રૂસી અને એમી બન્ને અંધેરીની એક પારસી કોલોનીમાં રહેતા હતા. તે બન્નેના લગ્નને 5 વર્ષ જેટલા થઈ ચુકયા હતા. અંધેરીની પારસી કોલોનીમાં બન્ને એકલાજ રહેતા હતા જ્યારે રૂસીના મંમી નાજુ ખુશરૂબાગમાં એકલા જ રહેતા હતા. રૂસી તેની મમ્મીને અઠવાડિયે એક ફોન કરી લેતો હતો. અને મહિને દિવસે તે કોઈવાર તે બન્ને તેમને મળવા પણ જઈ આવતા હતા.
14મી ફેબ્રુઆરીની એ સવાર હતી. એમીને ખબર નહીં પણ શું સુજ્યું એમણે કહ્યું તમે કોઈ બીજી સ્ત્રી સાથે આજે ડીનર પર જવાનું પસંદ કરશો?
રૂસીએ આશ્ર્ચર્ય સાથે હા પાડી. એમી એ કહ્યું જો હું આવું કહું તો તમે શું કહેશો? રૂસીએ જવાબ આપ્યો કે હું તો હવે એમ જ કહીશ કે તું મને પ્રેમ કરતી નથી. એમીએ તરત જ જવાબ આપતા કહ્યું કે હું તો તમને ખૂબ જ પ્રેમ કરૂં છું અને આ ડિનર ડેટ મારા તરફથી તમને ‘વેલેન્ટાઈન ડે’ ગીફટ છે અને મને ખાતરી છે કે હું તમને જેની સાથે જવાનું કહું છું એ સ્ત્રી પણ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને જો તમારી સાથે સમય વિતાવવા મળે તો એ સ્ત્રી માટે આ એક સપના જેવું હશે અને આ કોઈ અન્ય સ્ત્રી નહીં પરંતુ રૂસીના મંમ્મા હતા. એકલા રહેતા હોવાને કારણે અને રૂસી પણ વ્યસ્ત રહેતો હોવાને કારણે ક્યારેક ક્યારેક જ મળવા જવાનું બનતું હતું.
આખરે રૂસીએ વાત માની લીધી અને નાજુને ફોન કર્યો ફોન કરીને કહ્યું કે હું તમને આજે રાત્રે ફિલ્મ જોવા લઈ જવા માંગુ છું અને આપણે પાછા ડીનર કરીને આવીશું.
તારી તબિયત તો સારી છે ને, તમારા બંને વચ્ચે કોઇ પરેશાની તો નથી ને? તરત જ નાજુએ ફોન પર પૂછયું.
એવામાં રૂસી એ જવાબ આપ્યો કે ના રે ના! કોઈ મુશ્કેલી નથી. બસ વિચાર્યું હતું કે આજે ‘વેલેન્ટાઈન ડે’ છે અને દર વર્ષે તો હું એમી સાથે જ હોવ છું તો આ વર્ષે આ ‘વેલેન્ટાઈન ડે’ તમારી સાથે વિતાવું તો! તમને ગમશે ને?
નાજુ થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં, પછી જવાબ આપીને માત્ર બે શબ્દોમાં કહ્યું, ઠીક છે.
હવે જ્યારે સમય આવ્યો ત્યારે રૂસી પોતાની મંમ્માને લેવા તેમના ઘરે પહોંચ્યો હતો અંદર જઈને જોયું ત્યાં તેના હાવભાવ ફરી ગયા, દીકરાને એમ હતું કે પોતે જશે પછી મંમ્મા તૈયાર થશે. પરંતુ જાણે સવારથી નાજુ સરસ મજાનો લાલ કલરનો ગાઉન પહેરી રૂસીની રાહ જોઈને બેઠા હતા અને તેમના ચહેરા પર ખુશી ચોખ્ખે ચોખ્ખી વરસી રહી હતી. તે આજે ‘વેલેન્ટાઈન’ના દિવસે પોતાના દીકરા સાથે ડિનર પર જવાના હતા.
રૂસીએ પોતાની મમ્ંમાને ગાડીમાં બેસાડી પછી બંને ત્યાંથી નીકળી ગયા.
માતા ને ત્યાં નજીકના એક રેસ્ટોરન્ટમાં જમવાનું ખૂબ જ પસંદ હતું, આથી રૂસીએ નક્કી કર્યું હતું કે ત્યાં જમવા જશે.
ત્યાં પહોંચીને ટેબલ ઉપર બેસીને રૂસી મેનુ ઉપર નજર કરવા લાગ્યો, નજર કરતા કરતા થોડું ઊંચું જોયું કે તરત જ જોયું કે તેની મંમ્માનું ધ્યાન મેનુ તરફ નહીં પરંતુ તે માત્ર પોતાને જ જોઈ રહી હતી. આજે એક અજાણી મુસ્કાન તેના ચહેરા ઉપર ચોખ્ખી દેખાઈ રહી હતી.
નાજુ સામે જોઈને રૂસીએ સ્માઈલ કર્યું એટલે જરૂએ કહ્યું જ્યારે તું નાનો હતો ત્યારે તારા માટે આ મેનુ હું વાંચતી હતી. એટલે રૂસીએ કહ્યું કે આજે હું તમારા માટે વાંચીશ.
પછી નાજુની પસંદગીની વસ્તુઓ પૂછીને ઓર્ડર આપ્યો, જમવા બેઠા હતા એ દરમિયાન એકબીજાના જીવનમાં શું નવીન બની રહ્યું છે તેની ચર્ચા થવા લાગી.
પરંતુ ન દીકરાને કે ના માતાને યાદ આવ્યું કે ફિલ્મ જોવા જવાનો સમય હતો તે જતો રહ્યો હતો, તેમ છતાં બંને ખુશ હતા કારણ કે તેઓએ ખૂબ જ વાતો કરી.
ત્યાર પછી ઘરે જતી વખતે રૂસીએ પૂછ્યું કે મંમ્મા તમને મજા તો આવીને? ત્યારે નાજુએ જવાબ આપતા કહ્યું કે ખૂબ જ મજા આવી બેટા. તારા પપ્પાના ગુજર્યા પછી કદાચ આ પહેલો ‘વેેલેન્ટાઈન ડે’ હશે જે મને હમેશા યાદ રહેશે અને રૂસી તેની મંમ્માને ભેટી પડયો.
રૂસીના મોઢા ઉપર સ્માઈલ છવાઈ ગયું. નાજુને તેના ઘરે ઉતારીને રૂસી પણ પોતાના ઘરે જવા રવાના થઈ ગયો, ઘરે આવતાજ એમીએ પૂછ્યું કે કેવી રહી તમારી ડિનર ડેટ?
મેં આવું કદી વિચાર્યું પણ ન હતું, એવી સરસ રહી કદાચ આટલા વરસોમાં તારી આપેલ આ પહેલી ‘વેલેન્ટાઈન ડે’ની ગીફટ મને હમેશા યાદ રહેશે એમ કહી તેણે એમીને પોતાની બાહોમાં લઈ લીધી.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025