બેલા બેન બોલ્યા”ઈરા, અગાધ, બેટા દિવાળી આવી રહી છે. કોરોનામાં ક્યાંય જશું નહિ પણ ગામડે જતાં રહેશું, છતાં આપણે ઘર તો સાફ કરવું જ રહ્યું.કાલ થી શરૂ કરીશું. ‘છોકરાં ઓ મમ્મીની વાત માની ગયાં. ચાર પાંચ દીવસમાં આખું ઘર સૌએ સાથે મળીને સાફ કરી નાખ્યું. આજે દિવાળી હતી. બેલાબેન એમના પતિ દિગંત ભાઈ ને કહેતાં હતાં. તમારૂં બોનસ આવી ગયું છે. હવે મારા માટે સાડી, ઈરા માટે બુટ્ટી, અગાધ માટે લેપટોપ, તમારા માટે મોબાઈલ ફોન લેવા છે. એક્ષચેન્જ ઑફરમાં નવું વોશીગ મશીન લેવું છે.
દિગંતભાઈ હસી ને બોલ્યા ‘અરે, બેલા, બોનસ આવ્યું છે, કોઈ કુબેરનો ખજાનો નહીં. હા પેલી ગામડાની જમીન વહેંચાય તો બધું શક્ય બને, છતાં વિચારીશું. ‘બેલા બેન હસી પડ્યા. એમણે જોયું કે એમની કામવાળી બાઈ ગોદાવરી ચુપચાપ કામ કરવા મંડી છે.
ગોદાવરી પાસે જઈ બેલા બેન બોલ્યા ‘કેમ ગોદી, શું થયું? કેમ ચુપ ચુપ છો? બેલા બેન ગોદાવરી ને લાડમાં કોઈ વાર ગોદી કહેતા. બંને ને ખુબ ભળતું.ગોદાવરી બોલી ‘કાંઈ નહિ બેન, અને સાડીના છેડે આંસુ લુછયા. બેલા બેન કહે ‘ના, રોજ હસતી રમતી ગોદાવરીના જળ આજે દિવાળી એ કેમ શાંત છે? ગોદાવરી બોલી, ‘બેન શું દિવાળી? બળ્યો આ કોરોના, જિંદગી ખરાબ કરી નાખી. છોકરાંવના પપ્પાની ચાની લારી હતી, હું પણ કમાતી ને એ પણ કમાતા. તાણી તુશીને ઘર આનંદમાં ચાલ્યું જતું, આ રોગને લોકડાઉનના લીધે મારા દશ કામમાંથી પાંચ ઘરના કામ રહ્યા ને એની તો લારી જ બંધ થઈ ગઈ. છોકરાવ થોડાં સમજે?આજે જ કહે નવાં કપડાં લેવા છે હવે તો દુકાનો ખુલે છે. મીઠાઈ, કપડાં ફટાકડા, દીવડા બધું ક્યારે લાવશું? બેન દર વર્ષ છોકરાંવ ને વર્ષમાં એકવાર નવાં કપડાં લઈ આપ્યે. બાકી તો બીજાંના ઉતરેલાં જ પહેરાવ્યે. હમણા તો મારી એકલીની કમાણીમાં આઠ દશ દી તો હું ને એના પપ્પા અડધે પેટ જમ્યે કાં તો અપવાસ કર્યે. આમા છોકરાંવને શું સમજાવું? ખુબ જીદ કરતાં હતાં તો અમે કીધું આ વખતે કોઈ ના ઘરે જાવાનું નથી તો નવા કપડાં ની શું જરૂર છે? એમાં છોકરાં ખૂબ રડ્યા આને મેં માર્યા પણ ખરાં અને ગોદાવરી છુટાં મોં એ રડી પડી.
દિગંતભાઈ એ બેલાબેન ને બોલાવ્યા, છોકરાઓ ને પણ બોલાવ્યા. ગોદાવરી કામ કરી ને ગઈ એટલે બેલાબેન બારણું બંધ કરી અને આવ્યા. દિગંતભાઈ બોલ્યા ‘આપણે આ વખતે અલગ રીતે દિવાળી ઉજવશુ, આપણે ગોદાવરી ને મદદ કરીશું. એના ઘરમાં ખુશીઓના દીપ પ્રગટાવશુ. મે ગોદાવરીની વાત સાંભળી. આપણે દિવાળીમાં ઘર સાફ કર્યે છે પણ મનના મેલ કે ધૂળ ને કે બાવાજાળા ને સાફ કરતાં જ નથી. સાચી સફાઈ એ છે. તો જ કોઈ નું દુ:ખ આપણાં સુધી પહોંચશે. ઘરના સૌ સહમત થયાં. ચાલો ગોદાવરીના ઘર માટે ખરીદી કરતાં આવ્યે. માસ્ક પહેરી બધાં ઉપડ્યા ખરીદી કરી. દિગંતભાઈ કહે ‘બેલા તે ઘર તો જોયું છે ને તારી ગોદીનું? બેલાબેને હકારમાં માથું હલાવી હા પાડી. ગાડી પાછળના રસ્તેથી લઈને એ લોકો કાચાં પાકાં મકાનો પાસે આવી ગાડી ઊભી રાખી.ફળિયામા છોકરાં નિમાણા થઈ બેઠાં હતાં. ગોદાવરીનો પતિ ધનજી ખાટલામાં લમણે હાથ દઈને બેઠો હતો. ગોદાવરી ઘર ના ઉંબરમાં બેઠી હતી. ગાડી જોઈ બધાં ઊભા થઈ ગયાં. ગોદાવરી અને તેના પતિ રમેશે હાથ જોડ્યા. અને શું કરવું શું ન કરવુંની અસમંજસમાં પડ્યા. બેલાબેને ગોદાવરીના હાથમાં થેલી ઓ પકડાવી કહ્યું ‘ગોદી, લે છોકરાંના કપડાં, તમારા બંને ના કપડાં. બે મહિનાનું તમામ રાશન. ‘ગોદાવરી કહે ના બહેન,આ હું નહિ લઉ’ બેલાએ કહ્યું અમે દિવાળી ઉજવયે અને તમે રહી જાવ એ કેમ ચાલે? અને આ તો તારા સાહેબ નો નિર્ણય છે.’
દિગંતે રમેશભાઈના હાથમાં પાંચ હજારનું કવર આપી કહ્યું ‘જ્યાં સુધી પરિસ્થિતિ સરખી ન થાય ત્યાં સુધી શાક કે ફળોની લારી ફેરવો. લારી તો તમારે છે. આવડત છે. મૂડી નથી ને તો લ્યો આ 5000/- કરો કંકુના. ગોદાવરી અને રમેશભાઈ એ લોકો ના ચરણ માં પડી ગયાં બોલ્યા ‘લોકો કહે છે કે ભગવાન છે. આજ સાક્ષાત દર્શન થયાં. ‘બેલા ગોદાવરીને ભેટી અને દિગંત રમેશભાઈ ને ભેટ્યો. ગોદાવરી એ એ લોકોના મીઠાઈના ખોખાંમાંથી સૌનું મોં મીઠું કરાવ્યું. એ લોકો ને બધું આપી ઘરે આવ્યા સાંજના સાત થતા હતા. બેલાબેને તાળું ખોલ્યું. બાળકો ફટાકડા ફોડવા માંડ્યા બેલાબેને દિવડાઓ મુક્યા. એજ વખતે દિગંત ભાઈને ગામડેથી મોટાભાઈ નો ફોન આવ્યો ‘નાનકા,ખુશ ખબર છે. તારી જમીન સરપંચજી એ ત્રણ ગણાં ભાવથી ખરીદી લીધી એ ત્યાં કાર્યાલય બનાવાશે. લાભપાંચમે બધા પૈસા આપી દેશે અત્યારે અગિયાર હજાર સકનના આપી દીધા. તમે કાલે આવો છો ને? ‘દિગંતભાઈ બોલ્યા હા હા મોટાભાઈ. તમે તો એવા સમાચાર આપ્યા કે મારી પાસે શબ્દો નથી. અમે કાલે વહેલી સવારમાં આવ્યે જ છે. ‘દિગંત ભાઈ એ ફોન મુકી બેલાબેન અને છોકરાઓ ને ખુશખબર સંભળાવ્યા. બધા ખુશખુશાલ થઈ ગયા. બેલાબેન મંદિરમાં હાથ જોડી ઊભાં ત્યાં દિગંતભાઈ પણ બાજુમાં આવી માથું નમાવી બોલ્યા ‘પ્રભુ, તું પણ ખરો જાદુગર છે. અમારા હાથે મદદ કરાવી, પાછો અમને પણ માલા-માલ કરે છે? તારી લીલા અકળ છે મારા નાથ ‘ગોદાવરીના ઘરે એ બંને માણસ ભગવાનના ગોખ પાસ દીવો કરી બોલતા જ હતાં ‘હે, દીનાનાથ, અમારી દિવાળી ઉજાળનારને ત્યાં કાયમી સુખના અજવાળા પાથરે. મારા પ્રભુ ‘ચારેય ના મસ્તક ઈશ્વરની પાસે નમેલા હતા. બંધ આખોમાથી સરતા અશ્રુબિન્દુ દીવડાના તેજે હીરાકણીની ચમકી રહયા. ઈશ્વર મંદ મંદ હાસ્ય વેરી કહી રહયા ‘ગમી દિવાળીની બક્ષીસ?’
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024