારીના ચાર હોલ/સગડીના વિસ્તારમાં કલરકામ અને ઈલેકટ્રીકલ ફીટીંગ તથા દસ્તુરજીના આરામ કરવાનો વિસ્તાર તથા ખાંધિયાઓનો આરામ કરવાના વિસ્તારમાં સમારકામની તાતી જરૂર છે.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં, ડુંગરવાડીના મેનેજર વિસ્તાસ્પ મહેતાએ કહ્યું કે ટીમ ડુંગરવાડી સમુદાયના સભ્યોને નાહાન ખાના (ખાંધિયાઓ માટે નાહવાનો વિસ્તાર તથા મૃતકોના શરીરને દોખમામાં મૂકતા પહેલા નો વિસ્તાર) જેના સમારકામમાં ફાળો આપવા બદલ આભારી છે જેની ખૂબ તાતી જરૂર હતી. બાઈ માણેકબાઈ પી બી જીજીભોય ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓનો ખૂબ આભાર જેમણે ઉપરની બંગલીના સામાન્ય શૌચાલયના નવીનીકરણ માટે મદદ કરી તથા નોશીર કાવસજી ગોટલા અને કેટી નોશીર ગોટલા જેમણે બાઈ જાયજી કરશેતજી ભાભા બંગલી નં. 1 અને 2 માટે મદદ કરી. આપણે બધા પારસી અને ઈરાની જરથોસ્તીઓના એકીકૃત રીતે આપણા પર્યાવરણમિત્ર જેવી દોખ્મેનશીની પધ્ધતિ પર વિશ્ર્વાસ રાખવા પ્રાર્થના કરીએ છે. નવીનીકરણ સુવિધાઓ સાથે, મૃતકના પરિવારો હવે બંગલીઓનો ચાર દિવસની વિધિ માટે ઉપયોગ કરી શકશે. સમુદાયના નેતાઓ અને સ્વપ્નદ્રષ્ટા તરીકે ગણવામાં આવતા બીપીપી ટ્રસ્ટીઓ વિવિધ પ્રોજેકટમાં સમુદાયના સભ્યોને સમાવિષ્ટ કરીને અસરકારક અને સફળતાપૂર્વક આગળનો રસ્તો બનાવી રહ્યા છે અને સમુદાયના હમદીનો અને ટ્રસ્ટીઓ વચ્ચે આવા નવા પ્રોજકેટોને લીધે વિશ્ર્વાસ અને પ્રોત્સાહન પેદા થાય છે.
ડુંગરવાડીનું આપણા દિલમાં રાખેલ વિશેષ સ્થાનને ધ્યાનમાં રાખીને, ડુંગરવાડીને પુનસ્થાપિત અને સુંદર બનાવવાનો લક્ષ્ય ધરાવતા આ કમ્યુનિટિ પ્રોજેક્ટમાં ભાગ લેવો, સમુદાયના સભ્યો દ્વારા આ સુંદર સંસ્થાને પાછા આપવાની એક મહાન તક હશે, જે એક તબક્કે પ્રિયજનોની ખોટથી શોક વ્યક્ત કરનારાઓને સેવાઓ, સુલેહ – શાંતિ અને ઉપચારની સાક્ષી આપે છે. અહીં આપણી સૌથી પવિત્ર રચના ડુંગરવાડીને પુન:સ્થાપિત કરી ઈતિહાસનો એક ભાગ બનવાની આપણી પાસે એક તક છે.
પારસી પંચાયત બોમ્બેના નામે તમારો ચેક લખો, વધુ વિગત માટે ઈમેલ કરો:bppceo1681@gmail.com
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025