સુરતના જાણીતા પારસી ફેમિલી ફિઝિશિયન ડોકટર ખુશરૂ લશ્કરી, 27 મી ઓગસ્ટ, 2020માં 75 વર્ષની ઉંમરે કરોના વાયરસ થકી અવસાન પામ્યા છે. તે છેલ્લ્લા છ અઠવાડિયાથી કરોના વાયરસ સામે લડી રહ્યા હતા. ડો. લશ્કરીના કુટુંબમાં તેમનાં પત્ની દિલશાદ અને બે પુત્રી – નીના રૂમી પલસેટિયા અને ફિરોઝા રૂકશાદ કામા છે.
ગરીબો પ્રત્યેની કરૂણા માટે જાણીતા, ડોકટર લશ્કરી સુરતના ચૌટા બજાર ખાતે, માછલીપીઠ ખાતેના તેમના ફેમિલી ક્લિનિકમાં ફેમિલી ફિઝીશીયન તરીકે સેવા આપતા હતા. આ ક્લિનિકની સ્થાપના તેમના દાદા ડો. જમશેદજી લશ્કરી દ્વારા કરવામાં આવી હતી, અને બાદમાં તેમના પિતાએ લોકોને સેવા આપી અને ત્યારબાદ ડોકટર ખુશરૂ લશ્કરી ત્રીજી પેઢીના છે. અને છેલ્લા 45 વર્ષથી તેઓ સેવા આપી રહ્યા છે. ડો. લશ્કરી એટલા લોકપ્રિય હતા કે તેમના આદરમાં તેમનું ક્લિનિક જે શેરી પર સ્થિત છે, તેનું નામ ડો. લશ્કરી માર્ગ રાખવામાં આવ્યું છે.
તેઓ સુરત પારસી પંચાયતના ભૂતકાળના ટ્રસ્ટી હતા. જ્યાં સુધી તેઓ બીમાર ન પડયા ત્યા સુધી તેમણે નિ:સ્વાર્થપણે તેમના દર્દીઓની સારવાર ચાલુ રાખી હતી. જીવલેણ કોવિડ 19 નો કરાર થતાં તેમને સુરતની મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નિધન થતાં સુરતે એક ઉમદા આત્મા અને સાચા સજ્જન ગુમાવ્યાં છે.
ટીઓઆઈ ના સમાચારો અનુસાર, ડો. લશ્કરીના નિકટનાં કુટુંબનાં ચિકિત્સક ડો. જયેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, અમે લશ્કરી પરિવારનો છેલ્લો ચમકતો તારો અને પારસી સમુદાયનો છેલ્લો વરિષ્ઠ કુટુંબ ચિકિત્સક ગુમાવ્યો છે. તેઓ તબીબી સેવાને સમર્પિત પારસી પરિવારની ત્રીજી પેઢી હતા. સુરત શહેરમાટે આ એક મોટું નુકસાન છે.
ડો. લશ્કરી પાસે તેમની પોતાની કાર હોવા છતાં તેઓ મોપેડ પર મુસાફરી કરવાનું પસંદ કરતા હતા. છેલ્લા 150 વર્ષોથી લશ્કરી પરિવારે તેમની તબીબી કુશળતા દ્વારા શહેરના લોકોની સેવા કરી હતી.
સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદ દોટીવાલાએ જણાવ્યું હતું કે, ડો. લશ્કરીનું અવસાન એ પારસી સમુદાયને મોટું નુકસાન છે. તેઓ ઘણાં વર્ષોથી પારસી પંચાયતના ટ્રસ્ટી હતા અને શહેરના વિકાસ માટે તેમની સંપત્તિ દાન કરનારા એક પરિવારના હતા. મુગલસરાયમાં ભારતીય મેડિકલ એસોસિએશન (આઇએમએ) હોલ ડો. લશ્કરી દ્વારા દાનમાં આપવામાં આવ્યો હતો. ડો. લશ્કરી હંમેશા મુશ્કેલ સમયમાં સમુદાયના સભ્યોની મદદ માટે હાજર હતા. તે નમ્ર માણસ હતા. તેઓના આત્માને ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત થાય.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024