તા. 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ની સાંજે, ભારતીય મૂળના અને લંડન-આધારિત, સરોષ ઝાયવાલા દ્વારા લખાયેલા પુસ્તક ‘ઓનર બાઉન્ડ – ઇંગ્લિશ કોટર્સમાં એક ભારતીય વકીલની એડવેન્ચર’ પુસ્તકનું પ્રેસ લોંચિંગ હતું. મુંબઈ પ્રેસ ક્લબ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લેખક સાથે ઉપસ્થિત રહેલા અગ્રણી ઉદ્યોગપતિ અદિ ગોદરેજ, આશિસ રે – લંડન સ્થિત બ્રોડકાસ્ટર અને વિદેશી સંવાદદાતા, લોકપ્રિય કટારલેખક બચી કરકરીયા અને હાર્પર કોલિન્સના સંપાદક ક્રિશન ચોપરા હતા.
‘ઓનર બાઉન્ડ’ એ અંગ્રેજી અદાલતમાં સરોષ ઝાયવાલા વ્યવસાયિક સાહસોનું એક ક્રોનિકલ છે. તેમના સંસ્મરણો એક હજારથી વધુ આંતરરાષ્ટ્રીય લવાદો અને મુકદ્દમામાં સફળતાનું સ્મરણ કરે છે. તેમના ઉચ્ચ અદાલત મુકદ્દમાંના કેસોમાં અંગ્રેજી અદાલતોના તમામ સ્તરે, તેમજ સુપ્રીમ કોર્ટમાં નોંધપાત્ર સફળતાનો સમાવેશ થાય છે. આ પુસ્તક તેમની કારકિર્દી પર નજર નાખે છે – ઇંગ્લેન્ડના તેમના માર્ગથી તે સમયે, જ્યારે વિવિધતાએ ભાગ્યે જ તેના કાયદાકીય વર્તુળોમાં મૂળ લેવાનું શરૂ કર્યું હતું. તે એક વકીલની વાર્તા રજૂ કરે છે જેણે સર્જનાત્મકતા સાથે, પરંતુ તેના મૂલ્યો પર સમાધાન કર્યા વિના, પોતાની શરતો પર પોતાનો માર્ગ બનાવ્યો હતો.
- En‘vision’ The Best For 2025 At ‘Dr. Cyres Mehta’s International Eye Center’! - 28 December2024
- Iranshah Udwada Utsav 2024 Itinerary - 28 December2024
- Indoor Plants: Loyal Companions For Health, Happiness And Home Decor - 28 December2024