દુનિયામાં કોઈક જ એવું હશે જેને ચોકલેટ પસંદ નહીં હોય! ચોકલેટનું નામ સાંભળતાંજ મોઢામાંં પાણી આવી જાય છે. મનપસંદ ડેઝર્ટમાં સૌથી ઉપર ચોકલેટનું નામ છે.
તમે સાંભળ્યો છે ચોકલેટનો ઈતિહાસ: ચોકલેટનો ઈતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે.ચોકલેટ બનાવનારા કોકોનું સૌ પ્રથમ ઝાડ અમેરિકાના જંગલોમાં જોવા મળ્યું હતું. પરંતુ હવે આફ્રિકા દુનિયાભરમાં લગભગ 70% કોકો પહોંચાડે છે.
કહેવાય છે કે ચોકલેટની શરૂઆત મેકિસકો અને મધ્ય અમરિકાના લોકોએ કરી હતી. 1528માં સ્પેને મેકિસ્કોને પોતાના કબજે કરી લીધું જ્યારે રાજા પાછો સ્પેન ગયો ત્યારે પોતાની સાથે કોકોના બીજ અને સમાગ્રી લેતો ગયો.ત્યાંના લોકોને આ પીણું ખુબ પસંદ પડયું.
તમને જણાવીયે કે ચોકલેટ નો સ્વાદ પહેલા મીઠો નહોતો પરંતુ તીખો હતો અને લોકોને પસંદ પણ હતો. અમેરિકાના લોકો કોકોના બીયાને પીસીને તેમાં મરચું તથા મસાલા મીક્સ કરતા હતા. આ માટેજ તેનો સ્વાદ તીખો હતો. કેટલાય વર્ષો લોકો એનો ઉપયોગ એક તીખું પીણું તરીકે કરતા હતા. આના પછી ડોકટર સર હૈસ સ્લોને આ પીણાની એક નવી રેસિપી જે ખાવા લાયાક બનાવી અને તેને નામ આપ્યું કેડબરી મિલ્ક ચોકલેટ અને આવી રીતે ચોકલેટનો આવિસ્કાર થયો.
પહેલા જણાવ્યું તેમ ચોકલેટનો ટેસ્ટ પહેલા તીખો હતો કોકોના બીજને ફરર્મેન્ટ કરી તેને રોસ્ટ કરવામાં આવતા ત્યારબાદ તેને પીસવામાં આવતા ત્યારબાદિ તેમાં પાણી વેનિલા, મધ, મરચુ, મસાલા નાખી તેને શાહી પેય બનાવવામાં આવતું.
પરંતુ ચોકલેટને મીઠાસ યુરોપ જઈને મળી. યુરોપમાં સૌ પ્રથમ ચોકલેટ સ્પેનમાં પહોંચી હતી. સ્પેનનો ખોજી હર્નેન્ડો કોર્ટસ એજટેકના રાજા માન્તેજુમાના દરબારમાં પહોંચી ચોકલેટને પેશ કરી હતી.
ઈ.સ. 1828માં ડચ કેમિસ્ટ કોનરાડ જોહાન્સ વાન હોટનએ કોકો પ્રેસનો આવિસ્કાર કર્યો. અહીંથી ચોકલેટનો ઈતિહાસ બદલાઈ ગયો. મશીનની મદદથી કોકો બીન્સમાંથી કોકો બટર છૂટું પાડવામાં આવ્યું. અને આ પાવડરમાંથી ચોકલેટ બનવા પામી. કોનરોડે ચોકલેટનો કડવો સ્વાદ ઓછો કર્યો. 1848માં પહેલીવાર બ્રિટીશ ચોકલેટ કંપની જે. એસ. ફ્રાઈ એન્ડ સન્સએ પહેલીવાર સાકરનાખી મીઠી ચોકલેટ બનાવી હતી.
7મી જુલાઈએ ચોકલેટ ડે છે! શું તમે જાણો છો આપણી કેડબરી ચોકલેટનો ઈતિહાસ!
Latest posts by PT Reporter (see all)