સુખી સંસાર!

મંમી ડેડી હસી પડયા ને બોલ્યા ઓકે પરમીશન ઈઝ ગ્રાન્ટેડ. દાનેશ તો એકદમ ખુશીનો માર્યો મંમી ડેડીને ભેટી પડયો ને બોલ્યો ઓહ મંમી ડેડી યુ આર ગ્રેટ.
જ્યારે શીરાજીએ આય વાત જાણી ત્યારે એ તો ખુશીથી નાચવા લાગી કે હવે તો મને એક ફ્રેન્ડ મળી જશે. શીરીન હસીને બોલી ડાર્લીંગ એ તારી ફ્રેન્ડ નહીં પણ તારી ભાભી કહેવાશે.
બીજે જ દિવસે દાનેશે તરોનીશને પ્રોપોઝ કીધું. તરોનીશ પણ ઘણી ખુશ થઈ ગઈ અને એના મંમી ડેડીનું પરમીશન મળી ગયું. એ લોકોને પણ દાનેશ જમાઈ તરીકે ઘણોજ ગમી ગયો. ને બેઉ લવ બર્ડ એકમેને રોજ મલવા લાગ્યા. શીરાઝી પણ તરોનીશ સાથે ઘણી જ ફ્રેન્ડલી બની ગઈ. ને એમ મળતા ભેટતા તરોનીશના ભાઈ રૂઝવાનને પણ શીરાઝી સાથે પ્રેમ થઈ ગયો ને ગમવા લાગી ને બન્ને એકમેકની નજદીક આવી ગયા ને લવમાં પડયા. એટલે શીરાજીએ પણ પોતાના રૂઝવાન સાથના અફેરની વાત કીધી ને પરમીશન માંગ્યું રૂઝવાન એ લોકોને પણ ગમ્યો એટલે ખુશીથી પરમીશન આપ્યું
રૂઝવાન એક મોટી હાઈ સ્કુલમાં પ્રિન્સીપાલના જોબ પર હતો તો શીરાઝીને પણ રૂઝવાનની જ સ્કુલમાં એક હેડ ટીચરનો જોબ ઓફર થયો. બન્ને કપલે મંમી ડેડીના
આશીરવાદ લીધા ને મંમી ડેડીએ પણ ચારે બચ્ચાંઓને પોતાના પાસામાં લઈ સારી દુવાઓને આશીરવાદ આપ્યા હવે લગનનો સારો સબકતો દિવસ જોઈ બન્ને જોડકાના લગન એક સાથે જ ઓલ્બલેસ બાગમાં ખુબ ધામધુમથી કીધા ને બન્ને
બચ્ચાઓ લગન કરીને પરવારી ગયા.
લગન થઈ ગયા પછી શીરાઝી બોલી દાનેશ આપણી તો નવજોત પણ એક જ દિવસે ને લગન પણ એક જ દિવસે થયા.
સો લકી અને લવીંગ વી આર બન્ને ભાઈ બહેન એકમેકને વહાલથી ભેટી પડયા.
પછી બધા મહેમાનો હસી બોલીને દીનશાહ શીરીનની થેંકસ માનીને લગનનું ટેસ્ટી ડીનર ખાઈને ઘરે ગયા. ને આઠ દિવસ પછી બન્ને કપલ સીંગાપોર હનીમુન પર ઉપડી ગયા ને મંમી ડેડીએ બન્ને બચ્ચાંઓને હેપી જર્ની કહીને વિદાય આપી.
સૌ સારૂ તેનું છેવટ સારૂં.
તો બસ વાંચનાર હવે હું મારી કલમને આરામ આપી લખવાનું બંધ કરૂં છું. ખુદા હાફેઝ.
યઝદાન પનાહ બાદ. (સમાપ્ત)

Leave a Reply

*