Your Moonsign Janam Rashi This Week –
27th March – 03rd April, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે સાથે સાથે તમને તેની પાસેથી ફાયદો પણ થશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈને મદદ કરી શકશો. 13મી એપ્રિલ પહેલા સરકારી કામ પૂરા કરજો. ચાલુ કામકાજમાં ફાયદો મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 1, 2, 3 છે.

The start of Venus’ rule brings on support from the opposite gender, along with benefits as well. There will be no financial issues with the grace of Venus. You will be able to help another. Complete all your government related works before the 13th of April. To gain benefits from your ongoing ventures, pray daily to Behram Yazad.

Lucky Dates: 28, 1, 2, 3.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી દરેક બાબતમાં સુખ મેળવશો. નવા મિત્રો મળશે. ધણી-
ધણીયાણીમાં મતભેદ ઓછા થઈ પ્રેમ વધી જશે. મનગમતી વ્યક્તિને બુધવાર કે શુક્રવારે મળવા જજો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.

Venus’ rule till 14th May brings you happiness in all your endeavours. New friends will bring you happiness. Misunderstanding between couples will reduce with the blessings of Venus. You are advised to meet a favourite person between Wednesday to Friday for fruitful outcome. Your financial issues will get resolved. Pray daily to Behram Yazad.

Lucky Dates: 29, 30, 31, 2.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લુ અઠવાડિયુ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં અગત્યના ડીસીઝન લેતા નહીં. ઉતરતી રાહુની દિનદશા તમારી તબિયત બગાડી નાખશે. નાણાકીય બાબતમાં ખોટા ખર્ચાથી પરેશાન થશો. ઘરવાળા તમને સાથ નહીં આપે. ખાવાપીવા પર ધ્યાન આપજો. કોઈને પ્રોમીશ આપતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 31, 1, 2 છે.

With the last week under Rahu’s rule, you are advised to not take any important decisions during this period. The descending rule of Rahu could take a toll on your health. You could get hassled due to unnecessary expenditures. You might not receive the support of your family members. Avoid making promises to others. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 31, 1, 2.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે તેથી રોજના કામ સયમ પર પૂરા નહીં થાય. નાણાકીય ખેચતાણ વધી જશે. રાહુ તમારી દિવસની ભૂખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ઘરમાં શાંતિ નહીં રહે. કોઈપર વિશ્ર્વાસ મુકતા નહીં. તમારી બેદરકારી મુસીબતમાં મુકશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 01, 03 છે.

Rahu’s rule till 4th May will pose a hindrance in the timely completion of your daily tasks. Financial constraints could increase. You could lose your appetite and your sleep. There will be no peace at home. Avoid blindly trusting people. Your carelessness could land you into deep trouble. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 30, 01, 03.


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ચેરીટીનું કામ કરી શકશો. બીજાને મદદ કરવામાં સફળતા મળશે. ગુરૂની કૃપાથી ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. તમારા કોઈ કામ અટકશે નહીં. જેપણ કામ કરશો તેમાં સફળતા મળશે. ઘરવાળીની ડિમાન્ડ પૂરી કરવા એકસ્ટ્રા કામ કરી શકશો. જીવનસાથી મળવાની ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 28, 29, 31, 3 છે.

Lucky Dates: 28, 29, 31, 3.
Jupiter’s rule till 21st April, which enables you to do charitable work. You will be successful in helping others. You will receive anonymous help, with Jupiter’s blessings. All your projects will work smoothly. You will be able to undertake more work to cater to the wants of your family members. You could find your life partner. Pray the Sarosh Yasht daily.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલશે. બીજાની મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. ઘરની વ્યક્તિને આનંદમાં રાખશો. ઘરવાળા સાથે ધર્મની જગ્યાએ જવાનો પ્લાન બનાવશો. નવા કામો મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 01, 03 છે.

Jupiter’s rule till 22nd May will enable you to help others. Your financial situation will continue to get better. A promotion is indicated. You will be able to keep your family members happy. You could plan to visit a holy place with your family. You will get new projects. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 01, 03.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. ઘરના વડીલવર્ગ સાંધાના દુખાવાથી કે બેકપેઈનથી પરેશાન થશે. ફેમિલી મેમ્બર સાથે મતભેદ પડશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 30, 31, 01 છે.

Saturn’s rule till 23rd April will not allow success in government related works. The elderly in your family could suffer from joints pain or back pain. You could get into a disagreement with a family member. Financially, you could face a crunch. Expenses could get very high. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 28, 30, 31, 01.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. ધન બચાવી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. વધુ કામ કરી એકસ્ટ્રા ધન મેળવી શકશો. મિત્રો સાથે મતભેદ દૂર કરવામાં સફળ થશો. વાણીનો સદઉપયોગ કરી દુશ્મનને મિત્ર બનાવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 02, 03 છે.

Ensure to complete all accounts-related work by the 17th of April. You will be able to make investments if you save money. Your financial condition will continue to get better. You will be able to earn extra income if you take on extra work. You will be successful in clearing any misunderstanding with friends. You will be able to win over even your enemies with your sweet words. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 30, 02, 03.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. કરેલ કામમાં જશની સાથે એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નવા કામ મેળવવામાં સફળતા મળશે. આજથી ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 30, 31, 01 છે.

Mercury’s rule till 18th May brings you extra fame and prosperity in your works. Financially you will do increasingly well. Ensure to save and invest. You will be successful in getting new projects. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 30, 31, 01.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મંગળની દિનદશા ચાલુ હોવાથી 21મી એપ્રિલ સુધી તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકશો. કામ કરવામાં ઉતાવળ કરશો તો કામ બગડી જશે. જૂના રોકાયેલા નાણા 21મી પછી મેળવી શકશો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 01 છે.

Mars’ ongoing rule, till 21st April, will leave you incapable of controlling your anger. If you try to do your work in haste, it will get spoilt. You will be able to retrieve your money only after the 21st. The atmosphere at home will not be too cordial. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 01.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. તમારા મનની નેક મુરાદ પૂરી થશે. બીજાની મદદ કરી શકશો. ઘરના વડીલની સેવા કરી તેમની દુઆ મેળવશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. નાણાકીય ફાયદો મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 31, 01 છે.

The Moon’s rule till 23rd April indicates travel. Your sincere wishes will come true. You will be able to help others. You will get the blessings of the elderly at home by taking care of them. You will be able to meet someone you desire. You will receive financial benefits. Pray (recite) the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 28, 29, 31, 01.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી બપોરના સમયે કામ કરવામાં ખૂબ કંટાળો આવશે. વધુ ભાગદોડ કરતા માથાના દુખાવાથી પરેશાન થશો. હાલમાં કોર્ટકચેરીના કામો કરતા નહીં. વડીલ વર્ગ તમારાથી નારાજ થશે. અગત્યની ચીજ વસ્તુ ખોવાઈ જવાના ચાન્સ છે. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

The Sun’s rule till 30th April could cause a lot of lethargy at work, especially during the afternoon. Your hectic efforts at work could result in you getting headaches. Avoid doing any legal work. Your seniors at work could get displeased with you. You could lose/misplace an important document. To reduce the heat of the Sun, pray (recite) the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 30, 31, 2, 3.

Leave a Reply

*