જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં.
એકનું નામ ’સેમ્પસન’ હતું જે ટાઈટેનીકથી 7 માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું.
આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપમાં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે ’બીજાને આપણી જરૂર છે’ એ પારખી નથી શકતાં.
બીજુ શીપ હતું ’કેલિફોર્નીઅન’ આ શીપ માત્ર 14 માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જોવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય.
આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે ’હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલ આપણે અનુકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું.’
અને છેલ્લું શીપ હતું ’કાર્પેથીઆ’ આ શીપ ટાઈટેનીકની દક્ષિણ બાજુ 58 માઈલ દૂર હતું પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઈટેનીક કઈ બાજુ છે… જ્યારે તેમણે રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો તો ભગવાનને સાચી દિશા ચીંધવા માટે યાદ કરીને ફૂલ સ્ટીમ આપીને જહાંજ દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું.
આ એ શીપ હતું જેણે ટાઈટેનીકના 705 મૂસાફરોને બચાવ્યા હતા.
જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં હાજર જ હોય છે પણ જે એનો સ્વીકાર કરીને, કંઈક સારું કરી બતાવે છે. તેઓ આ દુનીયાના હૃદયમાં હંમેશા માટે એ સારુ કાર્ય કરવા બદલ સ્થાન મેળવી જાય છે.
આપણે બધા લાઈફમા ’કાર્પેથીઅન’ બનીએ, સેમ્પસન કે કેલિફોર્નીઅન નહીં. જેથી આ દુનીયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને…!!!
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025