હે ભગવાન બોડી તો ના બનાવી શક્યા પણ, એન્ટીબોડી તો બનાવી દેજે.
***
બધા 2021ની એવી રીતે રાહ જોઈ રહ્યા છે જાણે કે 31મી ડિસેમ્બરે 2020ના રોજ રાત્રે 12.00 વાગ્યે કોરોના આવીને કહેશે… ’અચ્છા, તો મેં ચલતા હું, દુઆઓ મેં યાદ રખના.’
***
લગ્ન પહેલાં કહ્યું હતું કે છોકરો પાઈલોટ છે, પછી ખબર પડી કે લગ્નમાં ડ્રોન ઉડાડે છે.
***
રાજા હરીશચંદ્ર સદા સત્ય એટલે બોલી શકેલા કારણ કે એમની પત્ની તારામતીએ તૈયાર થઈને ક્યારેય એમને પૂછ્યું નહોતું કે હું આજે કેવી લાગુ છું?
***
એક ફાસ્ટફૂડની રેસ્ટોરન્ટ 30 નોકરીઓ પેદા કરે છે. 10 ડોક્ટર, 10 મેડિકલ સ્ટોર, 10 વજન ઘટાડવાવાળા.
***
બાળપણમાં મારી મમ્મીએ મારી એવી નજર ઉતારી હતી કે, આજ સુધી કોઈ છોકરીની મારા ઉપર નજર પડી નથી.
– હોશંગ શેઠના
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024