સુરતમાં તથા સુરતની આસપાસનાં ગામોમાં વસતા હમદીનોને જણાવવાનું કે કોરોના વાયરસની દુનિયાભરમાં ફેલાયેલી મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જેવા જરૂરી અને યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. સુરત પારસી પંચાયતની કોમના જરૂરીયાત હમદીનોને મદદરૂપ થવાની નીતીના એક ભાગરૂપે સુરત પારસી પંચાયતના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવે છે કે જે પણ હમદીન સીનીયર સીટીઝન કે બુઝુર્ગ જોડું વિગેરે જેઓ કોઈના પણ આધાર વિના એકલા રહેતા હોય અને એમને જો માંદગી બાબત હોસ્પિટલમાં જરૂર પડયે દાખલ કરવા બાબત કે જમવા બાબતની જેવી વિગેરે તકલીફ કે સમસ્યા હોય તો પંચાયત ઓફીસના નીચે જણાવેલા કર્મચારીઓનો સંપર્ક કરવો જેથી લોકડાઉન સમય ગાળામાં સરકારના હુકુમો / સુચનોનો સંપુર્ણપણે અમલ કરી તેની મર્યાદામાં રહી હમદીનોની સમસ્યાનો ઉકેલ લાવવાનો હાલના સંજોગોમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવશે.
રોહીન્ટન મહેતા 7874080828/9223395255
સોલી વાડીયા 9825261619
નેરીયોસંગ બીલ્લીમોર્યા 9979111062/7984438262.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025