મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
તમને આજથી 42 દિવસ માટે રાહુની દિનદશા શરૂ થયેલી છે. તમારી ચિંતાઓ વધતી જશે. તમારા વિચારો નેગેટીવ બનતા જશે. જેબી કામ કરતા હશો તે કામ કરવામાં ખુબ આળસ આવશે. 3જી ફેબ્રુઆરી સુધી રાહુ તમારી દિવસની ભુખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. ખર્ચ વધતો જશે. રાહુનું જોર ઓછું કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 30, 31, 01 છે.
Starting today, Rahu rules you for the next 42 days. Your worries could increase. Thoughts could get increasingly negative. You will feel great lethargy in doing your works. Rahu’s influence could make you lose your sleep and your appetite till the 3rd of February. Financial challenges and expenditures could increase. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 30, 31, 01.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. રોજના કામ સાથે ચેરીટીના કામ કરવામાં સફળ થશો. બીજાના મદદગાર થવા ભાગદોડ કરવામાં પાછીપાની નહીં કરો. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. ઘરવાળા તરફથી માન-ઈજ્જત મેળવશો. જીવનસાથી શોધતા હશો તો મળી જશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુુકનવંતી તા. 26 28, 29, 01 છે.
Jupiter’s rule till 22nd January will bring you much success in executing your daily tasks as well as charitable works. You will go all out to help another. The atmosphere at home will be cordial. You will receive appreciation and respect from your family members and you will be able to cater to their needs. Those looking for a life partner will be fruitful in their search. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26 28, 29, 01.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમોને આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. આવતા 58 દિવસમાં તમે જે માન-ઈજ્જત ખોયેલી છે તે પાછી મેળવશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગુરૂની કૃપાથી ધર્મના કામ કરી શકશો. તમારા કરેલા કામની કદર થશે. તબિયતમાં સારા સારી થતી જશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 30, 31 છે.
Starting today, Jupiter’s rule will help you regain any of your lost reputation or respect over the next 58 days. Financially things will continue to improve. You will be able to perform religious works. Your work will receive much appreciation. Health will keep getting better. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 28, 30, 31.
CANCER | કર્ક: ડ.હ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારામાં ખુબ આળસ આવી જશે. નાના કામો કરવામાં પણ પરેશાન થશો. 24મી જાન્યુઆરી સુધી ઘરમાં કોઈ નવી ચીજ વસાવવામાં સફળ થશો. બીજાનું ભુલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. કોઈને સાચી સલાહ આપવાથી તે વ્યક્તિ તમારી સલાહ નહીં માને. નાણાકીય સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી જશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 31 છે.
Saturn’s ongoing rule fills you with lethargy. You will feel troubled even in doing small works. You will be able to make purchases for the house by 24th January. You could land in trouble trying to help another. Financial conditions could worsen instead of improving. Unnecessary expenditures will worry you. Your honest advice will not be adhered to by others. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 31.
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમારા મુશ્કેલીભર્યા કામ વિજળીવેગે પૂરા કરી શકશો. પારકાને પોતાના બનાવી લેશો. નાણાકીય બાબતમાં નકામા ખર્ચ પર કાબુ મેળવી બચત અવશ્ય કરજો. મિત્રોને તમારા મનની વાત કરી તેમનું દીલ જીતી લેશો. કામમાં તમારા કામની કદર થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.
Mercury’s rule till 18th January helps you complete even your difficult tasks at lightning speed. You will be able to win over strangers. Ensure to hold back your unnecessary expenditures and invest from your savings. You will win over your friends by confiding in them. Your efforts will be appreciated at your workplace. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 27, 30, 31.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને તમારી રાશિના માલિક બુધની દિનદશા શરૂ થયેલી છે. તમારા રોજના કામો 17મી ફેબ્રુઆરી સુધી સમય પર પૂરા કરવામાં સફળ થશો. લેતીદેતીના કામોમાં મુશ્કેલી નહીં આવે. નોકરી કરતા હશો ત્યાં પ્રમોશન મલવાના ચાન્સ છે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મલશે. ગામ-પરગામથી સારા સમાચાર જાણવા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31 છે.
The onset of Mercury’s rule, till the 17th of February, helps you complete your work in good time. Transactions related to lending or borrowing will flow smoothly. A promotion is predicted for those who are employed. Friends will bring you beneficial information. You could receive good news from abroad. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 30, 31.
LIBRA | તુલા: ર.ત.
આજથી 22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા માઈન્ડને બેલેન્સ નહીં રાખી શકો. મંગળને કારણે ચીડીયાના સ્વભાવના થઈ જશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. પ્રેશરની તકલીફ હોય તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. જ્યાં રહેતા હશો ત્યાં આજુબાજુવાળા તમને ઈરીટેટ કરી નાખશે.ઘરમાં ખોટા ખર્ચ વધી જશે. રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 01 છે.
Mars’ rule, starting today till the 22nd of January, could cause mental imbalance, making you very irritable. You could get angry over petty matters. Those suffering from Blood Pressure should consult a doctor. Your neighbours could irritate you. Unnecessary expenses could increase at home. Pray the Tir Yasht daily.
Lucky Dates: 29, 30, 31, 01.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજના કામો સમય પર કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાં જશ મેળવશો. મનની શાંતિ રહેવાથી બીજાને સમજાવી શકશો. કોઈ અંગત વ્યક્તિ કે સગાઓની મુશ્કેલીને દૂર કરવામાં આગળ પડતા ભાગ લેશો. મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 31 છે.
The ongoing rule of the Moon helps you to complete your daily chores in time. You will gain fame in all you do. Being at peace mentally, you will be able to make others understand your point of view. You will lead from the front in helping a close friend or relative through their challenges. You will be able to effectively resolve any challenging tasks. You could receive good news from abroad. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 29, 31.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા જરૂરી કામ કરવામાં સફળ નહીં થાવ. માથા પરનો બોજો વધી જશે. કામના બોજાના લીધે આંખમાં બળતરા કે એસીડીટી જેવી માંદગીથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. નાની બાબતમાં ઘરવાળા સાથે મતભેદ પડશે. તમારા વાંક ગુના વગર બીજાઓ તમને ફસાવી દેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 29, 30, 31 છે.
The ongoing Sun’s rule could end up causing disruptions in your important works. Mental pressures could increase. This could cause acidity or eye-burns. The health of your elderly could suddenly go down. You could end up squabbling with family members over a petty issue. You could get framed by others despite being faultless. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 26, 29, 30, 31.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા મોજશોખ સારી રીતે પૂરા કરી શકશો. ગમે તેટલું ધન ખર્ચ કરશો તો પણ કોઈ પાસે મદદ માંગવી નહીં પડે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફસાયેલા નાણા પાછા મળવાના ચાન્સ છે. રોજના કામ પૂરા કરવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 01 છે.
Venus’ rule till 14th January nudges you to indulge in fun and entertainment. Despite spending a lot of money, you will not have to borrow any from others. Financially, things will continue to improve. Funds which were stuck could be retrieved. You will be successful in completing your daily chores. Pray to Behram Yazad daily.
Lucky Dates: 27, 28, 29, 01.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી કામકાજ સાથે મોજશોખ પણ વધતા જશે. કોઈ નવી વ્યક્તિ સાથે ઓળખાણ થવાના ચાન્સ છે. નવી વ્યક્તિ ભવિષ્યમાં તમારા ખરાબ સમયમાં તમને મદદગાર થશે. તબિયતમાં સુધારો આવશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જ્યાં પણ જશો ત્યાં માન મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 31 છે.
Venus’ ongoing rule will cause an increase in your fun and entertainment along with your works. You could meet someone new, who would prove to be helpful during your bad times in the future. Health will improve. Financial stability is indicated. You will receive respect wherever you go. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 28, 31.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમારૂં ધ્યાન તમારા કામ પર નહીં રહે. નકામા કામોમાં સમય ખરાબ કરશો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. રાહુને કારણે માથા દુખાવાથી પરેશાન થશો. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં ખટપટ થશે. રાહુને કારણે ખોટા વિચારોથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
Rahu’s rule till 5th January does not allow you to focus on your work. You will waste time over unnecessary works. Expenses will keep increasing. You could suffer from headaches. Couples could end up having squabbles over petty issues. Negative thoughts could trouble you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 29, 30, 31.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025